VMC Recruitment 2024: વડોદરા મહાનગરપાલિકામાં 09 પાસથી તમામ માટે ભરતીનો મોકો આવી ગયો છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.
VMC Recruitment 2024
સંસ્થા | વડોદરા મહાનગરપાલિકા |
પોસ્ટ | વિવિધ |
અરજી માધ્યમ | ઓફલાઇન |
અરજી છેલ્લી તારીખ | 20 ફેબ્રુઆરી 2024 |
સત્તાવાર વેબસાઈટ | https://vmc.gov.in/ |
પોસ્ટનું નામ:
વડોદરા મહાનગરપાલિકા દ્વારા ડિવિઝનલ ઓફિસર, સ્ટેશન ઓફિસર, ફાયરમેન, મિકેનિક, જુનિયર ક્લાર્ક, ટેલિફોન ઓપરેટર, સફાઈ કર્મચારી તથા સિક્યોરિટી ગાર્ડના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.
ખાલી જગ્યા:
વડોદરા મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ પદો માટે કુલ 18 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. પોસ્ટ અનુસાર ખાલી જગ્યા તમે જાહેરાતમાં જોઈ શકો છો.
શેક્ષણિક લાયકાત:
આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ ધોરણ 09 પાસ, ધોરણ 10 પાસ, સ્નાતક તથા અનુસ્નાતક સુધી માંગવામાં આવી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.
વયમર્યાદા:
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા ઓછામાં ઓછી 20 વર્ષ તથા વધુમાં વધુ 35 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.
પગારધોરણ:
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને કેટલા રૂપિયા પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે મુજબના ટેબલમાં જોઈ શકો છો.
પોસ્ટનું નામ | પગારધોરણ |
ડિવિઝનલ ઓફિસર | 35,000 રૂપિયા |
સ્ટેશન ઓફિસર | 27,500 રૂપિયા |
ફાયરમેન | 19,500 રૂપિયા |
મિકેનિક | 23,000 રૂપિયા |
જુનિયર ક્લાર્ક | 23,000 રૂપિયા |
ટેલિફોન ઓપરેટર | 23,000 રૂપિયા |
સફાઈ કર્મચારી | 7,500 રૂપિયા |
સિક્યોરિટી ગાર્ડ | 7,500 રૂપિયા |
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:
આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- સહી
- લિવિંગ સર્ટિફિકેટ
- માર્કશીટ
- ડિગ્રી
- અનુભવનું પ્રમાણપત્ર
- તથા અન્ય જરૂરી પુરાવાઓ
પસંદગી પ્રક્રિયા:
VMC ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ/શારીરિક કસોટી/લેખિત કસોટી દ્વારા કરવામાં આવી શકે છે. ઉમેદવારની પસંદગી 11 માસના કરાર ઉપર કરવામાં આવશે.
અરજી કઈ રીતે કરવી?
VMCની આ વેકેન્સીમાં ઇચ્છુક ઉમેદવારો ઓફલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી 2024 છે. ઓફલાઈન તમે ઇન્ડિયા પોસ્ટના માધ્યમથી અરજીફોર્મ મોકલી શકો છો. અરજી ફોર્મ નીચે મુજબ આપેલ છે. અરજી મોકલવાનું સરનામું ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, દરજીપુરા, વડોદરા છે.
જરૂરી તારીખો:
ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ અંતર્ગત વડોદરા મહાનગરપાલિકાની આ ભરતીની નોટિફિકેશન 26 જાન્યુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 26 જાન્યુઆરી 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી 2024 છે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
સત્તાવાર વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી ફોર્મ માટે | અહીં ક્લિક કરો |
વધુ મહિતી માટે | અહીં ક્લિક કરો |