SBI e-Mudra Online Apply 2024 : રૂપિયા 50,000 ની લોન ઓનલાઈન અરજી કરીને મેળવો.

Govt. Jobs & Schemes Updates એપ ડાઉનલોડ

Sbi e-Mudra Scheme in Gujarati | એસ.બી.આઈ. ઈ-મુદ્રા લોન યોજના | e-Mudra Interest Rate | SBI e-Mudra Online Apply 2024

ભારતમાં રહેતા નાગરિકોના હિતમાં ધ્યાનમાં રાખીને વિવિધ કલ્યાણકારી યોજનાઓ બનાવવામાં આવે છે. નાગરિકોને કોઈ નવો ધંધો કે વ્યવસાય ચાલુ કરવા માટે પણ ઘણી બધી યોજના બહાર પાડેલ છે. જેમાં પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના સૌથી મોખરે છે. પી.એમ ઈ-મુદ્રા લોન યોજના દરેક બેંક દ્વારા આપવામાં આવે છે. જેમાં BOB E-Mudra Loan આપે છે. જેમાં SBI e-Mudra હેઠળ લોન પણ મળે છે.

SBI e-Mudra Loan Online Apply 2024

આર્ટિકલનું નામSBI e-Mudra Online 2024
યોજનાનું નામપ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના (PMMY)
કોણે યોજનાની શરૂઆત કરી?દેશના પ્રધાનમંત્રી દ્વારા બિન-કોર્પોરેટ, બિન-ખેતી નાના/સૂક્ષ્મ સાહસોને 10 લાખ સુધીની લોન આપવા માટે શરૂ કરવામાં આવેલી યોજના છે.
યોજનાની શરૂઆત ક્યારે થઈ?8 એપ્રિલ, 2015
યોજનાનો ઉદ્દેશ્યભારતની નાના પાયાની ધંધા, કંપનીઓ, એકમોનો વિકાસ કરવામાં અને
ફળતા સુધી પહોંચવા માટે મદદ કરવા આ યોજના શરૂ કરવામાં આવેલી છે.
અધિકૃત વેબસાઈટMudra Official Website
SBI e-Mudra loanSBI E-Mudra Website
આ પોસ્ટ પણ વાંચો:   BOB Gold Loan : Get a loan of Rs 5 lakh on gold through BOB Bank

કેવી રીતે ઓનલાઈન અરજી કરવી?

SBI Bank હાલના તેના ગ્રાહકોને રૂપિયા 50,000 સુધીની ઈ-મુદ્રા લોનની રકમ આપે છે. જેના માટે ઓનલાઈન એપ્લિકેશન તેમની અધિકૃત વેબસાઇટ પરથી કરી શકાશે. અરજદારની ઉંમર 18 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જમા ખાતું ઓછામાં ઓછા 6 મહિના માટે સક્રિય હોવું જોઈએ.

આ પોસ્ટ પણ વાંચો:   Aadhar Card Loan : Get a loan of Rs 50,000 With Aadhaar card

1. સૌપ્રથમ Google માં SBI e-Mudra ટાઈપ કરો.

2. જેમાં SBIની સત્તાવાર વેબસાઇટ https://emudra.sbi.co.in:8044/emudra ની મુલાકાત લો અને ‘પ્રોસીડ’ પર ક્લિક કરો.

3. UIDAI દ્વારા e-KYC હેતુઓ માટે અરજદારના આધાર કાર્ડ જેવી જરૂરી વિગતો આપવાની રહેશે, કારણ કે લોન પ્રક્રિયા અને વિતરણ માટે ઇ-કેવાયસી અને ઇ-સાઇન OTP પ્રમાણીકરણ દ્વારા પૂર્ણ કરવાની જરૂર છે.

4. એકવાર SBIની ઔપચારિકતાઓ અને લોન પ્રક્રિયા પૂર્ણ થઈ જાય પછી, અરજદારને એક SMS પ્રાપ્ત થશે જે ઇ-મુદ્રા પોર્ટલ પર ફરીને આગળની પ્રક્રિયા શરૂ કરવાનું જણાવશે.

5. લોન મંજૂર થયાના SMSની પ્રાપ્તિ પછી 30 દિવસની અંદર આ પ્રક્રિયા પૂર્ણ કરવાની જરૂર છે.

આ પોસ્ટ પણ વાંચો:   SBI WhatsApp Banking Service: તમારા એકાઉન્‍ટમાં બેલેન્‍સ WhatsApp દ્વારા જાણો

લોન લેવા માટે કયાં-ક્યાં ડોક્યુમેન્‍ટની જરૂર પડશે?

ભારતીય સ્ટેટ બેંકમાંથી e-Mudra માં ઓનલાઈન મેળવી શકાય છે. જેમાં નાના વેપારીઓ 1 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે. પરંતુ તેના માટે કેટલાક ડોક્યૂમેન્ટની જરૂર પડશે. પરંતુ રૂપિયા 50,000/- સુધી લોન લેવા માટે આવેદન કરવા માટે નીચે મુજબના દસ્તાવેજની જરૂર પડશે.

  • ગ્રાહક પાસે બચત ખાતુ કે કરન્‍ટ એકાઉન્‍ટ હોવું જોઈએ.
  • ગ્રાહકે તેના બેંક એકાઉન્‍ટ ધરાવતા હોય તે બ્રાંચની વિગતો આપવાની રહેશે.
  • આ ઉપરાંત તમે જે પણ વ્યવસાય કે કારોબાર કરો છો, તેનું સર્ટિફિકેટ આપવું જરૂરી છે.
  • તમારા Bank Account સાથે આધાર નંબર લિંક હોવા જોઈએ.
  • તેના ઉપરાંત GSTN Number અને દુકાન કે વ્યવસાયના પ્રમાણની સાથે બિઝનેસ રજિસ્ટ્રેશન ડોક્યુમેન્‍ટ પણ બેંકને બતાવવા પડશે.
  • જો તમે અનામત વર્ગમાં આવતા હોય તો,જાતિ પ્રમાણપત્ર પણ આપવું પડશે.

Sbi e મુદ્રા હેલ્પલાઇન

ઑબ્જેક્ટ્સલિંક અને હેલ્પલાઇન નંબર
મુદ્રા ઓફિસ સરનામુંSWAVALAMBAN BHAVAN, C-11, G-BLOCK, BANDRA KURLA COMPLEX, BANDRA EAST, MUMBAI – 400 051
મુદ્રા હેલ્પલાઈન1800 180 1111 / 1800 11 0001
SBI હેલ્પલાઇન1800 11 2211 , 1800 425 3800 , 080-26599990

Leave a Comment