Big Breaking: જૂનિયર-સિનિયર ક્લાર્કના ઉમેદવારો માટે મોટા સમાચાર, મોકૂફ રહેલી પરીક્ષાની નવી તારીખ જાહેર

Govt. Jobs & Schemes Updates એપ ડાઉનલોડ

GSSSB Clerk Recruitment 2024: જુનિયર ક્લાર્ક સહિતના કેડરની જા. ક્ર. 212/2023-24 પરીક્ષાને લઈ એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. લોકસભા ચૂંટણીને કારણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા મોકૂફ રાખી હતી. તા. 20, 21,27 અને 28 એપ્રિલ તથા 4 અને 5 મે ના રોજ લેવાનારી પરીક્ષા સ્થગિત કરવામાં આવી હતી જે હવે તારીખ 11/5, 13/5, 14/5, 16/5, 17/05 અને 20/5 ના રોજ 4 શીફ્ટમાં આયોજન કરવામાં આવશે. તમામ ઉમેદવારોએ નવા કોલલેટર તા. 8/5/2024 ના રોજ થી ડાઉનલોડ કરવાના રહેશે.

મોકૂફ કરેલી પરીક્ષાનો નવો કોલ લેટર આવશે 

આ પોસ્ટ પણ વાંચો:   Birth/Death Certificate Download Online: જન્મ અને મરણના દાખલા હવે ઘરે બેઠા ઓનલાઇન કાઢી શકાશે

મંડળ દ્વારા એવું વધુ અપડેટ આપવામાં આવ્યું છે કે અત્યાર સુધી લેવાયેલી પરીક્ષા યથાવત રહેશે. મતદાન દિવસ બાદની પરીક્ષાઓ પણ યથાવત રહેશે. મતદાન બાદ ચૂંટણી પંચની મંજૂરી લઈને સ્થતિગત કરાયેલી પરીક્ષાઓ લેવાશે. હવે આ મોકૂફ કરેલી પરીક્ષાનો નવો કોલ લેટર બનાવાશે. નવી તારીખ વિષે વાત કરવામાં આવે તો લગભગ તો ચૂંટણી પંચની મંજૂરી બાદ નવી તારીખ જાહેર કરવામાં આવશે.  ગ્રુપ A અને ગ્રુપ Bના પદો પર ભરતી માટે CCE 2024 પરીક્ષા 1 એપ્રિલથી 8 મે 2024 સુધી આયોજિત કરાઈ હતી. ગૌણ સેવા પસંદગી મંડળે જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત આશરે 22 કેડરમાં ભરતી કરવાનો નિર્ણય લીધો છે.

આ પોસ્ટ પણ વાંચો:   gseb ssc hsc duplicate mark sheet 2024: ધોરણ 10 12 ની ડુબલીકેટ માર્કશીટ કાઢવા માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી જાણો અહીંથી

પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર

આપને જણાવી દઈએ કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર વર્ગ-3ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Group-A and Group-B Combined Competitive Examination) અંતર્ગત કુલ 5554 જગ્યાઓ સીધી ભરતી ભરવા માટે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંગેના કાર્યક્રમમાં ફેરફાર પણ કરવામાં આવ્યો છે. ગૌણ સેવા પસંદગી મંડળ એડ નંબર 212 ની મુલતવી રહેલી પરીક્ષા તારીખ 11 અથવા 13મી મે થી લઈને 20મી મે સુધીમાં પૂરી કરવામાં આવી શકે છે. અત્યાર સુધી 2,88,000 ઉમેદવારોએ આપી પરીક્ષા. તારીખ 8 અને 9 વધુ 60000 ઉમેદવારો પરીક્ષા આપશે. કુલ 5,19,000 માં બાકી રહેલા ઉમેદવારો 20 મી એપ્રિલ સુધીમાં પરીક્ષા આપશે.

આ પોસ્ટ પણ વાંચો:   Lok Sabha Election 2024 | ભાજપની ચોથી યાદી જાહેર, આ 15 ઉમેદવારોને ટિકિટ, ગુજરાતની 4 બેઠકો પર કોણ?

Leave a Comment