Gujarat Police New Rules and Regulations: ગુજરાત પોલીસ ભરતીના નવા નિયમો, પરીક્ષા પાસ કરવા જાણી લો નવા નિયમો

Gujarat Police New Rules and Regulations 2024: સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા રાજ્યના યુવાનો માટે રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પધ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. જે અંતર્ગત અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી. તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા. જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેના કોઈ ગુણ રહેશે નહિ.

Download NEW RR PDF: Click Here

Download Exam Pattern And Syllabus PDF: Click Here

LRD ના નવા નિયમો જાહેર

ગુજરાત પોલીસ ભરતીના નવા નિયમો 2024: હવેથી શારીરિક લાયકાતમાં દોડ ના ગુણ નહીં મળે. દોડ ફક્ત નિયત સમયમાં પૂર્ણ કરવાની રહેશે. શારીરિક કસોટીમાં વજનનો મુદ્દો રદ કરવામાં આવ્યો. શારીરિક કસોટી માં પાસ થયેલા તમામ ઉમેદવારો ઓબ્જેક્ટીવ એમસીક્યુ ટેસ્ટમાં ભાગ લઈ શકશે. હવે 200 ગુણનું ત્રણ કલાકનું એક પેપર લેવાશે. આ પેપર ભાગ a અને b એમ બે ભાગમાં રહેશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40 ટકા ગુણ ફરજીયાત રહેશે. વિષયોમાં પણ થયો ફેરફાર.

આ પોસ્ટ પણ વાંચો:   Anushka Sharma And Virat Kohli Welcome Baby Boy: વિરાટ કોહલી બીજીવાર બન્યો પિતા, અનુષ્કા શર્માએ બીજા બાળકને આપ્યો જન્મ

Gujarat Police New Rules and Regulations

જુના પરીક્ષા નિયમોના વિષયો પૈકી સાયકોલોજી, સોશ્યોલોજી, આઈ.પી.સી., સી.આર.પી.સી., એવીડન્સ એક્ટ જેવા વિષયો રદ્ કરીને નીચે મુજબના મુખ્ય વિષયો રાખવામાં આવ્યા છે.

આ પોસ્ટ પણ વાંચો:   JEE Main Result 2024 declared: JEE મુખ્ય પરિણામ jeemain.nta.ac.in, ડાયરેક્ટ લિંક પર બહાર પાડવામાં આવ્યું છે
Gujarat Police New Rules and Regulations
Gujarat Police New Rules and Regulations

પહેલા લોકરક્ષકની ભરતીમાં ફક્ત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી કરેલા કોર્ષ માટે જ ઉમેદવારોને વધારાના ગુણ આપવામાં આવતા હતા. જેમાં પણ ઉમેરો કરીને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્ષ માટે વધારાના ગુણ આપવામાં આવશે અને આ ગુણ પરિણામના આધારે નહિ પરંતુ કોર્ષના સમયગાળા (Duration)ના આધારે નીચે મુજબ આપવામાં આવશે.

આ પોસ્ટ પણ વાંચો:   રાજસ્થાને RCBની આશા રોળતા IPLની બહાર ફેંક્યું, રાજસ્થાન રોયલ્સે ૧૯ ઓવરમાં ૬ વિકેટે ૧૭૪ રન બનાવીને બેંગલોરને પરાજય આપ્યો

કોર્સના આધારે વધારાના ગુણ આપવામાં આવશે

પહેલાં લોકરક્ષકની ભરતીમાં ફક્ત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી કરેલા કોર્સ માટે જ ઉમેદવારોને વધારાના ગુણ આપવામાં આવતા હતા, જેમાં પણ ઉમેરો કરીને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્સ માટે વધારાના ગુણ આપવામાં આવશે અને આ ગુણ પરિણામના આધારે નહીં, પરંતુ કોર્સના સમયગાળા (Duration)ના આધારે નીચે મુજબ આપવામાં આવશેઃ

કોર્સનો સમયગાળોવધારાના ગુણ
1 વર્ષ3
2 વર્ષ5
3 વર્ષ8
4 વર્ષ કે તેથી વધુ10

Download NEW RR PDF: Click Here

Download Exam Pattern And Syllabus PDF: Click Here

Leave a Comment