Police Bharti News: ખાખીના ઉમેદવારો તૈયારી શરૂ કરી દો, પોલીસ ભરતીની પરીક્ષાની તારીખ જાહેર!

Police Bharti News: ગુજરાત પોલીસ ભરતી મામલે મહત્વની જાણકારી સામે આવી રહી છે. પોલીસ ભરતી બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓની સરળતા માટે અંદાજિત સમય પત્રક જાહેર કરવામાં આવ્યું છે. જેમાં શારિરીક કસોટીથી લઈને લેખિત પરીક્ષાના પરિણામ સુધીનું અંદાજિત સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય ભરતી બોર્ડના અધ્યક્ષ દ્વારા માહિતી આપવામાં આવી છે કે અત્યાર સુધીમાં 267000 અરજી કન્ફર્મ થઈ છે. પોલીસ દળમાં સબ ઈન્સ્પેક્ટર કેડર સહિતની 12,472 જગ્યાઓ માટે ફૉર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે જેની છેલ્લી તારીખ 30 એપ્રિલ છે. ઉમેદવારો. https://ojas.gujarat.gov.in/ વેબસાઈટ પર જઈને ફોર્મ ભરી શકશે.

Police Bharti Exam Date

ગુજરાત પોલીસ ભરતી મામલે મહત્વની જાણકારી સામે આવી રહી છે. પોલીસ ભરતી બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓની સરળતા માટે અંદાજિત સમય પત્રક જાહેર કરવામાં આવ્યું છે. જેમાં શારિરીક કસોટીથી લઈને લેખિત પરીક્ષાના પરિણામ સુધીનું અંદાજિત સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે.

આ પોસ્ટ પણ વાંચો:  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેરાત, ધોરણ 10 રીઝલ્ટ 2024 જાહેર, ડાઉનલોડ કરો અહીંથી

ઉમેદવારોની ફિઝિકલ અને લેખિત પરીક્ષા 

ભરતી માટે PSI કક્ષાના ઉમેદવારોની શારીરિક ટેસ્ટ અને મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવશે. PSI માટે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાના પેપર પૂછાશે. જ્યારે લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટીની સાથે MCQની ટેસ્ટ પણ લેવામાં આવશે.  ઉમેદવારો માટે ટોલ ફ્રી નંબર 1800 233 5500 પણ જાહેર કરાયો છે, જેના પર રિવાર સિવાય સવારે 10.30થી 6 સુધી પૂછપરછ કરી શકાશે.

આ પોસ્ટ પણ વાંચો:  Google Pay Se Paisa Kamaye:ઘરેબેઠા તમારા મોબાઇલ પર Google Pay થી રોજના 1000 રૂપિયા કમાઓ

અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઉત્તમ તક

પોલીસ ભરતી બોર્ડે જાણકારી આપી છે કે, ધોરણ 12 અને કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પોલીસ ભરતીને લઈ અરજી કરી શકશે. રાજ્યના ધો.12 અને કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ તાજેતરની પોલીસ ભરતીમાં ધો.12 અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને પરીક્ષામાં અરજીની તક મળશે. એટલે કે મે મહિનામાં પરિણામ આવ્યા બાદ ચોમાસા પછી શારિરિક પરિક્ષા પહેલા આવા વિદ્યાર્થીઓ અરજી કરી શકશે.

Leave a Comment