Gujarat Rain: હવામાન વિભાગની આગાહી ગુજરાતમાં સાત દિવસ આ જિલ્લાઓને ઘમરોળશે ભારે વરસાદ! જાણો હવામાન વિભાગની આગાહી

Gujarat monsoon forecast: રામાશ્રય યાદવે ગુરૂવાર માટેની આગાહી કરતા જણાવ્યુ છે કે, બનાસાકાંઠ નવસારી, વલસાડ, દણણ અને દાદરા નગર હવેલી માટે ગાજવીજ આજે ભારે વરસાદની આગાહી છે.

ગુજરાતમાં ચોમાસું આજે મુંદ્રા સુધી પહોંચી ગયુ છે. હવે ત્રણ ચાર દિવસમાં ચોમાસું આખા ગુજરાતને આવરી લેશે તેમ હવામાન વિભાગે જણાવ્યુ છે. હવામાન વિભાગે ગુજરાતમાં સાત દિવસ કયા કયા જિલ્લાઓમાં કેવો વરસાદ થશે તે અંગેની આગાહી કરી છે.

અમદાવાદ હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગુજરાતના હવામાન અંગેની આજે આગાહી કરી છે. જેમા તેમણે ગુજરાતમાં સાત દિવસ કેવું હવામાન રહેશે તે અંગે જણાવ્યુ છે. તેમણે આજે માટેની આગાહીમાં જણાવ્યુ છે કે, આજે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ. સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, ગીરસોમનાથ ભાવનગર, કચ્છ દીવ, દ્વરકામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે.

આ પોસ્ટ પણ વાંચો:  Gov Job News: સરકારી નોકરીની તૈયારીની શરુઆત કરી દેજો કેમ કે 2024 માં આટલી જગ્યાઓ પર ભરતી થશે.

રામાશ્રય યાદવે ગુરૂવાર માટેની આગાહી કરતા જણાવ્યુ છે કે, બનાસાકાંઠ નવસારી, વલસાડ, દણણ અને દાદરા નગર હવેલી માટે ગાજવીજ આજે ભારે વરસાદની આગાહી છે. આ સાથે સૌરાષ્ટ્રના જામનગર, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, ગીરસોમનાથ અને દ્વારકામાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંતના તમામ જિલ્લાઓમા હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે.

હવામાન વિભાગે શુકવાર, શનિવાર અને રવિવાર (28, 29, 30) માટેની આગાહીમાં જણાવ્યુ છે કે, સુરત, નવસારી, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે. 30મી તારીખના રોજ તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.

આ પોસ્ટ પણ વાંચો:  Paresh Goswami's Prediction : ગુજરાતના આ જિલ્લાઓ પરથી પસાર થશે વરસાદી સિસ્ટમ,જાણો આ આગાહી

રામાશ્રય યાદવે માછીમારોની ચેતવણીમાં જણાવ્યુ છે કે, આજે ગુજરાતના દરિયાકાંઠે માછીમારોને દરિયો ન ખેડવા માટેની ચેતવણી આપવામાં આવી છે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે, દરિયાકાંઠે 35થી 45 પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે.અહીં મહત્તમ પવન 55 કિમીની ઝડપ સુધીનો ફૂંકાઇ શકે છે.

આ સાથે તેમણે ગુજરાતમાં ચોમાસા અંગે જણાવ્યુ છે કે, સેન્ટ્રલ ગુજરાત પર સર્ક્યુલેશ સિસ્ટમ બનેલી છે તેના કારણે આજે ભારે વરસાદ થવાનો છે. ચોમાસું મુંદ્રાથી મહેસાણા સુધી પહોંચ્યુ છે. ત્રણ ચાર દિવસોમાં ચોમાસું આખા ગુજરાતને આવરી લેશે તેવી શક્યતા છે.

વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

Leave a Comment