સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana) યોજના માત્ર દીકરીઓ માટે છે. આ યોજનામાં ખાતું ખોલાવીને, તમે તમારી દીકરીના ઉચ્ચ શિક્ષણ અને લગ્ન માટે સારી એવી રકમ જમા કરાવી શકો છો. આ એક નાની બચત યોજના છે.
Sukanya Samriddhi Yojana 2024 | સુકન્યા સમૃદ્ધિ યોજના
યોજનાનું નામ | સુકન્યા સમૃદ્ધિ યોજના 2024 |
લભાર્થીઓ | ૦ થી ૧૦ વર્ષની બાળકીઓ |
ઉદેશ્ય | બળકીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે |
કોણ અરજી કરી શકે છે? | તમામ ભારતીય અરજદારો અરજી કરી શકે છે. |
એપ્લિકેશન મોડ | ઑફલાઇન પોસ્ટ ઑફિસની મુલાકાત લેવી |
મોંઘવારીના આ જમાનામાં મધ્યમવર્ગીય પરિવારોને બે છેડાં ભેગા કરવાની ચિંતા હંમેશા સતાવતી હોય છે. વધતી જતી મોંઘવારીમાં પહેલા બાળકોનો અભ્યાસ અને પછી લગ્ન પાછળ મોટો ખર્ચ થઈ જાય છે. ત્યારે મધ્યમ વર્ગના માતાપિતાને હંમેશા આ અંગે ચિંતા થતી રહે છે. એવામાં સરકારની એક યોજના ઘણી ફાયદાકારક સાબિત થઈ શકે છે, જે છે સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana). આ યોજના માત્ર દીકરીઓ માટે છે. આ યોજનામાં ખાતું ખોલાવીને, તમે તમારી દીકરીના ઉચ્ચ શિક્ષણ અને લગ્ન માટે સારી એવી રકમ જમા કરાવી શકો છો. આ એક નાની બચત યોજના છે.
કઈ ઉંમરે ખોલાવવું જોઈએ ખાતું?
સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana) હેઠળ, માતા-પિતા તેમની દીકરી 10 વર્ષની થાય એ પહેલા સુધી ખાતું ખોલાવી શકે છે. સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana) હેઠળ એક પરિવારમાં માત્ર 2 દીકરીઓ માટે જ ખાતું ખોલી શકાય છે. જોડિયા અથવા ત્રણ બાળકો એક સાથે હોવાના કિસ્સામાં 2 થી વધુ ખાતા ખોલાવી શકાય છે. આ યોજનામાં ખાતું ખોલાવવાથી મહત્તમ 15 વર્ષ પૂર્ણ ન થાય ત્યાં સુધી યોગદાન આપી શકાય છે. જો કોઈ રોકાણકાર તેની દીકરીના જન્મ પછી તરત જ આ યોજનામાં ખાતું ખોલાવે છે, તો તે 15 વર્ષ સુધી તેનું યોગદાન જમા કરાવી શકે છે. આ પછી 6 વર્ષનો લોક-ઇન પિરિયડ હોય છે. આ સમયગાળા દરમિયાન કોઈ રોકાણ કરવું પડતું નથી, પરંતુ વ્યાજ મળતું રહે છે. આ યોજનામાં, જ્યારે દીકરી 18 વર્ષની થાય ત્યારે મેચ્યોરિટી રકમના 50 ટકા ઉપાડી શકાય છે. બાકીની રકમ જ્યારે દીકરી 21 વર્ષની થઈ જાય ત્યારે ઉપાડી શકાય છે.
કેટલું મળે છે વ્યાજ?
કેન્દ્ર સરકાર દર ક્વાર્ટરમાં નાની બચત યોજનાઓના વ્યાજ દરોની જાહેરાત કરે છે. એટલે કે સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana) માટે દર ત્રણ મહિને વ્યાજ દર નક્કી કરવામાં આવે છે. નાની બચત યોજનાઓ પર મોટાભાગે ઊંચા વ્યાજ દર રાખવામાં આવે છે. વર્તમાન ત્રિમાસિક ગાળા માટે આ યોજનામાં વ્યાજ દર વાર્ષિક 8.2 ટકા છે. આ વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ દર છે.
કેવી રીતે મળશે 70 લાખ રૂપિયા
સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana) માં તમે એક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા રૂ 250 અને વધુમાં વધુ રૂ 1,50,000 જમા કરાવી શકો છો. તમે આ રોકાણ હપ્તા અથવા એકસાથે કરી શકો છો. ધારો કે તમે વર્ષ 2024માં તમારી દીકરી 1 વર્ષની થવા પર સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ખોલાવ્યું છે. જો તમે દર નાણાકીય વર્ષમાં સુકન્યા સમૃદ્ધિ ખાતામાં રૂ. 1,50,000 જમા કરાવો છો, તો તમને વર્ષ 2045માં પાકતી મુદતના સમયે કુલ રૂ. 69,27,578 મળી શકે છે. આમાં તમારા દ્વારા રોકાણ કરાયેલી રકમ 22,50,000 રૂપિયા હશે અને વ્યાજની આવક 46,77,578 રૂપિયા હશે. આ યોજનામાં એક વર્ષમાં કરેલા 1.50 લાખ રૂપિયા સુધીના રોકાણ પર આવકવેરા મુક્તિનો લાભ પણ મળે છે. આ સ્કીમ EEE સ્ટેટસ સાથે આવે છે.