PM Janman Yojana 2024: પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવી, ફાળવવામાં આવ્યા 24 હજાર કરોડ રૂપિયા

PM Janman Yojana 2024: નમસ્કાર મિત્રો, આપણે જાણીએ છીએ તેમ સમગ્ર ભારત દેશમાં જુદી જુદી જાતિ અને ધર્મના નાગરિકો વસે છે. જેમાં દરેક જાતિ અને ધર્મનું એક અનોખું સાંસ્કૃતિક મહત્વ છે. આપણા ભારત દેશમાં આદિવાસી જાતિના લોકો વસે છે જેમની સંસ્કૃતિના કારણે તે સમગ્ર દેશમાં પોતાનું આગવું મહત્વ ધરાવે છે. આ આદિવાસી નાગરિકોના હિત માટે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા એક યોજના શરૂ કરવામાં આવેલ છે એ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી જનમન યોજના ( PM Janman Yojana 2024) અમે તમને આજના લેખ દ્વારા આ યોજના વિશેની તમામ માહિતી આપીશું.

PM Janman Yojana

આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા ઝારખંડના ખૂંટી જિલ્લામાં બિરસા મુંડા ની જન્મ જયંતી રૂપે આદિવાસી ગૌરવ દિવસના અવસર પર પીએમ જનમન યોજના શરૂ કરવામાં આવી છે. આદિવાસી જાતિના લોકોના કલ્યાણ માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવેલ છે.

આ યોજના માટે ₹24,000 કરોડનું બજેટ જાહેર કરેલ છે. આ યોજના દ્વારા આપણી ભારત સરકાર આદિવાસી જાતિના લોકો તેની જાતિઓ તેના સમૂહ સુધી પહોંચવાનો પ્રયત્ન કરશે કેમકે આ જાતિના મોટા ભાગના લોકો અત્યારે પણ જંગલોમાં વસવાટ કરે છે. તેમને આરોગ્ય અને પોષણની સુવિધા મળી રહે અને તેમના જીવનનો વિકાસ થાય તે માટે સુવિધાઓ આપવામાં આવશે.

આ પોસ્ટ પણ વાંચો:   Ration Card List 2024: ડાઉનલોડ કરો તમારા ગામનુ રેશન કાર્ડનુ લીસ્ટ,નવી BPL યાદિ

પ્રધાનમંત્રી જનમન યોજનાનો ઉદ્દેશ્ય | PM PVTG

આપણા દેશમાં વસતા આદિવાસી જાતિના સમુદાયના લોકો નો વિકાસ કરવાના ઉદ્દેશ્યથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા પીએમ જનમન યોજના શરૂ કરવામાં આવેલ છે. જેના કારણે આદિવાસી જાતિના નાગરિકોના જીવનમાં સુધારો થાય અને તેમનું કલ્યાણ થાય.

આ યોજના દ્વારા આપણી સરકાર આદિવાસી જાતિના નાગરિકોને કુટુંબને રોડ અને ટેલિકોમ્યુનિકેશન કનેક્ટિવિટી, સલામત રહેઠાણ, પીવા માટેનું શુદ્ધ પાણી, વીજળી વગેરે સુવિધાઓ આપશે. અને આદિવાસીના નાગરિકો અને શિક્ષણ મળે તેમના સ્વાસ્થ્ય ની સારવાર માટે તેમને પોષણ મળી રહે વગેરે માટે સુવિધાઓ પણ આપવામાં આવશે.

આ પોસ્ટ પણ વાંચો:   મકાન માટે મફત પ્લોટ યોજના, ફોર્મ ડોક્યુમેન્ટ,અરજી પ્રક્રિયા જાણો | Mafat Plot Yojana Gujarat | 100 Choras Var Mafat Plot Yojna

આ યોજનાથી થશે આદિવાસી જાતિમાં પરિવર્તન

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં કહ્યું કે- આપણા દેશમાં ઘણા વર્ષોથી પહેલાના સમયથી જ પારંપરિક રીતે આદિવાસી સમાજના યોદ્ધા હોય ઘણા બધા સ્વતંત્રતા સંગ્રામમાં પણ પોતાનો ભાગ ભજવ્યો છે એટલે કે યોગદાન આપ્યું છે. અને આપણા દેશનો એવો કોઈ ભાગ નથી કે જ્યાંના આદિવાસી લોકોએ બ્રિટિશ સેના સામે લડત લડી ના હોય. આદિવાસી જાતના નાગરિકોએ દેશના ગૌરવ માટે પોતાનું બલિદાન આપ્યું છે.

તેમને જણાવ્યું કે પ્રધાનમંત્રી સ્પેશિયલ વલનરેબ્લ ટ્રાઇબ ગ્રુપ ( PM PVTG) ડેવલોપમેન્ટ મિશન દ્વારા આદિવાસી જાતિના નાગરિકોના વિકાસ માટે સરકારની એક પહેલ છે. આ યોજના દ્વારા સમગ્ર દેશના 18 રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોમાં મળીને કુલ 75 આદિવાસી સમુદાયોના નાગરિકો અને આદિમ જાતિઓ ના કલ્યાણ માટે કાર્ય કરવામાં આવશે. તેઓ દેશના 220 જિલ્લાઓ અને 22,544 ગામડાઓમાં રહેવાસી છે. આદિવાસી સમુદાયના નાગરિકોની કુલ વસ્તી સમગ્ર દેશમાં લગભગ 28 લાખ છે.

આપવામાં આવશે આ તમામ સુવિધાઓ

પ્રધાનમંત્રી જનમન યોજના દ્વારા આદિવાસી સમુદાયના નાગરિકોને સહાય આપવા માટે 24000 કરોડનું બજેટ બહાર પાડવામાં આવેલ છે. જેમાં રોડ અને ટેલિફોન કનેક્ટિવિટી, સુરક્ષિત આવાસ, ઉર્જા, શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છ પીવાનું પાણી, પોષણ મેળવવા માટે સારી એક્સેસ, જીવનના વિકાસની તકો વગેરે સુવિધાઓ આપવામાં આવશે.

આ પોસ્ટ પણ વાંચો:   Dr. Ambedkar Awas Yojana: ડો.આંબેડકર આવાસ યોજના મેળવો રૂ.1 લાખ 20 હજારની મકાન સહાય, જાણો અરજી પ્રક્રિયા, ડોક્યુમેન્ટ લિસ્ટ વગેરે

આદિવાસી સમુદાયનો થશે વિકાસ

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આદિવાસી સમુદાયના ગૌરવ ના પ્રતીક બિરસા મુંડા ની જન્મ જયંતી અને ત્રીજા આદિવાસી ગૌરવ દિવસ અવસર પ્રસંગે આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી જેમાં પીએમ આદિજાતિ અને આદિજાતિ ન્યાય મહા અભિયાન ( PM PVTG) ની શરૂઆત કરવામાં આવેલ છે. અત્યારે 75 આદિવાસી સમુદાયો કે જેમાં લાખો આદિવાસી જાતિના નાગરિકો વસે છે તેમની ઓળખ કરવામાં આવેલ છે.આ મિશનમાં સરકાર દ્વારા 24 હજાર કરોડ રૂપિયાનું બજેટ જાહેર કરવામાં આવેલ છે.

આદિવાસી સમુદાયના લોકો અતિ પ્રચાર છે તેમની સંખ્યા આપણા દેશના બીજા વર્ગની સરખામણીમાં ઓછી છે પરંતુ લાખોમાં છે. અને હાલના સમયમાં તેઓ લુપ્ત થવા આવી રહ્યા છે. આ યોજનામાં 100 ટકા રસીકરણ,PMJAY,ટબ નાબૂદી, કુશળ કોષ રોગ નાબુદી, પીએમ માતૃ વંદન યોજના, પીએમ પોષણ યોજના વગેરે યોજનાઓનો આદિવાસી જાતિના નાગરિકોને લાભ આપવામાં આવશે.

Leave a Comment