Vikram Sarabhai Scholarship 2024: વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના વિકાસ શિષ્યવૃત્તિ

Govt. Jobs & Schemes Updates એપ ડાઉનલોડ

Vikram Sarabhai Scholarship 2024: વિક્રમ સારાભાઈ દ્વારા સ્થપાયેલ વિક્રમ સારાભાઈ ફાઉન્ડેશન દ્વારા શિક્ષણ અને વિજ્ઞાન ક્ષેત્રે ઘણી ઉમદા પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. તાજેતરમાં વિક્રમ સારાભાઇ ફાઉનડેશન દ્વારા Vikram Sarabhai Scholarship 2024 શરૂ કરી છે. શું છે આ વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના વિકાસ શિષ્યવૃત્તિ અને કઈ રીતે અરજી કરવી, આ બધી માહિતી માટે તમારે આ લેખમાં વાંચીછું.

વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના વિકાસ શિષ્યવૃત્તિ 2024: ધોરણ 8 મા ભણતા વિદ્યાર્થીને 4 વર્ષ મા મળશે રૂ.1 લાખ શિષ્યવૃતિ. આ શિષ્યવૃત્તિનો ઉદ્દેશ્ય ગુજરાતના ગ્રામીણ વિસ્તારોના આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં ઉચ્ચશિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. વધુ જાણકારી માટે https://www.prl.res.in/Vikas વેબસાઈટ જોવા વિનંતી.

Kuvarbai Nu Mameru Yojana : કૂવરબાઈનું મામેરું યોજના 2024 સરકાર આપશે ગરીબ દિકરીઓના કલ્યાણ માટે 12,000 ની સહાય

ડો.આંબેડકર આવાસ યોજના મેળવો રૂ.1 લાખ 20 હજારની મકાન સહાય, જાણો અરજી પ્રક્રિયા, ડોક્યુમેન્ટ લિસ્ટ વગેરે – Dr. Ambedkar Awas Yojana

આ પોસ્ટ પણ વાંચો:   Water Tank Sahay Yojana 2024: પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના આઈ ખેડૂત પોર્ટલ પર આ રીતે કરો અરજી

Vikram Sarabhai Scholarship 2024

યોજનાનું નામવિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના વિકાસ શિષ્યવૃત્તિ 2024 (Vikram Sarabhai Scholarship 2024)
સહાયરૂ 1,00,000/-
હેતુબાળકોનો વિકાસ માટે
કોને લાભ મળશેધોરણ 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ
રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ12 જાન્યુઆરી 2023
પરીક્ષા ની તારીખ21 જાન્યુઆરી 2023
અરજી નો પ્રકારઓનલાઇન
સતાવર વેબસાઇટhttps://www.prl.res.in/Vikas/

વિકાસ શિષ્યવૃત્તિ માટે મળવાપાત્ર સહાય

  • 4 વર્ષના સમયગાળામાં રૂપિયા 1,00,000/- સુધીની શિષ્યવૃત્તિ પ્રાપ્ત થશે.
  • ધોરણ-9 માં 20,000 શિષ્યવૃતિ મળશે
  • ધોરણ-10 માં 20,000 શિષ્યવૃતિ મળશે
  • વિદ્યાર્થી ધોરણ-10 પછી વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ ચાલુ રાખે તો ધોરણ-11 માં 30,000/- મળશે. અને ધોરણ 12 માં 30,000 શિષ્યવૃતિની રકમ મળશે.
આ પોસ્ટ પણ વાંચો:   July Ration Card List 2024 : New list of ration cards has been released, add your name in the list from here

વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના વિકાસ શિષ્યવૃત્તિની મુખ્ય વિશેષતાઓ

  • વિકાસ શિષ્યવૃત્તિ ફક્ત ગ્રામીણ વિસ્તારની શાળાઓમાં અભ્યાસ કરતા ઓછી આવક ધરાવતા કુટુંબના વિદ્યાર્થીઓ માટે છે.
  • શિષ્યવૃત્તિની કુલ સંખ્યાના ઓછામાં ઓછા 50 ટકા શિષ્યવૃત્તિ કન્યાઓને આપવામાં આવશે.
  • અરજી ગુજરાતના ગ્રામીણ વિસ્તારોની શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરતા એવા વિદ્યાર્થીઓ કરી શકશે કે જેમના કુટુંબની કુલ વાર્ષિક આવક 1.5 લાખથી ઓછી છે.
  • પસંદગી પામેલા વિદ્યાર્થીઓને ચાર વર્ષના સમયગાળામાં ₹1,00,000/- (માત્ર એક લાખ રૂપિયા) સુધીની શિષ્યવૃત્તિ પ્રાપ્ત થશે.

વિકાસ શિષ્યવૃત્તિ માટે પાત્રતા, નિયમો, શરતો

  • વિદ્યાર્થી ગુજરાતના ગ્રામીણ વિસ્તારની સરકાર માન્ય શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરતો હોવો જોઈએ.
  • આ યોજના માટે ઓનલાઇન અરજી કરવા માટે વિદ્યાર્થીએ આવકનો દાખલો આપવાનો રહેશે
  • શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ ધોરણ 10 પછી તોજ ચાલુ રાખવામાં આવસે જો આ વિદ્યાર્થી ધોરણ ૧૧ માં વિજ્ઞાનપ્રવાહમાં અભ્યાસ ચાલુ રાખે. આ હકિ્કત દર્શાવવા વિદ્યાર્થીએ શાળાના વડાનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
  • આ યોજના અંતર્ગત શિષ્યવૃતિ મેળવનાર વિદ્યાર્થી અન્ય કોઇ યોજના અંતર્ગત શિષ્યવૃતિ મેળવતો ન હોવો જોઇએ.
  • કોઇપણ સમયે શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીની અરજીમાં કોઇ વિસંગતતા ધ્યાનમાં આવશે તો તુરંત જ તે વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવશે.
આ પોસ્ટ પણ વાંચો:   Mahila Samriddhi Yojana | મહિલા સમૃદ્ધિ યોજના

વિદ્યાર્થી એ શાળાના ચાર્યનું લખેલું સર્ટિફિકેટ આપવાનું રહેશે જેમાં નિચેની વિગતો દર્શાવેલી હોય તે જરૂરી છે.

  • વિદ્યાર્થીનું નામ અને વિદ્યાર્થી શાળાનો નિયમીત વિદ્યાર્થી છે કે કેમ
  • શાળા જે શૈક્ષિણિક બોર્ડ સાથે જોડાયેલ હોય તે બોર્ડનુ નામ.
  • શાળાના બોર્ડના કે ગુજરાત શિક્ષણ વિભાગના નોંધણી ક્રમાંક દર્શાવવાના રહેશે.
  • શાળા સરકારી/ અર્ધસરકારી/ ટ્રસ્ટ દ્વારા સંચાલિત / સ્વ-ધિરાણ (સેલ્ફ -ફાઇનાન્સ) છે તેની વિગતો.
  • શાળાનું અભ્યાસનુ માધ્યમ
  • શાળા ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં આવેલી છે કે કેમ

વિકાસ શિષ્યવૃત્તિ માટે જરૂરી ડોક્યુમેંટ્સ

  • વિદ્યાર્થીનો ફોટો
  • આવકનો દાખલો
  • શાળા તરફથી પ્રમાણભૂત વિદ્યાર્થી પ્રમાણપત્ર
  • ધોરણ 7 ની માર્કશીટ

જો વિદ્યાર્થી શિષ્યવૃત્તિ માટે પસંદ થશે તો નીચેની વિગતો આપવી જરૂરી રહેશે.

  • બેંક એકાઉન્ટ વિગતો
  • ખાતાધારકનું આધાર કાર્ડ, જો બેંક ખાતું માતાપિતા અથવા વાલીના નામે હોય.

વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના વિકાસ શિષ્યવૃત્તિ માટે અરજી કેવી રીતે કરવી?

  • અરજદારે PRL VIKAS શિષ્યવૃત્તિની વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ ભરીને નોંધણી કરવાની રહેશે.
  • હવે તમને “શું તમારી શાળા ગ્રામીણ વિસ્તારમાં છે?” પ્રશ્ન પૂછવામાં આવશે.
  • ત્યારબાદ તમારી વ્યક્તિગત, શાળાની વિગતો,પૂરું સરનામું વગેરે માહિતી ભરવાની રહેશે.
  • નોંધણી પ્રક્રિયાના ભાગરૂપે વિદ્યાર્થીને નીચેના દસ્તાવેજો સ્કેન કરી અપલોડ કરવાના રહેશે
  • વિદ્યાર્થીનો ફોટો
  • આવકનો પુરાવો:
  • શાળા તરફથી પ્રમાણભૂત વિદ્યાર્થી પ્રમાણપત્ર
  • ધોરણ 7 ની માર્કશીટ
  • છેલ્લે, વિદ્યાર્થીનો ફોટો અપલોડ કરવાનો રહેશે, અને Captcha Code નાખીને “Submit” બટન પર ક્લિક કરવાનું રહેશે.

મહત્વપૂર્ણ તારીખો

  • ઓનલાઇન અરજી કરવા માટે છેલ્લી તારીખ: 12 જાન્યુઆરી 2024
  • પસંદગી પરીક્ષા તારીખ: 21 જાન્યુઆરી 2024

મહત્વપૂર્ણ લિંક

ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment