Rakesh Tikait નહીં, આ વખતે આ વ્યક્તિના નેતૃત્વમાં થઈ રહ્યું છે ખેડૂતોનું આંદોલન

Farmers Protest: દિલ્હી અત્યારે દેશભરના ખેડૂતોથી ઉભરાઈ રહ્યું છે. એક તરફ પોલીસ ખેડૂતોને દિલ્હીની અંદર આવતા રોકી રહી છે, બીજી તરફ ખેડૂત સંગઠનો પોતાની પૂરી તાકાત લગાવીને દિલ્હી પોતાની વાત રજૂ કરવાની કોશિશ કરી રહ્યા છે. પંજાબમાંથી હજ્જારોની સંખ્યામાં ખેડૂતો દિલ્હી પહોંચ્યા છે. ખેડૂતો કેન્દ્ર સરકાર તરફથી થયેલા વાયદા પૂરા ન થવાને કારણે નારાજ છે. જો કે, આ વખતે ખેડૂતોનું આંદોલન થોડું બદલાયું છે. ગત વખત કરતા વધુ ખેડૂત સંગઠનો આ આંદોલનનો હિસ્સો બન્યા છે, સાથે જ આંદોલનનું નેતૃત્ત્વ પણ બદલાયું છે.

ગુજરાતમાં આ વર્ષે કેવો પડશે વરસાદ? દુષ્કાળની સંભાવના છે કે નહીં? આ મહિનાને લઈ અંબાલાલની ઘાતક આગાહી

આ સંગઠન છે આગળ પડતું

13 વર્ષ જૂની ખેડૂત મજૂર સંઘર્ષ કમિટીનું કાર્યક્ષેત્ર અમૃતસર છે, પરંતુ પંજાબના સાતથી આઠ જિલ્લાના ખેડૂતો અને ખેત મજૂરો આ સંગઠન સાથે જોડાયેલા છે. આમ તો આ સંગઠન ખેડૂતોના હક માટે કામ કરે છે, પરંતુ મોટા ભાગના કિસ્સામાં તેઓ બીજા ખેડૂત સંગઠનો કરતા અલગ રીતે કામ કરે છે.

આ પોસ્ટ પણ વાંચો:  Gujarat Forest Result 2024: ગુજરાત ફોરેસ્ટ પરિણામ 2024, ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા અપેક્ષિત કટ ઓફ સ્કોર

ખેડૂતો માટે રાહતના સમાચાર,આ વર્ષે વરસાદ અને ચોમાસાને લઈને હવામાન વિભાગે કરી ભવિષ્યવાણી

આંદોલનમાંથી ગાયબ છે રાકેશ ટિકૈત

ગત વખતનું ખેડૂત આંદોલન રાકેશ ટિકૈતના નેતૃત્ત્વમાં થયું હતું, જે બાદ રાકેશ ટિકૈત રાતોરાત દેશભરમાં ફેમસ થઈ ગયા હતા. પરંતુ આ વખતે રાકેશ ટિકૈત ગાયબ દેખાઈ રહ્યા છે. દિલ્હીમાં ખેડૂતો પોતાની વાત રજૂ કરવા માટે ખેડૂત નેતા સરવનસિંહ પંધેરના નેતૃત્ત્વમાં ઉમટી પડ્યા છે. સરવનસિંહ પંધેર પંજાબના અમૃતસરના વતની છે. તેઓ માઝાના ખેડૂત સંગઠન ખેડૂત મજૂર સંઘર્ષ કમિટીના મહાસચિવ છે. સતનામ સિંહ પન્નૂ નામના ખેડૂત નેતાએ 2007માં ખેડૂત સંઘર્ષ કમિટીથી જુદા પડીને ખેડૂત મજૂર સંઘર્ષ કમિટીની રચના કરી હતી. પંધેર આ જ સંગઠનના અગ્રણી નેતા છે.

આ પોસ્ટ પણ વાંચો:  Jio ફરી લાવ્યું ફ્રી પ્લેન,ડેટા અને કોલિંગ ખરીદવા પર મળશે OTT સબસ્ક્રીપ્શન

કોણ છે સરવનસિંહ પંધેર?

વર્તમાન ખેડૂત આંદોલન જેના નેતૃત્ત્વમાં થઈ રહ્યું છે, તે સરવનસિંહ અમૃતસરના પંધેરના વતની છે. તેમણે ધોરણ 10 સુધીનો અભ્યસ કર્યો છે અને પંધેર પોતાનો પક્ષ મજબૂતાઈથી રજૂ કરવા માટે જાણીતા છે. વિદ્યાર્થી કાળ દરમિયાન પણ પંધેર ઘણા આંદોલનોમાં ભાગ લઈ ચૂક્યા છે. લગભગ 45 વર્ષના સરવન સિંહ પંધેર ખેડૂતોના હક માટે હંમેશા લડતા રહે છે. તેમની પાસે સવા બે એકર જમીન પણ છે.

Leave a Comment