અંબાલાલ પટેલની આગાહી:4 સિસ્ટમ સક્રીય,આ તારીખથી ફરી મોટો રાઉન્ડ

Ambalal Patel predicts:દેશમાં ચોમાસું પૂરજોશમાં વરસાદ વરસાવી રહ્યું છે.આવી સ્થિતિમાં કાશ્મીર સિવાય દેશભરમાં ભારે વરસાદનું એલર્ટ અપાઈ રહ્યા છે.હાલ દેશમાં કુલ 6 એવા પરિબળો સક્રિય થયા જેના લીધે જમ્મુ-કાશ્મીર, લેહ લદ્દાખ સિવાય આખા દેશમાં ભારેથી લઈને અત્યંત ભારે વરસાદની શક્યતા છે.આ તમામ પરિબળોની ગુજરાતના હવામાન પર શું અસર થશે અને વરસાદની ગતિવિધિ કેવી જોવા મળશે?

અંબાલાલ પટેલની નવી આગાહી

Ambalal Patel predicts:અંબાલાલ પટેલે અષાઢી બીજને દિવસે પડેલ વીજળીના આઘારે કરેલી આગાહીમાં જણાવ્યું કે,આકાશમાં વાદળો ઘેરાયેલા છે,અને અષાઢી બીજે પૂર્વ દિશામાં વીજળી ચમકી છે.જેથી હવે વરસાદ થવાની શક્યતા છે.8,9 અને 10 જુલાઇમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ઘણાં વિસ્તારોમાં 1 ઈંચ કે તેથી વધુ વરસાદ થઇ શકે છે.

આ પોસ્ટ પણ વાંચો:  ખેડૂતો માટે રાહતના સમાચાર સરકાર 14 ખરીફ પાકોના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કર્યો

આ સાથે અંબાલાલે સૌરાષ્ટ્રના વરસાદ અંગેની આગાહીમાં કહયું કે,સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો તથા દક્ષિણ ગુજરાતના ભાણા વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા રહેલી છે.ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શકયતા પણ છે.આ સાથે તારીખ 17 જુલાઈ પછી સારા વરસાદની શક્યતા અંબાલાલ પટેલ વ્યકત કરવામાં આવી છે.

4 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય

દેશમાં 4 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે.ઉપરાંત ઓફ-શોર ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ,એમ એમ કુલ 6 પરિબળોના કારણે જમ્મુ-કાશ્મીર,લેહ લદ્દાખ સિવાય દેશભરમાં ભારેથી લઈને અત્યંત ભારે વરસાદની શક્યતા છે.

આ પોસ્ટ પણ વાંચો:  EWS Awas Yojana Ahmedabad | EWS આવાસ યોજનાના ફોર્મમાં કેટલી ડિપોઝિટ છે? જાણો, ડ્રોમાં મકાન લાગે તો પૈસા ભરવા કેટલો સમય મળશે

ચોમાસાની ચાલુ સિઝનમાં કદાચ પહેલીવાર એવું થઈ રહ્યું છે કે દેશના આટલા બધા રાજ્યોમાં એકસાથે એલર્ટ જાહેર કરવામાં આવ્યું હોય.

દક્ષિણ ગુજરાતથી છેક ઉત્તર કેરળ સુધી ઓફ-શોર ટ્રફ હોવાથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

મહત્વપૂર્ણ લીંક

હવામાનની સત્તાવાર આગાહી માટે વેબસાઇટઅહિં કલીક કરો
હોમ પેજઅહિં કલીક કરો

Leave a Comment