IND VS SA FINAL: ટીમ ઈંડિયાએ ટી 20 વર્લ્ડ કપ 2024માં શાનદાર પ્રદર્શન કરતા ખિતાબ પોતાના નામે કરી લીધો છે. ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં એક પણ મેચ હારી નથી અને ફાઈનલમાં પણ આ ક્રમ જાળવી રાખતા સાઉથ આફ્રિકાને હરાવીને 17 વર્ષ બાદ વર્લ્ડ કપની ટ્રોફી જીતી લીધી છે.
રોહિત શર્માની કપ્તાનીમાં ટીમ ઈંડિયાએ ગ્રુપ સ્ટેજ અને સુપર- 8માં સામે આવેલી દરેક વિરોધી ટીમને ધૂળ ચટાવી છે. ત્યાર બાદ ભારતે સેમીફાઈનલમાં પણ ઈંગ્લેન્ડ જેવી ધાકડ ટીમને હરાવી હતી. આ મહામુકાબલામાં સાઉથ આફ્રિકાને હરાવીને 11 વર્ષ બાદ આઈસીસી ટ્રોફી પોતાના નામે કરી અઢળક કમાણી પણ કરી છે.
પહેલી વાર ફાઈનલમાં પહોંચેલી રનર અપ સાઉથ આફ્રિકાની ટીમને 1.28 મિલિયન ડોલર એટલે કે 10.67 કરોડ રૂપિયા મળ્યા છે, જે ચેમ્પિયન ટીમની પ્રાઈઝ મનીના અડધા ભાગ બરાબર છે. આ ઉપરાંત 8 મેત જીતવા માટે લગભગ 2.07 કરોડ રૂપિયા અલગથી મળ્યા. સાઉથ આફ્રિકાએ આ ટૂર્નામેન્ટમાં કુલ 12.7 કરોડની કમાણી કરી છે.
ટીમ ઈંડિયાએ 17 વર્ષ બાદ સાઉથ આફ્રિકાને હરાવીને ટી 20 વર્લ્ડ કપની ટ્રોફી જીતી છે. આ કામયાબી માટે આઈસીસી તરફથી તેને 2.45 મિલિયન ડોલર એટલે કે 20.42 કરોડનું ઈનામ મળ્યું છે. આ ઉપરાંત ભારતીય ટીમને દરેક જીત માટે 31,154 ડોલર એટલે કે લગભગ 26 લાખ રૂપિયા અલગથી મળ્યા છે. આ બધાને એક સાથે જોડી દેવામાં આવે તો, ભારતીય ટીમને આ ટૂર્નામેન્ટથી 22.76 કરોડની કમાણી થઈ છે.
આઈસીસીએ સેમીફાઈનલ હારનારી ટીમો માટે 7,87,500 ડોલર એટલે કે, (6.56 કરોડ રૂપિયા)ની પ્રાઈઝ મની રાખી હતી. અફઘાનિસ્તાન અને ઈંગ્લેન્ડની ટીમ સેમીફાઈનલમાં હારી ગઈ હતી. એટલા માટે તેને પણ 6.56 કરોડ રૂપિયા ઉપરાંત દરેક જીત માટે 26 લાખ રૂપિયા અલગથી મળ્યા છે.
સુપર- 8માંથી 4 ટીમ બહાર થઈ ગઈ હતી. પણ તે પણ માલામાલ થઈ છે. દરેક ટીમને 3,82,500 ડોલર એટલે કે લગભગ 3.18 કરોડ રૂપિયા આપ્યા છે. આ રાઉન્ડથી વેસ્ટઈંડીઝ, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ અને અમેરિકા બહાર થઈ ગયું હતું. જેને 3.18 કરોડ સાથે દરેક જીત માટે અલગથી 26 લાખ રૂપિયા મળ્યા છે.
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |