Ganga Svarupa Arthik Sahay Yojana 2024:સરકાર દ્વારા મહિલાઓને મળશે ₹1,250 સહાય,જાણો અરજી કેવી રીતે કરવી

Ganga svarupa arthik sahay yojana 2024: સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ અમલમાં મુકાય છે, અલગ અલગ યોજના દ્વારા સરકાર જરૂરિયાતમંદ લોકો ને અલગ અલગ પ્રકારની સહાય આપે છે, તેવી જ રીતે મહિલાઓ માટે પણ કેટલીક સરકારી યોજનાઓ અમલમાં છે, જેમાં ની એક યોજના છે ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના.

આ યોજના અમલમાં આવી ત્યારે આ યોજના નું નામ વિધવા સહાય યોજના હતું, જે નામ પાછળ થી બદલાવી ને ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના રાખવામાં આવ્યું. આ યોજના ના નામ પરથી જ ખ્યાલ આવે કે આ યોજના દ્વારા વિધવા બહેનો ને આર્થિક સહાય આપવામાં આવે છે.

Ganga svarupa arthik sahay yojana 2024

યોજનાનું નામગુજરાત ગંગા સ્વરૂપ યોજના
વિભાગગુજરાત સામાજિક સુરક્ષા વિભાગ
ઉદ્દેશ્યવિધવા મહિલાઓને આર્થિક સહાય
લાભાર્થીરાજ્ય વિધવાઓ
સત્તાવાર વેબસાઇટhttps://sje.gujarat.gov.in/

મુખ્ય ઉદ્દેશ્ય 

Ganga svarupa arthik sahay yojana 2024આ યોજનાનો મુખ્ય હેતુ મહિલા સશક્તિકરણ જ છે, સામાન્ય રીતે વિધવા બહેનો આર્થિક સંકટનો સામનો કરી રહી હોય છે, પરિણામે તેઓ ઘણી મુશ્કેલીઓને સામનો કરે છે આ સમસ્યાને નિવારણ માટે જ સરકારે આ યોજનાને શરૂઆત કરી જેથી વિધવા બહેનો પોતાની પરિસ્થિતિને કારણે આર્થિક સંકટમાં સામનો ન કરવો પડે, તેથી આ યોજના દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે.

આ પોસ્ટ પણ વાંચો:  UP Vidyadhan Scholarship Yojana 2024 : Government will give scholarship of Rs 10,000 to all 10th pass students, apply soon

લાભ કોને મળવાપાત્ર છે

  • આ યોજનાનો લાભ ફક્ત અને ફક્ત વિધવા મહિલાઓને જ મળવાપાત્ર છે.
  • જે તે લાભાર્થી વિધવા બહેનની ઉંમર 18 વર્ષ કે તેથી વધારે હોવી જોઈએ.
  • જે તે વિધવા મહિલા ગુજરાતની નાગરિક હોવી જોઈએ
  • જો ગ્રામ્ય વિસ્તારોમાં રહેવાસી હોય તો વાર્ષિક આવક ₹1,20,000 કરતા વધારે ન હોવી જોઈએ.
  • શહેરી વિસ્તારના લાભાર્થી માટે વાર્ષિક આવક ₹1,50,000 થી વધારે ન હોવી જોઈએ.

આ યોજનાના લાભો

  • આ યોજના દ્વારા વિધવા બહેનોને દર મહિને ₹1,250 ની આર્થિક સહાય આપવામાં આવે છે.
  • આ યોજના દ્વારા ગંગા સ્વરૂપ બહેનો સરળતાથી બેંક ખાતામાં આર્થિક સહાય મેળવી શકે છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ 

  • પતિના મરણ નો દાખલો
  • આધાર કાર્ડ
  • વિધવા હવા અંગેનો પુરાવો
  • રેશનકાર્ડ
  • બેંક ખાતાની પાસબુક
  • ફરી લગ્ન કર્યા નથી તે માટે તલાટી નું પ્રમાણપત્ર
  • ઉમર અંગેનો પુરાવો

આ યોજના માટે કેટલીક શરતો

  • લાભાર્થી મહિલા જો દર મહિને પોતાના બેંક એકાઉન્ટમાં ₹1,250 લાભ મેળવવા ઈચ્છતા હોય તો નીચે મુજબની શરતોનું પાલન કરવું જરૂરી છે.
  • જે તે લાભાર્થી મહિલાએ દર વર્ષે જુલાઈ મહિનામાં તલાટી દ્વારા પ્રમાણિત કરેલું વિધવા અંગેનું પ્રમાણપત્ર મામલતદાર કચેરીમાં જમા કરાવવાનો રહેશે.
  • આ જ રીતે લાભાર્થી મહિલાએ દર 3 વર્ષે જુલાઈ મહિનામાં આવક અંગેનું પ્રમાણપત્ર મામલતદાર કચેરીએ જમા કરાવવાનું રહેશે.
  • જો તમે ઘરેથી જ ફોર્મ ભરી ગામના VCE કે તાલુકા કચેરીએ જમા કરાવી શકો છો.
આ પોસ્ટ પણ વાંચો:  Janani Suraksha Yojana 2024 : જનની સુરક્ષા યોજના ગુજરાત સરકાર દ્વારા ગર્ભવતી મહિલાઓને મળશે 6000 ની સહાય, જાણો તમામ માહિતી

અરજી કરવાની પ્રક્રિયા

  • ગ્રામ્ય વિસ્તારની બહેનો એ સૌપ્રથમ ગામના VCE પાસે ઉપર મુજબ માં ડોક્યુમેન્ટ્સ લઈ જવાનું રહેશે.
  • VCE દ્વારા તમને આ યોજના માટે નું ફોર્મ આપવામાં આવશે, આ ફોર્મમાં પૂછેલ દરેક વિગત ધ્યાન પૂર્વક ભરવાની રહેશે.
  • ફોર્મ ભરાઈ ગયા બાદ VCE ને જમા કરાવવાનો રહેશે, ત્યારબાદ તલાટી સહી સિક્કા કરી ઓનલાઈન અરજી કરી દેશે.
  • ઓનલાઇન અરજી થઈ ગયા બાદ, અરજદારને અરજી પત્રક આપવામાં આવશે, આ સાથે જ આ યોજના માટે ઓનલાઈન અરજી સફળતાપૂર્વક થઈ જશે.
  • શહેરી વિસ્તારની બહેનો એ સૌપ્રથમ મામલતદાર કચેરી એ જવાનું રહેશે.
  • મામલતદાર કચેરીએ કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી આ યોજના માટેનું ફોર્મ લઈ, ફોર્મમાં પૂછેલી દરેક વિગત ધ્યાનપૂર્વક ક ભરવી.
  • ફોર્મ ભરાઈ ગયા બાદ, આ ફોર્મ કોમ્પ્યુટર ઓપરેટરને પરત આપવાનું રહેશે, કોમ્પ્યુટર ઓપરેટર આ ફોર્મ દ્વારા ઓનલાઈન અરજી કરી દેશે.
  • ઓનલાઇન અરજી થઈ ગયા બાદ કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી અરજી પત્રક લેવાનું ભૂલશો નહીં.

મહત્વપૂર્ણ લીંક

સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment