Rotavator Sahay Yojana । રોટાવેટર સહાય યોજના 2024

Rotavator Sahay Yojana @ ikhedut.gujarat.gov.in। શું તમે રોટાવેટર સહાય યોજનાનો લાભ લેવા માંગો છો? જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તો તમને અહીં આ પોસ્ટમાં રોટાવેટર સહાય યોજનાની પુરી જાણકારી બતાવવામાં આવી છે તો અંત સુધી વાંચવા વિનંતી.

Rotavator Sahay Yojana : ખેડૂતો ખેતીના આધુનિક ઓજારોથી માહિતગાર થયેલા છે. ખેડૂતો રોટરી ટીલર, પલાઉ, કલ્ટી તથા રોટાવેટરનો ઉપયોગનું મહત્વ સમજતા થયા છે. આજે ખેડૂતો માટે રોટાવેટર ખૂબ જ ઉપયોગી આધુનિક ખેત ઓજાર છે.

Tractor Sahay Yojana 2024: ગુજરાત ટ્રેક્ટર સહાય યોજના, ટ્રેકટરની ખરીદી પર ખેડૂતો ને મળશે સહાય

Mukhya Mantri Matrushakti Yojana: મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના 2024

રોટાવેટર સહાય યોજના

ખેતીમાં પાકોની કાપણી કર્યા પછી નવા પાકોના વાવેતર માટે જમીનનો ભેજ જળવાઇ રહે તે જરૂરી છે. ખૂબ જ ઓછા સમયમાં રવી પાકની વાવણી કરી શકાય તે માટે જમીનને ઓછા સમયમાં તૈયાર કરતું, ટ્રેક્ટરથી ચાલતું સાધન એટલે રોટાવેટર વિકસાવવામાં આવેલ છે.

ગુજરાતમાં આ સાધનની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે. ખેડૂતોને વિવિધ યોજનાઓનો લાભ આપવા માટે ikhedut Portal બનાવવામાં આવેલું છે. આ આર્ટિકલ દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર ચાલતી રોટાવેટર સહાય યોજના 2023 વિશે માહિતી મેળવીશું.

Rotavator Sahay Yojana

યોજનાનું નામરોટાવેટર સહાય યોજના 2024
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો મુખ્ય ઉદ્દેશખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે આધુનિક ખેત ઓજારો સબસીડી પર આપવામાં આવશે.
લાભાર્થીગુજરાતના ખેડૂતોના તમામ
સહાયની રકમ8 ફીટના રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચ ના 50 % અથવા રૂ. 50400 /- એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળશે.
અધિકૃત વેબસાઈટikhedut.gujarat.gov.in
અરજી કેવી રીતે કરવીઓનલાઇન કરવાની રહશે.
છેલ્લી તારીખ04/07/2023 સુધી

રોટાવેટર સહાય યોજના 2024

Tractor Rotavator Subsidy Scheme ખેડૂતો માટેની યોજના છે. Department of Agriculture and Farmers Welfare વિભાગ દ્વારા ખેડૂતોને સીધો લાભ આપવા માટે ખેતીવાડીની યોજનાઓ 2023-24 બહાર પાડવામાં આવે છે. Tractor Rotavator Yojana Gujarat મા શું-શું લાભ મળે, કેટલો લાભ મળશે તથા આ યોજનાનો લાભ લેવા માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ તેની માહિતી મેળવીશું.

આ પોસ્ટ પણ વાંચો:   Shri Vajpayee Bankable Yojana 2024 | વાજપાઇ બેન્કેબલ યોજના ધંધા માટે સરકાર 8 લાખ રૂપિયા સુધી ઓછા વ્યાજે લોન

ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા તથા આવક બમણી કરવા માટે આધુનિક ખેતઓજારોની જરૂર પડે છે. ખેડૂતો પાક ફેરબદલ કરવા તથા નવા પાકનું વાવેતર કરવાના હેતુથી રોટાવેટરની જરૂર પડે છે. જેને ધ્યાનમાં રાખીને khetiwadi vibhag દ્વારા કિસાનોને રોટાવેટરની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે.

રોટાવેટર સહાય યોજનાની પાત્રતા

ખેતીવાડી વિભાગ દ્વારા આ યોજના હેઠળ ખેડૂતોને સાધન સહાયનો લાભ આપવામાં આવે છે. આ યોજના માટે કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.

  • લાભાર્થી ખેડૂત ગુજરાત રાજયનો હોવો જોઈએ.
  • ખેડૂત નાના, સીમાંત અથવા મોટા ખેડૂત પ્રકારનો હોવો જોઈએ.
  • ખેડૂત પાસે પોતાનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ.
  • જંગલીય વિસ્તારના ખેડૂતો પાસે ટ્રાઈબલ લેન્‍ડ વન અધિકાર પ્રમાણપત્ર હોવું જોઈએ.
  • ખેડૂતોઓએ આઈ-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

List Of Rotavator Benefit Schemes

કૃષિ અને સહકાર વિભાગ હેઠળ કાર્યરત ખેતીવાડી વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ ચાલે છે. જેમાં યોજનાઓ પણ અલગ-અલગ પ્રકારની સ્કીમ આધારિત અરજદારોને લાભ આપે છે. આ આર્ટિકલમાં રોટાવેટર સાધન સહાય જુદી-જુદી સ્કીમ હેઠળ આપવામાં આવે છે.

આ સ્કીમ દ્વારા લાભાર્થીઓને લાભ એકસમાન આપવામાં આવે છે. જેની વધુ ખરાઈ માટે ikhedut વેબસાઈટની મુલાકાત લેવી. જેની Scheme List નીચે મુજબ છે.

  • AGR 2 (FM)
  • NFSM PULSES
  • NFSM RICE
  • SMAM
  • AGR 3 (FM)
  • RKVY – CDP
  • NFSM WHEAT
  • NFSM (Oilseeds and Oil Palm)

રોટાવેટર સહાય યોજનામાં સહાયનું ધોરણ

ગુજરાત રાજ્ય સરકારની આ સબસિડી યોજના છે. ખેડૂતો માટેની આ યોજના હેઠળ subsidy અગાઉથી નક્કી થયેલી છે. ખેડૂત મિત્રોને આ સબસીડી યોજના મુજબ લાભ આપવામાં આવશે. જેમાં જુદી-જુદી સ્કીમોનો લાભ આપવામાં આવે છે. ગુજરાતના સામાન્ય ખેડૂતો, અનામત જ્ઞાતિના ખેડૂતો, મહિલાઓ, નાના, સીમાંત અને મોટા ખેડૂતોને સહાય આપવામાં આવશે. જે નીચે મુજબ છે.

આ સ્કીમમાં અલગ-અલગ ટ્રેક્ટર અને રોટાવેટર માટે જુદી-જુદી સહાય આપવામાં આવે છે.

  • ખેડૂતો માટે એમના ટ્રેકટર 20 થી વધુ અને 35 બી.એચ.પી.થી ચાલતા હોય અને 5 ફીટ રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 40 % અથવા રૂ.34,000/- હજાર એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળવાપાત્ર થશે. અને અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ સિવાયના નાના,સિમાંત, મહિલા ખેડૂતો વધારે લાભ મળશે, જેવો કે કુલ ખર્ચના 50% અથવા રૂ. 42,000/- બેમાંથી જે ઓછું હોય તે લાભ મળશે.
  • લાભાર્થી ખેડૂતોને તેમના ટ્રેકટર 35 B.H.P થી વધુથી ચાલતા અને 5 ફીટ રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 40% અથવા રૂ.34,000 હજાર એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળશે.
  • 6 ફીટ રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચ ના 40 % અથવા રૂ.35,800/- એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળશે. અને અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ સિવાયના નાના,સિમાંત, મહિલા ખેડૂતો કુલ ખર્ચના 50% અથવા રૂ.44,800/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે.
  • 7 ફીટ રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 40 % અથવા રૂ.38,100/- એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળશે. અને એસ.સી, એસ.ટી, નાના,સીમાંત અને મહિલા ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા રૂ.47,600/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે.
  • 8 ફીટ રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 40 % અથવા રૂ. 40,300/- એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળશે. એસ.સી, એસ.ટી, નાના,સીમાંત અને મહિલા ખેડૂતોને રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 50% અથવા રૂ.50,400/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે.
આ પોસ્ટ પણ વાંચો:   Smartphone Sahay Yojana 2024 | સ્માર્ટફોન સહાય યોજના મોબાઈલ ખરીદી પર સહાય રૂપિયા 6000/- ની સહાય

Ikhedut Empanelled Vendors List

ગુજરાત સરકારના Agriculture, Farmers Welfare & Co-Operation Department દ્વારા ખેડૂતોની સુખાકારી માટે યોજનાઓની ઓનલાઈન અરજી ચાલુ કરેલ છે. જેમાં યોજનાઓના લાભ બાબતે પારદર્શિતા જળવાઈ રહે તે હેતુથી ઘણી વિશેષ માહિતી આ પોર્ટલ પર આપેલી છે.

જેમાં “એમ્પેનલ્ડ વેન્ડર્સ જોવા” માટેની જે સુવિધા આપેલી છે તે ખૂબ સરસ છે. ખેડૂતો એમ્પેનલ્ડ વેન્ડર્સ ઉત્પાદક અને ભાવ પ્રમાણે માહિતી મેળવી શકે છે. આ માહિતી જોવા નીચેના બટન પર ક્લિક કરો.

Check Empanelled Vendors List

Ikhedut Portal Status

આઈ ખેડૂત પોર્ટલ પર અરજીની સેવાઓ ઓનલાઈન થયેલ છે. Online સુવિધામાં પારદર્શિતા વધુ મળી રહે છે. ખેડૂત લાભાર્થી દ્વારા કરેલી ઓનલાઈન અરજીનું સ્ટેટસ જાણી શકે છે. ikhedut Portal status ની સુવિધા દ્વારા પોતાની અરજીની શું સ્થિતી છે તેની માહિતી મેળવી શકે છે. નીચે આપેલા બટન પર ક્લિક કરવાથી માહિતી મળશે.

Check Your Application Status

રોટાવેટર સહાય યોજના ક્યાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ?

ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવેલ છે. જેમાં વિવિધ ખેડૂત યોજનાઓના Online Form સ્વીકારવામાં આવે છે. ટ્રેક્ટર રોટાવેટર યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબના Document જોઈશે.

  1. ખેડૂતની જમીનની નકલ 7-12
  2. રેશનકાર્ડની નકલ (Ration Card)
  3. ખેડૂત લાભાર્થીના આધારકાર્ડની નકલ
  4. અનુસૂચિત જાતિનો હોય તો તેનું સર્ટિફિકેટ
  5. અનુસૂચિત જનજાતિનો હોય તો તેનું પ્રમાણપત્ર
  6. વિકલાંગ અરજદાર માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
  7. ખેડૂતની જમીન જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક
  8. જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
  9. ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
  10. જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો
  11. બેંક ખાતાની પાસબુક
  12. મોબાઈલ નંબર
આ પોસ્ટ પણ વાંચો:   Mahila Samriddhi Yojana | મહિલા સમૃદ્ધિ યોજના

Rotavator Sahay Yojana Online Last Date

ખેડૂતોને આ યોજનાનો લાભ લેવા માટે i-khedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની હોય છે. ખેડૂતો પોતાના નજીકના ઓનલાઈન સેવા કેન્દ્ર પરથી એપ્લિકેશન કરી શકાશે. આ ઓનલાઇન તા-05/06/2023 થી 04/07/2023 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.

How To Online Apply Rotavator Sahay Yojana

ખેડૂતોને ટ્રેક્ટર આધારિત ચાલતા રોટાવેટર સાધન સહાય મળશે. આ યોજનાનો લાભ લેવા માટે khedut Portal પરથી ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે. ખેડૂતો પોતાની ગ્રામ પંચાયતમાંથી VCE પાસેથી Ikhedut Online Arji કરી શકે છે. ખેડૂતો કોઈપણ કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે Online Form ભરાવી શકે છે. તથા ખેડૂતો જાતે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકે છે. તો ચાલો તેની વિગતવાર માહિતી મેળવીશું.

  • ખેડૂતે સૌપ્રથમ ‘Google Search” માં ‘ikhedutl’ ટાઈપ કરવાનું રહેશે.
  • ગુગલ સર્ચ પરિણામમાંથી અધિકૃત @ ikhedut.gujarat.gov.in વેબસાઈટ ખોલવી.
  • ખેડૂત યોજના વેબસાઈટ ખોલ્યા પછી “યોજના” પર ક્લિક કરવું.
  • જેમાં યોજના પર Click કર્યા પછી ક્રમ-1 પર આવેલી “ખેતીવાડીની યોજનાઓ” ખોલવીની રહેશે.
  • જેમાં “ખેતીવાડી ની યોજના” ખોલ્યા બાદ વર્ષ-2023-24 ની કુલ 39 યોજનાઓ બતાવશે.
  • જેમાં ક્રમ નંબર-27 પર “રોટાવેટર” માં પર ક્લિક કરવાની રહેશે.
  • જેમાં રોટાવેટર સહાય યોજનાની તમામ માહિતી વાંચ્યા બાદ “અરજી કરો” તેના પર Click કરીને Website ખોલવાની રહેશે.
  • હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો અગાઉ Registration કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે.
  • અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image સબમીટ કરવાની રહેશે.
  • જો લાભાર્થીએ Ikhedut Portal પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ સિલેકટ કરીને Online Form ભરવું.
  • ખેડૂત Online Form માં સંપૂર્ણ ચોક્કસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ Application Save કરવાની રહેશે.
  • લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો Check કરીને Application Confirm કરવાની રહેશે.
  • ઓનલાઈન એપ્લિકેશન કન્‍ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં.
  • ખેડૂત અરજી નંબરના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

Important Link

રોટાવેટર સહાય યોજના ઓનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો

FAQ’s: કેટલાક પ્રશ્નો અને જવાબો

રોટાવેટર સહાય યોજના નો લાભ કોણ કોણ લઈ શકે છે?

Ans: ગુજરાત રાજ્યના નાના, સીમાંત, મહિલા, અનામત જ્ઞાતિના, સામન્ય અને મોટા ખેડૂતોને આ ટ્રેક્ટર રોટાવેટર સહાયનો યોજના માટે અરજી કરી સકે છે.

રોટાવેટર સહાય યોજના નો લાભ કયા વિભાગ દ્વારા આપવા માં આવે છે?

Ans: ખેડૂતોને Tractor Rotavator યોજનાનો લાભ ખેતીવાડી વિભાગ દ્વારા લાભ આપવામાં આવે છે.

રોટાવેટર સહાય યોજના નો લાભ લેવા માટે કયા એપ્લિકેશન કરવી પડે છે?

Ans: ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવવા માટે I khedut Portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

Leave a Comment