GSSSB Exam Fee Refund: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં ગ્રુપ A અને B વિવિધ ૫૫૫૪ જ્ગ્યાઓ માટે CCEની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં લાખો ઉમેદવારોએ અલગ અલગ શિફટ્માં તારીખ ૨૧ એપ્રિલથી લઈને ૨૦ મે સુધી આ પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં કુલ ૬૬ ટ્કા ઉમેદ્વારો હાજર રહ્યા હતા અને હવે તેઓ પરીક્ષા બાદ તેમની રિફંડેબલ ફી ની રાહ જોઈને બેઠા હશે ત્યારે તેમના માટે એક સારા સમાચાર સામે આવ્યા છે જેની સંપુર્ણ માહિતી આપણે આ લેખના માધ્યમથી મેળવીશું.
GSSSB Exam Fee Refund: CCE ની પરીક્ષા ફી રિફંડ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખભાઈ પટેલ દ્વારા પોતાના ટ્વિટર હેંડલ દ્વારા જાહેરાત કરેલ છે કે જે ઉમેદવારો CCE ની પરીક્ષામાં હાજર હતાં તેમને તેમની રિફંડેબલ ફી સિધા તેમના બેંક ખાતામાં જમાં થશે. તો મિત્રો તમે જે બેંક ખાતાથી તમારી ફિ ભરી હતી તેજ અકાઉન્ટમાં તમારી આ ફી ૨૦ જુન ૨૦૨૪ સુધી રિફંડ આપવામાં આવશે. પરંતુ જે લોકો ફિ ભરી હતી અને પરીક્ષામાં હાજર રહયા ન હતા તેમની ફી પરત આપવામાં આવશે નહી.
CCE ની પ્રાથમિક પરીક્ષાનું પરિણામ ક્યારે આવશે
મિત્રો જુનિયર ક્લાર્કની આ પરીક્ષા કુલ ૭૧ સિફટમાં લેવામાં આવી હતી અને અત્યારે તેની પ્રોવિઝંનલ આન્સર કી પણ જાહેર થઈ ગયેલ છે. આ પરીક્ષામાં કુલ ૬૬ ટકા ઉમેદવારો હાજર રહયા હતા અને જેમની ફી રીફંડ કરવાની પ્રોસેસ પણ અત્યારે ચાલુ છે તો જે વિધાર્થી મિત્રો આ પ્રાથમિક પરીક્ષામાં ઉત્તિણ થશે તેમને મુખ્ય પરીક્ષા માટે લાયક ગણાશે તો તમને જણાવી દઈએ કે પ્રાથમિક પરીક્ષાનું પરિણામ તારીખ ૩૦ જુન આસપાસ જાહેર થઈ શકે છે. તો જો રીસ્પોન્સ શીટ મુજબ તમારા માર્ક સારા થતા હોય તો તમારે મુખ્ય પરીક્ષાની તૈયારી અત્યારથી જ કરવાનું ચાલુ કરી દેવું જોઈએ.
પ્રોવિઝ્નલ આન્સર કી જાહેર
મિત્રો જે ઉમદવારો CCE ની પરીક્ષા આપીને હવે તેની રિસ્પોન્સ શીટ અથવા પ્રોવિઝનલ આન્સર કી ની રાહ જોઈને બેઠા છે તેમને જણાવી દઈએ કે તમારી રિસ્પોંન્સ શીત ૨૫ મે થી જાહેર થઈ ગયેલ છે. જેના માટે તમે નિચે આપેલ લિંકનિ મ્દદથી તમારા રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરીને આન્સર કી ડાઉનલોડ કરી શકો છો. જેમાં ઉમેદવારો પોતાના પ્રશ્નપ્ત્ર અને પોતે પસંદ કરેલ વિક્લ્પો સાથેની આન્સર કી ડાઉનલોડ કરી શકશે.