બે વાર આપી શકાશે બોર્ડની પરીક્ષા,પછી બનશે માર્કશીટ: ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનું ટેન્શન થશે ઓછું

10th-12th Board Exams: સ્કૂલમાં દરેક બાળક બોર્ડની પરીક્ષાને લઈને ચિંતિત હોય છે. પરંતુ હવે આ તણાવ ઓછો થવા જઈ રહ્યો છે. કારણ કે હવે વિદ્યાર્થીઓ વર્ષમાં બે વખત બોર્ડની પરીક્ષા આપી શકશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ અંગે મોટી જાહેરાત કરી છે.

શૈક્ષણિક સત્ર 2025-26 થી, વિદ્યાર્થીઓ માટે વર્ષમાં બે વખત ધોરણ 10 અને 12 માટે બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવશે. તેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં અભ્યાસનો તણાવ ઓછો કરવાનો છે.

બે વખત બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવશે

શૈક્ષણિક સત્ર 2025-26 થી, વિદ્યાર્થીઓ માટે વર્ષમાં બે વખત ધોરણ 10 અને 12 માટે બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવશે. 2020માં બહાર આવેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP)ના ઉદ્દેશ્યોને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. તેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં અભ્યાસનો તણાવ ઓછો કરવાનો છે.

આ પોસ્ટ પણ વાંચો:  ગુજરાતમાં આ વર્ષે કેવો પડશે વરસાદ? દુષ્કાળની સંભાવના છે કે નહીં? આ મહિનાને લઈ અંબાલાલની ઘાતક આગાહી

બંને પરીક્ષાઓ પછી અંતિમ માર્કશીટ તૈયાર કરવામાં આવશે

આ સાથે જ વર્ષમાં બે વખત બોર્ડની પરીક્ષાઓ શરૂ કરવાનો હેતુ વિદ્યાર્થીઓને સારો દેખાવ કરવાની વધુ તક આપવાનો છે. બંને પરીક્ષાઓ પછી, અંતિમ માર્કશીટ તૈયાર કરવામાં આવશે, જેમાં બંનેના સ્કોર્સ જોવામાં આવશે.

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ NEPના ઉદ્દેશ્ય વિશે જણાવ્યું. તેમણે કહ્યું કે NEP લાવવાનો ઉદ્દેશ્ય તણાવમુક્ત, સાંસ્કૃતિક રીતે જોડાયેલ અને શૈક્ષણિક રીતે સમૃદ્ધ વિદ્યાર્થી બનાવવાનો છે. 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્રમાં પરિવર્તિત કરવાનો ઉદ્દેશ્ય પણ નક્કી કરવામાં આવ્યો છે અને આ માટે વિદ્યાર્થીઓ અને તેમનું શિક્ષણ વિશેષ ભૂમિકા ભજવશે.

આ પોસ્ટ પણ વાંચો:  What Does Mayday Call Mean : પાયલોટ ઈમરજન્સી સમયે Mayday.. Mayday શા માટે બોલે છે?આ છેલ્લા શબ્દોનો અર્થ ખબર છે તમને?

વિદ્યાર્થીઓમાં તણાવનું સ્તર ઘટાડવાનો હેતુ 

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા કરવામાં આવેલી જાહેરાતનો હેતુ વિદ્યાર્થીઓમાં તણાવનું સ્તર ઘટાડવાનો છે. શૈક્ષણિક પ્રવૃતિઓની સાથે તેમણે કલા, સંસ્કૃતિ અને રમતગમતમાં પ્રોત્સાહન આપવાની પણ વાત કરી હતી. આ માટે વિદ્યાર્થીઓ દર વર્ષે લગભગ 10 દિવસ સુધી બેગ વગર શાળાએ જઈ શકશે.

Leave a Comment