Gov Job News: સરકારી નોકરીની તૈયારીની શરુઆત કરી દેજો કેમ કે 2024 માં આટલી જગ્યાઓ પર ભરતી થશે.

Gov Job News: રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, વર્ષ ૨૦૧૪ થી ૨૦૨૩ દરમિયાન દસ વર્ષમાં સીધી ભરતીથી વિવિધ વિભાગોમાં કુલ ૧,૫૬,૪૧૭ જગ્યાઓ પર ઉમેદવારોને ભરતી કરવાનું આયોજન હતું. જેની સામે ફેબ્રુઆરી ૨૦૨૩ સુધીમાં ૧,૬૭,૨૫૫ ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે.

આઇ ખેડૂત પોર્ટલ પર 2024 ની નવી યોજનાઓ કઈ કઈ છે જાણી લો ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ

સરકારી નોકરીની તૈયારીની શરુઆત કરી દેજો કેમ કે 2024 માં આટલી જગ્યાઓ પર ભરતી થશે 

આ ઉપરાંત વર્ષ ૨૦૨૪ થી ૨૦૩૩ સુધીના ભરતી કેલેન્ડર બનાવવાની પ્રકિયા હાલ ચાલુ છે જેમાં આગામી સમયમાં ૧.૩૦ લાખ થી વધુ જગ્યાઓ ભરવાની દરખાસ્ત GADને મળી છે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં કરવામાં આવેલી ભરતી વિશે માહિતી આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૨ અને ૨૦૨૩માં રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગોની કુલ ૩૫,૦૩૮ જગ્યાઓ પર ઉમેદવારોને નિમણૂંક આપવામાં આવી છે. જેમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ-૧ અને વર્ગ-૨ની જગ્યાઓ માટે ૩૭૮૦ ઉમેદવારો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ધ્વારા વર્ગ-૩ની જગ્યાઓ માટે ૬,૪૦૮, પોલીસ ભરતી બોર્ડ ધ્વારા વર્ગ-૩ની જગ્યાઓ માટે ૧૨,૧૪૫, પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ૧૨,૭૦૫ ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે.

આ પોસ્ટ પણ વાંચો:   Anubandhan Gujarat Rojgar Portal:અનુબંધમ પોર્ટલ પરથી તમારા જિલ્લામાં નોકરી મેળવો,જાણો રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું

Bank of baroda માંથી મેળવો 50000 રૂપિયા ની લોન ફક્ત પાંચ મિનિટમાં એ પણ ઝીરો વ્યાજ પર

આ પોસ્ટ પણ વાંચો:   Flipkart Work From Home Job: ફ્લિપકાર્ટ પર કામ કરીને દર મહિને કરો 30,000 કમાવો

ભરતી બોર્ડ દ્વારા 2024 માં 21,084 જગ્યાઓ ભરવા માટે આયોજન

મંત્રીએ ઉમેર્યું હતું કે, ચાલુ વર્ષ ૨૦૨૪માં કુલ ૨૧,૦૮૪ જગ્યાઓ ભરવા માટે પણ વિવિધ ભરતી બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ૭,૪૫૯ જગ્યાઓ, પોલીસ ભરતી બોર્ડ દ્વારા ૧૨,૦૦૦, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ૧,૬૨૫ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

આ પોસ્ટ પણ વાંચો:   NCTE Teacher Course: જો તમે 12મા પછી શિક્ષક બનવા માંગો છો, તો આ કોર્સ કરવાની સુવર્ણ તક છે ઓનલાઈન અરજી શરૂ થઈ ગઈ છે.

ઓક્ટોમ્બર-2023 માં બેરોજગારીનો દર 3.2 ટકા

મંત્રીએ વધુમાં ઉમેર્યુ હતુ કે, કેન્દ્ર સરકારના ઓક્ટોબર-૨૦૨૩માં પ્રસિધ્ધ થયેલ આંકડા પ્રમાણે દેશમાં હાલ બેરોજગારીનો દર ૩.૨ ટકા છે. જેની સામે ગુજરાતમાં બેરોજગારીનો દર માત્ર ૧.૭ ટકા છે. ડિસેમ્બર-૨૦૨૩ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં ૩,૧૦,૫૯૦ બે વર્ષમાં ૫,૮૫,૩૯૦ અને છેલ્લા પાંચ વર્ષમાં કુલ ૧૪,૪૩,૭૯૦ લોકોને રોજગારી આપવામાં આવી હોવાનું મંત્રીશ્રીએ કહ્યું હતુ.

ધો. 10-12ની Board Examને લઇ મોટી અપડેટ, જાણો આ વર્ષે પરિણામ ક્યાં સુધીમાં જાહેર થશે?

Leave a Comment