Airport Vibhag Recruitment 2024: એરપોર્ટ વિભાગમાં 130+ જગ્યાઓ પર નવી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.
Air India Air Transport Services Limited Recruitment 2024
સંસ્થા | એર ઈન્ડિયા એર ટ્રાન્સપોર્ટ સર્વિસ લિમિટેડ |
પોસ્ટ | વિવિધ |
અરજી માધ્યમ | ઓફલાઇન |
જાહેરાત તારીખ | 20 જાન્યુઆરી 2024 |
સત્તાવાર વેબસાઈટ | https://www.aiasl.in/ |
પોસ્ટનું નામ:
એરપોર્ટ વિભાગ દ્વારા સર્વિસ એક્ષેકયુટીવના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.
શૈક્ષણિક લાયકાત:
આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારોએ કોઈપણ કોર્સથી સ્નાતક પૂર્ણ કરેલ હોવું જોઈએ. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.
પગારધોરણ:
એરપોર્ટ ડીપાર્ટમેન્ટની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ વિભાગ દ્વારા તમને માસિક રૂપિયા 27,450 રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે.
વયમર્યાદા:
AIASLની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા 18 થી 33 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.
પસંદગી પ્રક્રિયા:
AIASL ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી વોલ્ક ઈન ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.ઇન્ટરવ્યૂની તારીખ તથા સ્થળ તમે નીચે મુજબ જોઈ શકો છો.
જરૂરી તારીખો:
એરપોર્ટ વિભાગની આ ભરતીની નોટિફિકેશન 20 જાન્યુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. આ ભરતીમાં તમારે ઓનલાઇન કે ઓફલાઈન કોઈ ફોર્મ ભરવાનું થતું નથી પરંતુ નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ ઇન્ટરવ્યૂમાં રૂબરૂ જવાનું રહેશે.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:
આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- સહી
- લિવિંગ સર્ટિફિકેટ
- માર્કશીટ
- ડિગ્રી
- જાતિનો દાખલો
- તથા અન્ય જરૂરી પુરાવાઓ
ઇન્ટરવ્યૂની તારીખ અને સ્થળ:
ઇન્ટરવ્યૂની તારીખ 01 ફેબ્રૂઆરી 2024 થી લઈ 03 ફેબ્રૂઆરી 2024 સવારે 9:00 કલાક થી 12:00 કલાક સુધી છે. ઇન્ટરવ્યુનું સ્થળ તમે જાહેરાતમાં જોઈ શકો છો.
અરજી કરવા માટે જરૂરી લિંક:
સત્તાવાર વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |