VMC Recruitment: વડોદરા મહાનગરપાલિકામાં વિવિધ પદો પર સીધી ભરતી જાહેર ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.
VMC Recruitment | Vadodara Municipal Corporation Recruitment
સંસ્થાનું નામ | વડોદરા મહાનગરપાલિકા |
પોસ્ટનુ નામ | વિવિધ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઇન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 22 ફેબ્રુઆરી 2024 |
સત્તાવાર વેબસાઈટ | https://vmc.gov.in/ |
પોસ્ટનુ નામ
વડોદરા મહાનગરપાલિકા દ્વારા એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર, આરબીએસકે એએનએમ તથા આરબીએસકે ફાર્માસીસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.
ખાલી જગ્યા
વડોદરા મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ પદો માટે કુલ 17 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. જેમાં એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરની 14, આરબીએસકે એએનએમની 02 તથા આરબીએસકે ફાર્માસીસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટની 01 જગ્યા ખાલી છે.
પગારધોરણ
પોસ્ટનું નામ | પગારધોરણ |
એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર | 13,000 રૂપિયા |
આરબીએસકે એએનએમ | 12,500 રૂપિયા |
આરબીએસકે ફાર્માસીસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ | 13,000 રૂપિયા |
શેક્ષણિક લાયકાત
આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ માંગવામાં આવી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.
પસંદગી પ્રક્રિયા
VMC ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ/લેખિત કસોટી દ્વારા કરવામાં આવી શકે છે. ઉમેદવારની પસંદગી 11 માસના કરાર ઉપર કરવામાં આવશે.
વયમર્યાદા
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ તથા વધુમાં વધુ 40 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- સહી
- લિવિંગ સર્ટિફિકેટ
- માર્કશીટ
- ડિગ્રી
- અનુભવનું પ્રમાણપત્ર
- તથા અન્ય જરૂરી પુરાવાઓ
અરજી કઈ રીતે કરવી?
VMCની આ વેકેન્સીમાં ઇચ્છુક ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 22 ફેબ્રુઆરી 2024 છે. અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઈટ www.vmc.gov.in છે.
મહત્વની તારીખ
વડોદરા મહાનગરપાલિકાની આ ભરતીની નોટિફિકેશન 13 ફેબ્રુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 13 ફેબ્રુઆરી 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 22 ફેબ્રુઆરી 2024 છે.
અરજી કરવા માટે જરૂરી લીંક
સત્તાવાર વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |