Vahli Dikri Yojana Gujarat 2025: વ્હાલી દીકરી યોજના

Vahli Dikri Yojana Gujarat 2025: ગુજરાત સરકાર દ્વારા વ્હાલી દીકરી યોજના (Vahli Dikri Yojana In Gujarati) શરુ કરવામાં આવેલી છે. જે પરિવારમાં દીકરી નો જન્મ થાય તેમને રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. આ સહાય માં એક લાખ દસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. આ યોજના નો મુખ્ય ઉદેશ છોકરીઓના જન્મ દરમાં સુધારો કરવાનો છે.

વ્હાલી દીકરી યોજના 2025: ગુજરાતના મુખ્યમંત્રીએ રાજ્યની દીકરીઓને આર્થિક સહાય પૂરી પાડવાના ઉદ્દેશ સાથે 2019 માં વ્હાલી દીકરી યોજના શરૂ કરી હતી. આ યોજનામાં લાભાર્થીઓને રૂ .1,10, 000/- ની આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને તેમના બેંક ખાતામાં સીધા ત્રણ હપ્તામાં રકમ આપવામાં આવશે. હવે અમે તમને વ્હાલી દીકરી યોજના 2024 સંબંધિત વિગતો આપીશું જેથી કરીને તમે આ યોજના માટે અરજી કરી શકશો.

ડો.આંબેડકર આવાસ યોજના મેળવો રૂ.1 લાખ 20 હજારની મકાન સહાય, જાણો અરજી પ્રક્રિયા, ડોક્યુમેન્ટ લિસ્ટ વગેરે – Dr. Ambedkar Awas Yojana

Kuvarbai Nu Mameru Yojana : કૂવરબાઈનું મામેરું યોજના 2025 સરકાર આપશે ગરીબ દિકરીઓના કલ્યાણ માટે 12,000 ની સહાય

Vahli Dikri Yojana Gujarat 2025

યોજનાનું નામવ્હાલી દીકરી યોજના 2025
રાજ્યગુજરાત
હેતુદીકરીઓનું જન્મપ્રમાણ વધારો કરવો, શિક્ષણનો વ્યાપ વધારવો, દીકરીઓનું બાળલગ્નો અટકાવવા વગેરે
સહાય1,10,000/- રૂપિયા
કોને લાભ મળેગુજરાત ની દીકરીઓ
અરજી નો પ્રકારઓફલાઈન
સત્તાવાર વેબસાઇટwcd.gujarat.gov.in

વ્હાલી દીકરી યોજનાનો મુખ્ય હેતુ

  • દિકરીઓનું જન્મ પ્રમાણ વધારવું.
  • દિકરીઓનો શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશીયો ઘટાડવો.
  • છોકરીઓને શિક્ષણ પ્રાપ્ત કરવાનું ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરો.
  • દિકરીઓ/સ્ત્રીઓનું સમાજમાં સર્વાંગી સશકિતકરણ કરવું.
  • બાળલગ્ન અટકાવવા.
આ પોસ્ટ પણ વાંચો:  Ayushman Mitra Online Registration 2024: 12મું પાસ યુવકોને મળશે 15 હજારથી લઈને 30 હજાર રૂપિયા સુધીનો પગાર, જુઓ સંપૂર્ણ માહિતી

વ્હાલી દીકરી યોજના માટે મળવાપાત્ર સહાય (Vahli Dikri Yojana Benefits)

વ્હાલી દીકરી યોજના અંતર્ગત દીકરીને કુલ રૂ.1,10,000 ની સહાય ત્રણ હપ્તા માં મળવા પાત્ર છે.

  • પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂ.૪૦૦૦ની સહાય
  • નવમાં ધોરણમાં પ્રવેશ વખતે રૂ.૬૦૦૦ની સહાય.
  • ૧૮ વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે રૂ.૧.૦૦ લાખની સહાય.

વ્હાલી દીકરી યોજના માટે મુખ્ય પાત્રતા

  • લાભાર્થી ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ.
  • તા.02/08/2019 કે ત્યારબાદ જન્મેલ દીકરીને લાભ મળવાપાત્ર રહેશે.દીકરીના જન્મ સમયે માતાની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઇએ.
  • દીકરીના જન્મ સમયે માતાની ઉંમર ૧૮ વર્ષ કે તેથી વધુ હોવી જોઇએ.
  • દંપતિની પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે
  • કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માટે રૂ.2 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ
  • અરજદારનું બેંક ખાતું હોવું અને બેંક ખાતું આધાર સાથે લિંક હોવું જરૂરી છે
  • આ યોજના તમામ કેટેગરીના લોકો માટે છે, કોઈપણ કેટેગરીની છોકરી આ યોજના માટે પાત્ર હશે.
આ પોસ્ટ પણ વાંચો:  Hybrid Biyaran Yojana 2024:ગુજરાત ના ખેડૂતોને હાઈબ્રિડ બિયારણ ખરીદવા માટે 75 હજારની સહાય

વહાલી દીકરી યોજના ડોક્યુમેન્ટ લિસ્ટ (Vahli Dikri Yojana Documents List)

  • દીકરી નું જન્મ પ્રમાણપત્ર
  • ડોમિસાઇલ પ્રમાણપત્ર
  • આવક પ્રમાણપત્ર
  • રહેઠાણનું પ્રમાણ પત્ર
  • માતા-પિતાના આધારકાર્ડ
  • માતા–પિતાનું જન્મનું પ્રમાણપત્ર
  • માતા-પિતાનું લગ્નની નોંધણીનું પ્રમાણપત્ર
  • અરજદારના રેશનકાર્ડની નકલ.
  • બેંક એકાઉન્ટ પાસબુક

વ્હાલી દીકરી યોજના માટે અરજી કેવી રીતે કરવી?

રસ ધરાવતા પાત્ર ઉમેદવારો Vahli Dikri Yojana Form Pdf ડાઉનલોડ કરીને સરળતાથી અરજી ફોર્મ/નોંધણી ફોર્મ ભરી શકે છે. વ્હાલી દીકરી યોજના ના ફોર્મ વિનામૂલ્યે ગ્રામ પંચાયત અને બાલ અધિકારીશ્રી ની કચેરી અથવા આંગણવાડી કેન્દ્ર અથવા CDPO ( ચાઈલ્ડ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ ઓફિશર કચેરી) થી મળી જશે.

વ્હાલી દીકરી યોજના ફોર્મ pdf (Vahli Dikri Yojana Form Pdf)

વ્હાલી દીકરી યોજના નું ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા એપ્લીકેશન ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરો તમે વ્હાલી દીકરી યોજનાનું એપ્લીકેશન ફોર્મ પીડીએફ (Vahli Dikri Yojana Form Pdf) ના સ્વરૂપ માં ડાઉનલોડ કરી શકો છો.

વ્હાલી દીકરી યોજના માટે હેલ્પલાઇન નંબર (Vahli Dikari Yojan Helpline Number)

વ્હાલી દીકરી યોજના માટે કોઈ પણ સમસ્યા હોઈ તો હેલ્પલાઇન નંબર (HelpLine Number):- 079-232-57942 સંપર્ક કરી શકો છો.

IKhedut Portal Registration

મહત્વપૂર્ણ લિંક

Vahli Dikri Yojana Form Pdfઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો

Leave a Comment