Anubandhan Gujarat Rojgar Portal:અનુબંધમ પોર્ટલ પરથી તમારા જિલ્લામાં નોકરી મેળવો,જાણો રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું

આપણો દેશ દિન-પ્રતિદિન ડિજીટલ થતો જાય છે. લોકો પણ આનંદભેર Digital Seva નો લાભ લઈ રહ્યા છે. ગુજરાત સરકાર નાગરિકોના હિતને ધ્યાનમાં રાખીને અવનવી યોજનાઓ અને સેવાઓ બહાર પાડતી જ રહેતી હોય છે. આપણું યુવાધન જ દેશની સમૃદ્ધિ માટે પ્રથમ પગથિયું છે. યુવાનોને રોજગારી પૂરી પાડવાના ઘણા બધા વિભાગ અને જિલ્લા કક્ષાએ કચેરીઓ કાર્યરત છે. રાજ્યમાં Gujarat Employment Services દ્વારા નોકરીદાતા અને નોકરી ઈચ્છુક વચ્ચે તે માટે ‘અનુબંધમ પોર્ટલ” બહાર પાડવામાં આવ્યું છે. “Anubandham Mobile App” દ્વારા નોકરી આપનાર અને નોકરી લેનાર વચ્ચે મોબાઈલ અને ઈન્‍ટરનેટના માધ્યમથી સરળતાથી સંકલન થઈ શકે છે.

રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ‘રોજગાર દિવસ” ના દિવસે “Anubandham Portal” નું લોન્‍ચિંગ કર્યુ હતું. આ પોર્ટલ રોજગાર ઈચ્છુક અને નોકરીદાતાઓનો વચ્ચે સંકલન થાય તે ખૂબ જરૂરી છે. જેના કારણે નોકરી મેળવવા ઈચ્છુક યુવાનોને સરળતાથી નોકરી મળશે અને નોકરી દાતાઓને પણ આ પોર્ટલ દ્વારા વિશાળ Database ના આધારે સારા કર્મચારીઓ મળશે.

Department of Labour and Employment, Government of Gujarat ના હેઠળ કાર્યરત દ્વારા આ વેબપોર્ટલનું સંચાલન થશે. જેમાં DET નું મુખ્યકાર્ય રાજ્યના યુવાનોને ધંધા અને વ્યાવસાયિક તાલીમ અને રોજગાર સેવાઓ પૂરી પાડવાનું કાર્ય કરે છે. તે ITI અને અન્ય વ્યવસાયિક કેન્‍દ્રો પર લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના તાલીમ કાર્યક્રમો ચલાવે છે. Rojgar Kacheri Registration Online દ્વારા રજીસ્ટ્રેશન કરેલા શિક્ષિત યુવાનોને નોકરી માટે મદદરૂપ થાય છે.

આ પોસ્ટ પણ વાંચો:   Aadhaar Link Bank Account 2024: આ રીતે તમારું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક કરો

Anubandhan Gujarat Rojgar Portal

સંસ્થાનું નામDirectorate of Employment & Training, Government of Gujarat
પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવુંઓનલાઈન રજીસ્ટ્રેશન  (કોઈપણ જગ્યાએથી)
નોકરીનો પ્રકારશિક્ષિત અને અશિક્ષિત (Education Wise Jobs)
લોન્‍ચ કર્યાની તારીખ06/08/2021

Anubandham Gujarat Portal થી થતા લાભ

  • નોકરી મેળવવા માંગતા યુવાનોને ઘરે બેઠા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે.
  • રજીસ્ટ્રેશન અને કરિયર કાઉન્‍સેલિંગ માટે રોજગાર કચેરી સુધી જવાની જરૂર નથી, માત્ર અનુબંધમ પોર્ટલ દ્વારા પોતાના મોબાઈલ દ્વારા મેળવી શકશે.
  • આ પોર્ટલ પર ઓટોમેચમેકિંગ, સ્કીલ બેઇઝ મેચમેકિંગ, શેડ્યુલ મેનેજમેન્‍ટ અને અન્ય ફીચર્સ દ્વારા યુવાનો રોજગાર મેળવી શકશે.
  • ફિલ્ટર અને ક્વિક સર્ચની સુવિધાથી સ્કીલ્ડ યુવાનો કોઈપણ જીલ્લામાં પોતાના નોકરી મેળવી શકશે.
  • ઉમેદવારની લાયકાત અનુસાર રોજગારીની તકોનું મેચીંગ કરી શકાય છે.
  • અનુબંધમ પોર્ટલ દ્વારા પોતાના મોબાઈલ રજીસ્ટ્રેશન થશે, જેથી કચેરી સુધી જવામાંથી મુકિત મળશે.
  • આ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા રોજગાર વાંચ્છુકો પોતાની કારકિર્દી વિશે સચોટ માહિતી મેળવી શકે છે.
  • Anubandham Portal મોબાઈલ એપ્લિકેશન અને પોર્ટલ દ્વારા નોકરીના સ્થળના ઈન્‍ટરવ્યુહ વિશેની માહિતી પોતાના મોબાઈલ દ્વારા મેળવી શકે છે.
  • અનુબંધમ પોર્ટલ દ્વારા નોકરીદાતાઓને વિવિધ જાહેરાતો પાછળ ખર્ચમાંથી મુક્તિ મળશે.
  • નોકરીદાતાને આ પોર્ટલ દ્વારા વિશાળ ડેઝાબેઝ પ્રાપ્ત થશે, જેથી સારા કર્મચારીઓની ભરતી કરી શકશે.
  • નોકરીદાતાઓ ઓનલાઈન કે ઓફલાઈન ઈન્‍ટરવ્યુહ યોજી શકે છે.
  • રોજગારદાતાઓ ઓનલાઈન નોંધણી દ્વારા પોતાના વ્યવસાયમાં રહેલી ખાલી જગ્યાઓની માહિતી અનુબંધમ પોર્ટલ પર ભરી શકે છે.
  • નોકરી આપનાર નોકરી મેળા યોજી પોતાની જરૂરિયાત મુજબના કુશળતા મેળવેલ યુવાનોની પસંદગી કરી શકશે.
  • Dashboard ના માધ્યમ દ્વારા નોકરીદાતા અને નોકરી મેળવનાર વચ્ચે એકબીજાની પ્રોફાઈલ અને માહિતી સરળતાથી મળશે.
આ પોસ્ટ પણ વાંચો:   GUJCET Hall Ticket: 31 માર્ચે યોજાનાર ગુજકેટ પરીક્ષાની હોલ ટિકિટ જાહેર, જાણો કેવી રીતે કરી શકશો ડાઉનલોડ

અનુબંધમ પોર્ટલ માટેની પાત્રતા

ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા અનુબંધમ પોર્ટલનું ઓનલાઈન રજીસ્ટ્રેશનની સુવિધા આપેલી છે. આ પોર્ટલ પર અભણ લોકો, પોતાની આવડત ધરાવતા લોકો પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આ ઉપરાંત કોઈપણ શિક્ષિત બેરોજગાર આ પોર્ટલ પર વિનામુલ્યે Online Registration કરાવી શકે છે.

અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન માટે જરૂરી ડોક્યુમેન્‍ટ

  • મોબાઈલ નંબર
  • Email Id
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, લાઈસન્‍સ, પાસપોર્ટ વગેરેમાંથી કોઈપણ એક
  • લાયકાતની માર્કશીટ
  • અનુભવની વિગત દર્શાવતું પ્રમાણપત્ર

Anubandham Gujarat Portal Login

રાજયના ઉમેદવારો અને નોકરીદાતા માટે બનાવેલ આ પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટેશન કરાવવાનું હોય છે. આ રજીસ્ટ્રેશન બે પ્રકારના હોય છે. Job Seeker login અને Job Provider Login બનાવવાના હોય છે. આ બન્ને લોગીન કેવી રીતે બનાવવા તેની માહિતી નીચે મુજબ આપેલી છે.

આ પોસ્ટ પણ વાંચો:   IPL 2024ને લઈ મોટા સમાચાર: આ તારીખથી શરુ થશે 17મી સીઝન, ભારતમાં જ રમાશે તમામ મેચ

Job Seeker Online Registration

  • સૌપ્રથમ Google Search Bar માં “અનુબંધમ” ટાઈપ કરવું.
  • ત્યારબાદ અનુબંધમ પોર્ટલ પર “Register” બટન પર ક્લિક કરવું.
  • જેમાં નોકરી મેળવવા ઈચ્છતા હોય તો “Job Seeker” સિલેક્ટ કરવાનું રહેશે.
  • ત્યારબાદ ઉમેદવારે પોતાની “ઈમેઈલ આઈડી” અથવા મોબાઈલ નાખીને OTP દ્વારા વેરિફાઈ કરવાનું રહેશે.
  • OTP વેરીફાઈ થયા બાદ ઉમેદવારે પોતાની Basic, Unique ID વગેરે થોડીક પ્રાથમિક માહિતી ભરવાની રહેશે.
  • ત્યારબાદ નોકરી મેળવવા માંગતા ઉમેદવારોએ 6 પ્રકારની માહિતી ઓનલાઈન ભરવાની રહેશે.
  • ત્યારબાદ “Sign Up” કરીને ઉમેદવારની પૂરી માહિતી ભરવાની રહેશે.

Job Provider Registration

  • પ્રથમ Google Search Bar માં “Anubandham Portal” ટાઈપ કરવું.
  • ત્યાર બાદ અનુબંધમ પોર્ટલ પર “Register” પર ક્લિક કરવું.
  • જેમાં નોકરીદાતા હોય તો “Job Provider” સિલેક્ટ કરવાનું રહેશે.
  • ત્યારબાદ Job Provider એ પોતાની Email Id અથવા Mobile Number નાખીને, મોબાઈલ પર આવેલા OTP દ્વારા વેરિફાઈ કરવાનું રહેશે.
  • OTP વેરીફાઈ થયા બાદ ઉમેદવારે પોતાની Basic Information માહિતી ભરવાની રહેશે.
  • ત્યારબાદ “Sign Up” કરીને નોકરીદાતાએ સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે.

મહત્વપૂર્ણ લીંક

Anubandham Websiteઅહીં ક્લિક કરો
Job Provider Registrationઅહીં ક્લિક કરો
Job seeker Registrationઅહીં ક્લિક કરો
Anubandham Login Pageઅહીં ક્લિક કરો
Job Provider/Employer Listઅહીં ક્લિક કરો
Download User Manual in JobSeekerઅહીં ક્લિક કરો
Download User Manual in Job Employerઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment