Gseb Hsc Ssc Supplementary Exam 2025 : ધોરણ 10માં નાપાસ વિદ્યાર્થીઓ માટે વર્ષ ન બગડે અને પરિણામ સુધારવા માટે પુરક પરીક્ષાનો પણ વિકલ્પ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા રાખવામાં આવ્યો છે.
ગુજરાત માદ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 10 બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કરી દીધું છે. ત્યારે ધોરણ. 12 વિજ્ઞાનનું 83.51 ટકા, ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ નોંધાયું હતું. જ્યારે ધોરણ 10નું 83.08 ટકા પરિણામ રહ્યું છે. જોકે, બોર્ડ પરીક્ષાઓમાં એવા પણ વિદ્યાર્થીઓ છે જેઓ એક, બે કે તેથી વધુ વિષયોમાં નાપાસ થયા છે.
ધોરણ 10માં નાપાસ વિદ્યાર્થીઓ માટે વર્ષ ન બગડે અને પરિણામ સુધારવા માટે પુરક પરીક્ષાનો પણ વિકલ્પ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા રાખવામાં આવ્યો છે. આ પૂરક પરીક્ષાનાં આવેદનપત્રો બોર્ડની વેબસાઈટ www.gseb.org પરથી શાળા મારફતે ઓનલાઈન ભરવાના રહેશે. આવેનદ પત્રો તથા ફી શાળા દ્વારા ફક્ત ઓનલાઈન માધ્યમથી જ સ્વીકારવામાં આવશે.
યાદીમાં વિદ્યાર્થીનું નામ ન હોય તો શું કરવું?
કોઈ કારણસર કોઈ અનુત્તીર્ણ ઉમેદાવર હોય અને પૂરક પરીક્ષા 2025માં બેસવા માંગતો હોય તેમજ તેનું નામ શાળાઓને પરિણામ સાથે મોકલાવેલ યાદીમાં તેમજ ઓનલાઈન યાદીમાં ન હોય તો તેના ગુણપત્રક અને S.R.ની ખરાઈ કરીને આચાર્ચ દ્વારા આ સાથે આપવામાં આવેલ પરિશિષ્ટ કમાં તે ઉમેરી જરૂરી આધારો અને ફી મેળવી પરિશિષ્ટ-એની એક નકલ સાથે રૂબરૂ બોર્ડના માધ્યમિક વિભાગની એબીસી શાખાને મોકલાવની રહેશે.
પૂરક પરીક્ષાની ફી કેટલી રહેશે
પેપર | ફી |
એક વિષય | ₹150 |
બે વિષય | ₹215 |
ત્રણ વિષય | ₹275 |
ત્રણથી વધારે વિષયો | ₹395 |
કન્યા ઉમેદવાર અને દિવ્યાંગ ઉમેદવારોને સરકારે પરીક્ષા ફી ભરવામાં મુક્તિ આપેલી છે. તેથી કન્યા ઉમેદવાર અને દિવ્યાંગ ઉમેદવાર પાસેથી પરીક્ષા લેવાની રહેતી નથી. પરંતુ પૂરક પરીક્ષા 2025 માટે ઓનલાઈન આવેદન કરવું ફરજિયાત છે. શૂ ફી રિસીપ્ટ રજીસ્ટ્રેશનના આધાર તરીક સાચવી રાખવાની રહેશે.
આવા ઉમેદવારો પૂરક પરીક્ષા આપી નહીં શકે
પૃથક ઉમેદવારો તથા ફેબ્રુઆરી-માર્ચ 2025માં નોંધાયેલ ન હોય તેવા ઉમેદવારો આગામી પૂરક પરીક્ષા 2025ની પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકશે નહીં. આ ઉપરાંત પૂરક પરીક્ષાની મહત્વની માહિતી જાણવા માટે ઉમદેવારોએ આ લેખમાં આપેલા નોટિફિકેશનના પાના નંબર 41થી 48 વાંચવા.
નોટીફિકેશન વાંચવા | Click here |
આવનારા સમાચાર વાંચવા માટે | Click here |