મકાન માટે મફત પ્લોટ યોજના, ફોર્મ ડોક્યુમેન્ટ,અરજી પ્રક્રિયા જાણો | Mafat Plot Yojana Gujarat | 100 Choras Var Mafat Plot Yojna

Mafat Plot Yojana Gujarat: ગુજરાતમાં ઘણા લોકો એવા હોય છે જેને પોતાનું ઘરનું ઘર બનાવવા માટે પૂરતી જમીન હોતી નથી તેથી જે લોકો બી.પી.એલ યાદીમાં આવતા હોય અથવા જે ગરીબી રેખા નીચે જીવતા હોય તેમના માટે સરકાર દ્વારા ૧૦૦ ચોરસ વાર જમીન આપવામાં આવે છે.

તો આ મફત પ્લોટ યોજના ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશેની સંપૂર્ણ માહિતી આ યોજના માં જોઈશું તો આ આર્ટિકલ લાસ્ટ સુધી વાંચજો.

મફત પ્લોટ યોજના શું છે? – Free Plot Sahay Yojana In Gujarati

આ યોજના થકી ગરીબ અને જેઓ ગરીબી રેખા નીચે જીવતા હોય તેમજ બી.પી.એલ યાદી માં આવતા હોઈ તેવા લોકો ને ઘરનું ઘર બનાવા માટે મફત પ્લોટ યોજના અમલમાં મુકવામાં આવી છે. તેમજ આ મફત પ્લોટ ૧૦૦ ચોરસ વાર જમીન આપવામાં આવે છે.

આ પોસ્ટ પણ વાંચો:   Gujarat Shravan Tirth Darshan Yojana Online Apply 2024 | શ્રવણ તીર્થદર્શન યોજના ગુજરાત લાભ

આ યોજના નો લાભ એવા વ્યક્તિઓ લઈ શકે છે જેમની પાસે ઘર નું ઘર નથી તેમજ ઘર બનાવા માટે પ્લોટ નથી તેમજ જેઓ બી.પી.એલ યાદીમાં આવતા હોય તેમને મળવાપાત્ર થશે.

100 Choras Var Mafat Plot Yojana Highlight

યોજનાનું નામમફત પ્લોટ યોજના
કોના દ્વારા શરૂ કરવામાં આવીગુજરાત સરકાર દ્વારા
વિભાગગ્રામીણ વિકાસ વિભાગ
લાભાર્થીબી.પી.એલ કાર્ડ ધારકો
મળવાપાત્ર સહાય૧૦૦ ચોરસ વાર પ્લોટ
સત્તાવાર વેબસાઇટPanchayat.guj.gov
હેલ્પલાઈન નંબર07923254055

યોજના નો હેતુ

100 Choras Var Mafat Plot Yojna નો મુખ્ય હેતુ ગરીબી રેખા નીચે જીવતા લોકો ને મફત પ્લોટ આપીને ઘરનું ઘર બનાવાનો છે.જેથી જે લોકો પોતાનું પાક્કું ઘર નથી બનાવી શકતાં તેમના માટે ગુજરાત સરકાર દ્વારા મફત પ્લોટ સહાય યોજના શરૂ કરવામાં આવી છે.આ યોજના થી ગરીબ પરિવારના લોકો ને મફત પ્લોટ આપીને ઘર બનાવી શકે જેથી તેમને આર્થિક બાબતે ઘણી મદદ મળતી હોય છે.

આ પોસ્ટ પણ વાંચો:   1 કરોડ લોકોના ઘરોમાં સોલાર પેનલ લગાવવામાં આવશે, તમારે માત્ર એક ફોર્મ ભરવાનું રહેશે

મફત પ્લોટ સહાય યોજના માં કોણ લાભ લઈ શકે છે

ગુજરાત સરકાર દ્વારા ગરીબો ને મફત પ્લોટ યોજના હેઠળ ૧૦૦ ચોરસ વાર જમીન આપવાનો નિર્ણય કર્યો છે તો આ યોજના નો લાભ નીચે મુજબ ની વ્યક્તિઓ લઈ શકે છે:

  • લાભાર્થી B.P.L કેટેગરી નો હોવો જરૂરી છે.
  • અરજદાર ની ઉંમર ૧૮ વર્ષથી વધુ હોવી જોઈએ.
  • જો અરજદાર ગરીબી રેખા નીચે જીવન જીવતો હશે તો જ આ યોજના નો લાભ મળવાપાત્ર રહેશે.
  • લાભાર્થી પાસે કોઈ પણ પ્રકારની જમીન ના હોવી જોઈએ.
  • અરજદારની વર્ષિક આવક મર્યાદા ૧,૨૦,૦૦૦ થી વધું ના હોવી જોઈએ.
  • ગુજરાત રાજ્ય નો રહેવાસી હોવો જોઈએ.
  • અરજદાર ગ્રામીણ કારીગર અથવા મજુર હોવો જોઈએ.

મફત પ્લોટ સહાય યોજના માટે મળવાપાત્ર લાભ

મફત પ્લોટ યોજના અંતર્ગત નીચે મુજબ લાભ મળવાપાત્ર થશે:

  • ગરીબ પરિવારના લોકો ને ૧૦૦ ચોરસ વાર જમીન આપવામાં આવે આવે છે.
  • આ જમીન મફત માં આપવામાં આવતી હોય છે.
  • જમીન વિહોણા ખેત મજૂરોને જમીન મળે છે.
આ પોસ્ટ પણ વાંચો:   Mukhya Mantri Matrushakti Yojana: મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના 2024

જરૂરી ડોક્યુમેન્ટ 

મફત પ્લોટ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ નીચે મુજબ છે:

  • મફત પ્લોટ યોજના નું અરજી ફોર્મ
  • રેશનકાર્ડ
  • આધાર કાર્ડ
  • BPL કાર્ડ
  • જમીન નથી ધરાવતા તેનું પ્રમાણપત્ર
  • આવકનું પ્રમાણપત્ર
  • ઉંમરનો પુરાવો
  • SECC ના નામની વિગત
  • બેંક પાસબુક

મફત પ્લોટ સહાય યોજના માટે અરજી કેવી રીતે કરવી?

મફત પ્લોટ સહાય યોજના નો લાભ લેવા માટે “ઓફલાઈન” અરજી કરવી પડશે. આ અરજી કરવા માટે તમારે સૌપ્રથમ ગામ ના તલાટી પાસેથી “મફત પ્લોટ સહાય યોજના” નું ફોર્મ મેળવી રહેવાનું રહશે. ત્યાર પછી તમારે તે ફોર્મ ભરીને તેની સાથે ઉપર જણાવ્યા મુજબ ના ડોકયુમેન્ટ્સ જોડીને તેમાં તલાટીના,સરપંચ ના સહી સિક્કા કરવાના રહેશે. ત્યાર પછી આ અરજી જિલ્લા પંચાયત માં મોકલવામાં આવશે અને આગળ પ્રોસેસ થઈ ને તમારી અરજી મંજુર કરવામાં આવશે.

મફત પ્લોટ યોજના ફોર્મ pdf Download કરો:

Mafat Plot Yojana Gujarat Form Pdf Download Form

મફત પ્લોટ પરિપત્ર ડાઉનલોડ કરો : Download PDF

યોજના ની મહત્વપૂર્ણ લિંક્સ:

સત્તાવાર વેબસાઇટpanchayat.gujarat.gov.in
અરજી પ્રક્રિયાઓફલાઈન
હેલ્પલાઈન નંબર૨૩૨-૫૧૧૦૧

મફત પ્લોટ યોજના માટે વારંવાર પૂછાતાં પ્રશ્નો – FAQs

પ્ર.1 : મફત પ્લોટ સહાય યોજના માં શું સહાય મળે?

જ : આ યોજના માં ૧૦૦ ચોરસ વાર જમીન આપવામાં આવે છે.

પ્ર.2 : આ મફત પ્લોટ યોજના નો લાભ કોને મળે છે?

જ : આ યોજના નો લાભ જે લોકો BPL યાદીમાં આવતા હોય તેમને મળે છે.

પ્ર.3 : 100 Choras Var Mafat Plot યોજના ની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

જ : આ યોજના ની ઓફિશ્યિલ વેબસાઈટ panchayat.gujarat.gov.in છે.

Leave a Comment