Gujarat Rain Live Update: ગુજરાતમાં આજે ક્યાં જોવા મળશે વરસાદી માહોલ

Gujarat Rain Live Updates: રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા પાસે આવેલો ભાદર-2 ડેમ તેની પૂર્ણ સપાટીએ 100 ટકા ભરાઈ ગયો છે. આથી રૂલ લેવલ જાળવવા પાણી છોડવામાં આવે ત્યારે નદીના પટમાં તથા કાંઠા વિસ્તારમાં અવર જવર નહીં કરવા હાઈએલર્ટ જારી કરવામાં આવ્યું છે.

આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક માટે વરસાદી આગાહી કરવામાં આવી છે. જે અનુસાર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરત, નવસારી, વલસાડ અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગરમાં હળવો વરસાદ થવાની શક્યતા છે.

આ પોસ્ટ પણ વાંચો:   GSSSB Exam: CCE પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર, જુઓ શિફ્ટ સહિત સંપૂર્ણ માહિતી

ધોરાજી પાસેનો ભાદર-2 ડેમ 100 ટકા ભરાતાં હાઈએલર્ટ

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા પાસે આવેલો ભાદર-2 ડેમ તેની પૂર્ણ સપાટીએ 100 ટકા ભરાઈ ગયો છે. આથી રૂલ લેવલ જાળવવા પાણી છોડવામાં આવે ત્યારે નદીના પટમાં તથા કાંઠા વિસ્તારમાં અવર જવર નહીં કરવા હાઈએલર્ટ જારી કરવામાં આવ્યું છે.

આ પોસ્ટ પણ વાંચો:   Happy Holi 2024 Gujarati Wishes : Holi Wishes in Gujarati- હોળી અને ધુળેટી ની શુભેચ્છા

ઉમિયા સાગર ડેમનો એક દરવાજો એક ફૂટે ખોલાયો

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સીદસર ગામ પાસે આવેલો ઉમિયા સાગર ડેમ તેની નિર્ધારિત સપાટીએ પૂર્ણ ભરાઈ ગયેલ હોવાથી રાત્રે 10.15 વાગ્યે ડેમનો એક દરવાજો એક ફૂટે ખોલવામાં આવ્યો હતો, આથી રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના હરિયાસણ, ખારચીયા, ચરેલીયા, રાજપરા અને રબારીકા તથા જામજોધપુર તાલુકાના સીદસર ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા, માલમિલકત તથા ઢોરઢાંખરને નદીના પટમાં ન જવા દેવા અને સાવચેત રહેવા અધિક્ષક ઇજનેર, રાજકોટ સિંચાઈ વર્તુળ એકમની યાદીમાં જણાવાયું છે.

આ પોસ્ટ પણ વાંચો:   ટ્રેનમાં છોકરીના હોટ ડાન્સની અસલી મજા તો આ કાકાએ માણી, જવાનિયા પણ શરમાઈ ગયા Video જુઓ
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

Leave a Comment