ITI Admission 2024: ગુજરાત ITI માં એડમિશન ફોર્મ ભરવાનું શરૂ, આવી રીતે કરો તમારુ રજીસ્ટ્રેશન

ITI Admission 2024: આઈ.ટી. પ્રવેશ ફોર્મ ભરવા માંગો છો તો તમારે સત્તાવાર વેબસાઈટ પર જઈને ૧૩ જૂન 2024 સુધી ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે. જેના માટે તમારે જરૂરી ડોક્યુમેન્ટ તેમજ તમારી જરૂરી માર્ક્શીટની જરૂર રહેશે. આ અરજી ફોર્મ ભરવા માટે તમારે 50 રૂપિયા ફી પણ ભરવાની રહેશે અને જે રિફન્ડેબલ રહેશે નહીં. જેથી કરીને ઉમેદવારોએ નીચે આપેલ તમામ દસ્તાવેજો સાથે પોતાનું ITI Admission Form 2024 ભરવાનું રહેશે.

પાત્રતા

  • આઈટીઆઈમાં એડમિશન મેળવવા માટે ધોરણ 10 પાસ કરેલું હોવું જરૂરી છે
  • વિદ્યાર્થીની ઉંમર ઓછામાં ઓછી 14 વર્ષ હોવી જરુરી છે
  • અરજદાર પાસે ડોમીસાઈલ સર્ટી હોવું જરૂરી છે

ઓનલાઇન ફોર્મ ભરો – ITI Admission 2024 Apply Online

  • જે વિદ્યાર્થી મિત્રો આઈ.ટી.આઈ માં એડમિશન મેળવવા માંગે છે તેઓ સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ https://itiadmission.gujarat.gov.in/ પર જવું પડશે
  • હવે હોમ પેજ પર તેમને ITI Admission 2024 Apply લીંક દેખાશે જેના પર ક્લિક કરો
  • ત્યારબાદ તમારે સામે ITI એડમિશન ફોર્મ ખુલશે, જેને તમારે ભાષા પસંદ કરી અને માગ્યા મુજબની તમામ વિગતો દાખલ કરવાની રહેશે
  • જો તમારી પાસે યુનિક આઇડી(SSA ID) નંબર છે તો તમે તેને દાખલ કરીને ગેટ ડિટેલ બટન પર ક્લિક કરશો તો તમારી સંપૂર્ણ માહિતી ઓટોમેટીક પરાઈ જશે
  • ત્યારબાદ તમામ વિગતો દાખલ કરીને શૈક્ષણિક લાયકાત ની વિગતો પણ તમે બેઠક નંબર તેમજ ધોરણ 10 પાસ કરેલ વર્ષ દાખલ કરીને Fetch SSC Marks પર ક્લિક કરતા તમારે ધોરણ 10 ની માર્કશીટ ની વિગતો પણ ઓટોમેટીક દાખલ થઈ જશે.
  • ત્યારબાદ છેલ્લે તમને એક રજીસ્ટ્રેશન નંબર મળશે જેને સેવ કરી અને તેના આધારે ફરીથી તમે આ પોર્ટલ પર લોગીન થઈને તમારી જરૂરી માગ્યા મુજબના દસ્તાવેજ અપલોડ કરી શકો છો
  • તેમજ તમારો અરજી ફોર્મની તમામ વિગતો દાખલ કરી અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરી અને ફોર્મને કન્ફોર્મ કરો
  • છેલ્લે તમારે રજીસ્ટ્રેશન ફી નું ઓપ્શન દેખાશે જેમાં તમે ઓનલાઇન માધ્યમથી ફી ભરીને તમારી એડમિશન ફોર્મ ને સંપૂર્ણ રીતે સબમીટ કરી શકો છો.
આ પોસ્ટ પણ વાંચો:  GSEB 10th Results 2025: ધોરણ 10ની પરીક્ષાનું રિઝલ્ટ જાહેર, અહીં જુઓ તમારું રિઝલ્ટ

જરૂરી ડોક્યુમેન્ટ

  • ધોરણ 10 ની માર્કશીટ
  • જાતિનું પ્રમાણપત્ર
  • અરજદાર નું આધારકાર્ડ
  • નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ
  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  • જો ઉમેદવાર દિવ્યાંગ હોય તો તેનું પ્રમાણ
  • આવકનું પ્રમાણપત્ર
  • મોબાઈલ નંબર તમારી પાસપોર્ટ સાઈઝના બે ફોટા
આ પોસ્ટ પણ વાંચો:  Lunar Eclipse 2025 Tonight: Blood Moon Visible Across India – Full Eclipse Timings & Viewing Guide

Leave a Comment