પ્રાકૃતિક ખેતી યોજના 2024: પ્રાકૃતિક ખેતી યોજનાની ફોર્મ ભરવાનું શરૂ,જાણો યોજનાની સહાય અને વિશેષ જોગવાઈઓ

પ્રાકૃતિક ખેતી યોજના: ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા એક નવીન યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ, શાકભાજીની પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂ. 20,000 સુધીની સહાય આપવામાં આવશે. આ યોજના આ વર્ષથી અમલમાં આવી છે અને ખેડૂતોને રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ઉપયોગ વિના ખેતી કરવા પ્રોત્સાહિત કરવાનો ઉદ્દેશ ધરાવે છે.

પ્રાકૃતિક ખેતી યોજનાની મુખ્ય વિશેષતાઓ

  • સહાયની રકમ અને પાત્રતા
  • HRT-2: સામાન્ય વર્ગના ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂ. 20,000 સુધીની સહાય. ઓછામાં ઓછા 0.20 હેક્ટરથી મહત્તમ 2.00 હેક્ટર સુધીના વાવેતર માટે આજીવન એક જ વાર સહાય મળવાપાત્ર.
  • HRT-3 (અનુસુચિત જનજાતિ): અનુસુચિત જનજાતિના ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂ. 20,000 સુધીની સહાય. ઓછામાં ઓછા 0.10 હેક્ટરથી મહત્તમ 2.00 હેક્ટર સુધીના વાવેતર માટે આજીવન એક જ વાર સહાય મળવાપાત્ર.
  • HRT-4 (અનુસુચિત જાતિ): અનુસુચિત જાતિના ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂ. 20,000 સુધીની સહાય.ઓછામાં ઓછા 0.20 હેક્ટરથી મહત્તમ 2.00 હેક્ટર સુધીના વાવેતર માટે આજીવન એક જ વાર સહાય મળવાપાત્ર.
  • સહાયનું વિતરણ: લાભાર્થી ખેડૂતોને સહાયની રકમ ડીબીટી (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) દ્વારા સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
  • લાભાર્થીની પાત્રતા:જિલ્લાની આત્મા કચેરી દ્વારા તૈયાર કરેલ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની યાદીમાં સમાવિષ્ટ ખેડૂતો.આત્માના FIG (Farmer Interest Group)માં સમાવિષ્ટ ખેડૂતો.
આ પોસ્ટ પણ વાંચો:   Ikhedut Portal Registration Gujarat 2023-24: આઇ ખેડૂત યોજના માટે અરજી કેવી રીતે કરવી જાણો અહિયાં થી

પ્રાકૃતિક ખેતી યોજનાનો ઉદ્દેશ

પ્રાકૃતિક ખેતી એ ખેડૂતો અને ગ્રાહકો બંને માટે ફાયદાકારક છે.આ પદ્ધતિથી ઉત્પાદિત શાકભાજીની વધતી માંગને કારણે ખેડૂતોને વધુ સારા ભાવ મળી શકે છે,જેનાથી તેમની આવકમાં વધારો થઈ શકે છે.વધુમાં,પ્રાકૃતિક ખેતી પર્યાવરણને અનુકૂળ છે કારણ કે તે રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ઉપયોગને ટાળે છે,જે જમીન અને પાણીના પ્રદૂષણને અટકાવવામાં મદદ કરે છે.સૌથી અગત્યનું, પ્રાકૃતિક ખેતીથી ઉગાડવામાં આવતા શાકભાજી રાસાયણિક અવશેષોથી મુક્ત હોય છે,જે તેમને વધુ પૌષ્ટિક અને સ્વાસ્થ્યપ્રદ બનાવે છે.આમ,પ્રાકૃતિક ખેતી જે આર્થિક સમૃદ્ધિ, પર્યાવરણીય સંરક્ષણ અને લોકોના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે.

આ પોસ્ટ પણ વાંચો:   શ્રવણ તીર્થ દર્શન યોજના 2024: Shravan Tirth Darshan Yojana

i-ખેડૂત પોર્ટલ પર પ્રાકૃતિક ખેતી યોજના માટે અરજી કરવાની રીત

  • તમારા કોમ્પ્યુટર કે મોબાઈલમાં ઈન્ટરનેટ બ્રાઉઝર ખોલીને https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ પર જાઓ.
  • જો તમારી પાસે પહેલેથી જ i-ખેડૂત એકાઉન્ટ છે,તો તમારા યુઝરનેમ અને પાસવર્ડથી લોગિન કરો. જો નથી,તો“નવું રજીસ્ટ્રેશન”બટન પર ક્લિક કરીને નવું એકાઉન્ટ બનાવો.
  • હોમપેજ પર અથવા મેનુમાં“યોજનાઓ”વિભાગમાં જાઓ. ત્યાં ઉપલબ્ધ વિવિધ બાગાયતી યોજનાઓની યાદી જોવા મળશે.તમારી બાગયતી યોજના પર ક્લિક કરો.જ્યાં તમને નીચે મુજબનું લિસ્ટ દેખાશે.
  • યોજનાની વિગતો વાંચ્યા પછી,શાક્ભાજીની પ્રાકૃતિક ખેતી યોજના સામેના”ઓનલાઇન અરજી કરો”બટન પર ક્લિક કરો.
  • અરજી ફોર્મ ખુલશે.તેમાં પૂછેલી તમામ માહિતી સાચી અને સંપૂર્ણ રીતે ભરો.આમાં તમારી વ્યક્તિગત માહિતી,જમીનની વિગતો,બેંક ખાતાની માહિતી વગેરેનો સમાવેશ થાય છે.
  • ફોર્મમાં જણાવેલ જરૂરી દસ્તાવેજો જેમ કે,જમીનના ૭/૧૨ અને ૮-અ,આધાર કાર્ડ,બેંક પાસબુક વગેરે સ્કૅન કરીને અપલોડ કરો.
  • બધી માહિતી અને દસ્તાવેજો અપલોડ કર્યા પછી,ફોર્મની સમીક્ષા કરો અને પછી “સબમિટ કરો” બટન પર ક્લિક કરો.
  • સબમિટ કર્યા પછી તમને એક અરજી નંબર મળશે. આ નંબર સાચવી રાખો,જેથી તમે ભવિષ્યમાં તમારી અરજીની સ્થિતિ ચકાસી શકો.
આ પોસ્ટ પણ વાંચો:   નમો લક્ષ્મી યોજના 2024: જાણો પાત્રતા અને અરજી પ્રક્રિયા | Namo Laxmi Yojana Apply Online in Gujarat

ખેડુત ભાઈઓ તમે વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકની કચેરી, મોરબીનો સંપર્ક કરો જેનો ફોન નં: 02822 – 241240 છે. તેમજ આ યોજના માટેની અરજીની છેલ્લી તારીખ 13 ઓગસ્ટ 2024 છે.

અરજી કરવા માટે જરૂરી લીંક 

અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment