GSSSB Clerk Recruitment: વર્ગ-3ની 5554 જગ્યા માટે આ તારીખથી કોલલેટર કરી શકાશે ડાઉનલોડ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

GSSSB Exam Date 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ 1 એપ્રિલથી વર્ગ 3ની 5554 જગ્યા માટે પરીક્ષા શરૂ કરશે જે 19 દિવસ સુધી ચાલશે. ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) એડ નંબર 212 માં જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક સહિતની અનેક કેડરની પરીક્ષાનો કાર્યક્રમ તારીખ 1 એપ્રિલથી પ્રારંભ થઇ શકે છે. આ પરીક્ષાઓ તારીખ 8મી મે સુધી ચાલશે. 11 જિલ્લાના 55 સેન્ટર ઉપર દરરોજ 32 હજાર ઉમેદવાર ઓનલાઇન પરીક્ષા આપશે.

21 માર્ચ થી ઉમેદવારો પોતાના કોલલેટર ડાઉનલોડ કરી શકશે

આ પરીક્ષામાં પ્રશ્નના ખોટા જવાબમાં 0.25 ટકા નેગેટિવ મર્કિંગ ગણવામાં આવશે. 100 માર્ક ની ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે. રામ નવમીના દિવસે અને રજાના દિવસોમાં પણ પરીક્ષાઓ લેવામાં આવશે. 21 માર્ચ થી ઉમેદવારો પોતાના કોલલેટર ડાઉન લોડ કરી શકશે.

આ પોસ્ટ પણ વાંચો:  Panchayati Raj Recruitment 2024: પંચાયતી રાજ વિભાગમાં 6652 જગ્યાઓ માટે ભરતી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું, તમને તમારી પંચાયતમાં નોકરી મળશે.

પરીક્ષાના 1 કલાક અગાઉ પોહચવાનું રહેશે 

મહિલાઓ અને દિવ્યંગોને પોતાના જિલ્લામાં કે નજીકમાં પરીક્ષા કેન્દ્ર મળી રહે એ માટે આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષામાં કોઈ આચારસંહિતા લાગુ પડશે નહિ પરીક્ષા રાબેતા મુજબ ચાલુ રહેશે. ચૂંટણીની તારીખે જો પરીક્ષા હશે તો એ દિવસે પરીક્ષા રદ કરી અન્ય દિવસે યોજવામાં આવશે. પ્રથમ કોમ્યુટર બેઝ પરીક્ષા લેવામાં આવશે. ઉમેદવારોને કોમ્યુટર બેઝ પરીક્ષા ની જાણકારી માટે મંડળની વેબસાઈટ પર રાખેલ લિંક દ્વારા જાણકારી મેળવી શકશે.

4 શિફ્ટમાં પરીક્ષા લેવામાં આવશે

ઉમેદવારે પોતાનું ઓરીજીનલ ઓળખકાર્ડ સાથે લાવવાનું રહશે. પરીક્ષા શરૂં થવાના 15 મિનિટ પેહલા સુધી પ્રવેશ આપવામાં આવશે. ઉમેદવારો કોઈ ઇલેક્ટ્રિક ઉપકરણ સાથે લઈ જઈ શકશે નહિ. 4 શિફ્ટમાં પરીક્ષા લેવામાં આવવાની છે.

આ પોસ્ટ પણ વાંચો:  Vadodara Municipal Corporation Recruitment 2024

ઑગસ્ટ મહિના સુધી ફાઈનલ પરીક્ષા પૂર્ણ કરવાનું આયોજન 

સ્ક્રીનિંગ પરીક્ષા પૂર્ણ થયા બાદ પ્રોવિઝન આંસર કી વેબસાઈટ પર મૂકવામાં આવશે. ઉમેદવારોને ઓનલાઈન રજૂઆત કરવાની રહેશે. ત્યાર બાદ ફાઈનલ આન્સર કી મૂકવાની કામગીરી થશે.બંને ગ્રુપ પસંદ કરેલ ઉમેદવારો બંને પરીક્ષા આપી શકે એ માટે અલગ અલગ આયોજન કર્યું છે. ઑગસ્ટ મહિના સુધી ફાઈનલ પરીક્ષા પૂર્ણ થાય એ મુજબ આયોજન કરવામાં આવ્યું છે.

નોંધ:ઉમેદવારે પોતાનું ઓરીજીનલ ઓળખકાર્ડ સાથે લાવવાનું રહશે. પરીક્ષા શરૂં થવાના 15 મિનિટ પેહલા સુધી પ્રવેશ આપવામાં આવશે

મહત્વની લીંક

હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment