વર્ષનું ભરતી કેલેન્ડર જાહેર: છેલ્લાં કેટલાક વર્ષોમાં રાજ્ય સરકાર દ્વારા અનેક સેવાઓ ઓનલાઇન અને ઓટોમેટેડ કરવામાં આવી છે. પરિણામે કેટલાક વિભાગોમાં માનવીય સંસાધનની જરૂરિયાત ઘટી છે. છતાં પણ યુવાનોને રોજગારની તક મળે તે માટે અનેક નવા પદો ઉભા કરવામાં આવ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા લાંબા સમયથી રાહ જોવાતું 10 વર્ષનું ભરતી કેલેન્ડર આખરે જાહેર કરવામાં આવ્યું છે. 2024થી 2033 દરમિયાન રાજ્યના વિવિધ વિભાગોમાં કુલ 2,06,396 નવી ભરતીઓ કરવામાં આવશે. સાથે જ સરકાર દ્વારા તાજેતરના સુધારા અનુસાર 4582 નવી પોસ્ટ ઊભી કરાઈ છે, જ્યારે 2570 પોસ્ટ નાબૂદ પણ કરવામાં આવી છે.
સરકારી ભરતી પ્રક્રિયામાં કાર્યક્ષમતા લાવવા માટે કુલ 55 કેડરને ભેળવી 23 કેડર બનાવવામાં આવ્યા છે. સામાન્ય વહીવટ વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં હાલ 3158 કેડર-સંવર્ગ છે, જેમાંથી 173 કેડરની સ્ટ્રેન્થનું પુનરાવલોકન પણ કરવામાં આવ્યું છે. આગામી દસ વર્ષમાં કુલ 599 કેડરમાં ભરતી કરવામાં આવશે.
વિભાગોમાં ભરતીની વિગતો:
- ગૃહ વિભાગ: 43,389 જગ્યાઓ
- શિક્ષણ વિભાગ: 94,353 જગ્યાઓ (સૌથી વધુ)
- નાણાં વિભાગ: 3,407 જગ્યાઓ
- મહેસૂલ વિભાગ: 4,909 જગ્યાઓ
- માહિતી અને પ્રસારણ વિભાગ: 271 જગ્યાઓ
- પંચાયત વિભાગ: 15,513 જગ્યાઓ
- અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ: 625 જગ્યાઓ
- વન અને પર્યાવરણ વિભાગ: 2,257 જગ્યાઓ
- સામાન્ય વહીવટ વિભાગ: 1,320 જગ્યાઓ
- આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ: 11,612 જગ્યાઓ
- કાયદા વિભાગ: 278 જગ્યાઓ
- નર્મદા અને જળ સંપત્તિ વિભાગ: 4,679 જગ્યાઓ
- બંદરો અને વાહન વ્યવહાર વિભાગ: 1,074 જગ્યાઓ
- સાયન્સ અને ટેકનોલોજી વિભાગ: 181 જગ્યાઓ
- સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ: 1,229 જગ્યાઓ
- આદિજાતિ વિભાગ: 743 જગ્યાઓ
- મહિલા અને બાળ કલ્યાણ વિભાગ: 142 જગ્યાઓ
- ઊર્જા વિભાગ: 154 જગ્યાઓ
- કૃષિ વિભાગ: 3,822 જગ્યાઓ
- માર્ગ અને મકાન વિભાગ: 2,366 જગ્યાઓ
- રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ: 956 જગ્યાઓ
- શહેરી વિકાસ વિભાગ: 1,006 જગ્યાઓ
- શ્રમ અને રોજગાર વિભાગ: 3,781 જગ્યાઓ
ગુજરાત સરકારે ભરતી કેલેન્ડરને આપી મંજૂરી
નાણાં વિભાગમાં 3407 ભરતી કરાશે
અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં 625 ભરતી કરાશે
વન અને પર્યાવરણ વિભાગ 2257 ભરતી કરાશે
સમાન્ય વહીવટ વિભાગમાં 1320 ભરતી કરાશે
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં 11612 ભરતી કરાશે
માહિતી અને પ્રસારણ વિભાગમાં 271 ભરતી કરાશે
કાયદા વિભાગમાં 278 ભરતી કરાશે
નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં 4679 ભરતી કરાશે
બંદરો અને વાહન વ્યવહાર વિભાગાં 1074 ભરતી કરાશે
સાયન્સ અને ટેકનોલોજી વિભાગમાં 181 ભરતી કરાશે
સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગમાં 1229 ભરતી કરાશે
આદિજાતિ વિભાગમાં 743 ભરતી કરાશે
મહિલા અને બાળ કલ્યાણ વિભાગમાં 142 ભરતી કરાશે
ઊર્જા વિભાગમાં 154 ભરતી કરાશે
શિક્ષણ વિભાગમાં સૌથી વધુ 94353 ભરતી કરાશે
કૃષિ વિભાગમાં 3822 ભરતી કરાશે
પંચાયત વિભાગમાં 15513 ભરતી કરાશે
મહેસુલ વિભાગમાં 4909 ભરતી કરાશે
માર્ગ અને મકાન વિભાગમાં 2366 ભરતી કરાશે
રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગમાં 956 ભરતી કરાશે
શહેરી વિકાસ વિભાગમાં 1006 ભરતી કરાશે
ગૃહ વિભાગમાં 43389 ભરતી કરાશે
શ્રમ અને રોજગાર વિભાગમાં 3781 ભરતી કરાશે