College Junior Clerk Recruitment: ગુજરાતની કોલેજમાં કાયમી જુનિયર ક્લાર્ક માટે ભરતી

College Junior Clerk Recruitment: ગુજરાતની કોલેજમાં કાયમી જુનિયર ક્લાર્ક માટે ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

College Junior Clerk Recruitment

સંસ્થાશ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી કેળવણી મંડળ
પોસ્ટક્લાર્ક
અરજી માધ્યમઓફલાઇન
અરજી છેલ્લી તારીખ01 ફેબ્રુઆરી 2024
સત્તાવાર વેબસાઈટhttps://www.ccmcnccollege.org/

કોલેજનું નામ:

શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી કેળવણી મંડળ ધ્વરા શ્રીમતી મહિલા સી.સી.આર્ટસ અને શેઠ સી.એન. કોમર્સ કોલેજ કેમ્પસ માટે ભરતી થઈ રહી છે.

પોસ્ટનું નામ:

કેળવણી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક વર્ગ-3 ના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.

શૈક્ષણિક લાયકાત:

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક કોઈપણ સ્નાતક જરૂરી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

આ પોસ્ટ પણ વાંચો:  GSSSB Bharti 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં 154+ જગ્યાઓ પર સરકારી નોકરી

વયમર્યાદા:

કેળવણી મંડળની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા 20 થી 35 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે.

પગારધોરણ:

કોલેજની આ ભરતીમાં સિલેક્શન પામ્યા બાદ ઉમેદવારને ગુજરાત સરકારના નિયમોઅનુસાર પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ માસિક રૂપિયા 26,000 પગારધોરણ ચુકવવામાં આવશે ત્યારબાદ મહત્તમ પગાર રૂપિયા 19,900 થી 63,200 સુધી વધારવામાં આવશે.

અરજી ફી:

આ ભરતીમાં અરજી કરવા માટે ઇચ્છુક તમામ કેટેગરીના ઉમેદવારોએ રૂપિયા 25 ની ટપાલ ફી સ્વરુપે અરજી ફી ચુકવવાની રહેશે.

આ પોસ્ટ પણ વાંચો:  ITBP Driver Recruitment 2024

પસંદગી પ્રક્રિયા:

અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ ઉમેદવારની પસંદગી નિયત તારીખે લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • જાતિનો દાખલો
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

અરજી કઈ રીતે કરવી?

આ ભરતીમાં તમારે અરજી ઇન્ડિયા પોસ્ટના RPAD માધ્યમથી મોકલવાની રહેશે. અરજી કરવા માટેનું સરનામું શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી કેળવણી મંડળ ધ્વરા શ્રીમતી મહિલા સી.સી.આર્ટસ અને શેઠ સી.એન. કોમર્સ કોલેજ કેમ્પસ, સ્ટેશન પાસે, ડોસાભાઈ બાગની પાસે, વિસનગર, જિ. મહેસાણા 384315 રહેશે.

જરૂરી તારીખો:

  • ભરતીના ફોર્મ: 18 જાન્યુઆરી 2024
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 01 ફેબ્રુઆરી 2024

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

Leave a Comment