ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં શિક્ષક અંગે સરકારનો મોટો નિર્ણય,જાણો ક્યારે થશે શિક્ષકોની ભરતી

ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓ અંગે સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને પગલે બદલાઈ જશે રાજ્યના પ્રાથમિક સરકારી શાળાઓની સ્થિતિ. હાલ ઘણી શાળાઓ એવી છે જ્યાં એક જ શિક્ષક આખી સ્કૂલ ચલાવે છે. આવી શાળાઓ અંગે સરકારે ખાસ પ્લાન બનાવ્યો છે. જેની સીધી અસર શિક્ષકોને થશે.

Google Pay Loan: ગૂગલ પે પર લોન લેવાનો સરળ રસ્તો! 10 મિનિટમાં મળી જશે 8 લાખ સુધીનું લોન

શિક્ષકો માટે સૌથી મહત્ત્વના સમાચાર: ગુજરાત રાજ્યમાં સંખ્યાબંધ સરકારી પ્રાથમિક શાળાઓ આવેલી છે. આ શાળાઓમાં ક્યાં કેટલાં શિક્ષકો છે તેની વિગતો પણ સરકાર દ્વારા મંગાવી લેવામાં આવી છે. હવે સત્વરે આ શાળાઓ અંગે ગુજરાત સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય કરવામાં આવશે.

રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું છે કે, ભૂલકાઓને પ્રાથમિક શિક્ષણ ઘર આંગણે જ પુરૂ પાડવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યમાં એક જ શિક્ષક વાળી ૧૬૦૬ પ્રાથમિક શાળાઓ છે,જેમાં સત્વરે શિક્ષકો મૂકવામાં આવશે. આજે વિધાનસભા ખાતે રાજ્યમાં એક જ શિક્ષક ધરાવતી પ્રાથમિક શાળાઓની વધુ શિક્ષકો મૂકવા અંગેના પ્રશ્નોના પ્રત્યુતરમાં મંત્રી ડિંડોરે ઉમેર્યું કે, પ્રાથમિક શાળાઓમાં ભૂલકાઓનું શિક્ષણ બગડે નહીં એ માટે આવી શાળાઓમાં યોગ્ય લાયકાત ધરાવતા જ્ઞાન સહાયક મુકવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

આ પોસ્ટ પણ વાંચો:  ધોરણ 12 પરિણામ 2024 : આર્ટસ, કોમર્સ અને સાયન્સ | GSEB HSC 12th Result

PM Janman Yojana 2024: પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવી, ફાળવવામાં આવ્યા 24 હજાર કરોડ રૂપિયા

સાથોસાથ શાળાઓમાં વધઘટ કેમ્પનું આયોજન કરાય છે. જેમાં જિલ્લા ફેર અને જિલ્લાઓની આંતરિક બદલી કેમ્પનું આયોજન કરીને શિક્ષકોને વતનનો લાભ આપવાનો પ્રયાસ કર્યો છે. જેના પરિણામે આ ઘટ જોવા મળી રહી છે. તેમણે ઉમેર્યું કે, રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ફાળવણી RTE એક્ટ હેઠળ કરવામાં આવે છે. જેમાં ૩૦ વિદ્યાર્થી દીઠ ૦૧ શિક્ષકની ફાળવણી કરવામાં આવે છે. વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય તેવી શાળાઓ પણ વધુ છે. જેના પરિણામે એકજ શિક્ષક ધરાવતી પ્રાથમિક શાળાઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. સંખ્યા આધારિત શિક્ષકોની ભરતી સત્વરે કરવામાં આવશે તેમ, તેમણે ઉમેર્યું હતું. રાજ્યમાં એકજ શિક્ષકવાળી પ્રાથમિક શાળાઓમાં સત્વરે શિક્ષકો મૂકવામાં આવશે એવું શિક્ષણ મંત્રી ડો. ડૉ. કુબેર ડિંડોરે જણાવ્યું છે.

આ પોસ્ટ પણ વાંચો:  Forest Guard Final Answer Key 2024: ફોરેસ્ટ ફાઈનલ આન્સર કી જાહેર તમે દેખી શકો છો કેટલા માર્ક આવ્યા અહીં થી ડાઉનલોડ કરો

Leave a Comment