PM કિસાન સન્માન નિધિના 16માં હપ્તા માટે E-KYC ફરજીયાત,ગુજરાત સરકારે જાહેર કરી ઝૂંબેશની તારીખ

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા 15માં હપ્તાથી ઈ-કેવાયસી ફરજીયાત કરવામાં આવ્યું છે. રાજ્યના જે ખેડૂત લાભાર્થીઓને ઇ-કેવાયસી કરાવવાનું બાકી હોય, 15મો હપ્તો ન મળ્યો હોય તેવા ખેડૂત મિત્રોએ 15મો અને આગામી 16મો હપ્તો મેળવવા માટે ઈ-કેવાયસી ફરજીયાત કરાવવાનું રહેશે, તેમ ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે.

1 કરોડ લોકોના ઘરોમાં સોલાર પેનલ લગાવવામાં આવશે, તમારે માત્ર એક ફોર્મ ભરવાનું રહેશે

ભારત સરકાર દ્વારા તા.12 ફેબ્રુઆરીથી કોમન સર્વિસ સેન્ટર (CSC) મારફત 10 દિવસીય રાષ્ટ્રવ્યાપી “eKYC” માટેની ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે.

કોમન સર્વિસ સેન્ટર ખાતે ઈ-કેવાયસી કરાવી શકાશે

વધુમાં જણાવ્યાનુસાર, ભારત સરકાર દ્વારા તા.12 ફેબ્રુઆરીથી કોમન સર્વિસ સેન્ટર (CSC) મારફત 10 દિવસીય રાષ્ટ્રવ્યાપી “eKYC” માટેની ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત ઇ-કેવાયસી બાકી હોય તેવા ખેડૂત લાભાર્થીઓએ આગામી તા. 21 ફેબ્રુઆરી સુધી ગ્રામ્ય કક્ષાએ નજીકના કોમન સર્વિસ સેન્ટર ખાતે ઉપસ્થિત રહી બાયોમેટ્રીક ઓથેન્ટીફીકેશન દ્વારા ઈ-કેવાયસી કરાવી લેવાનું રહેશે.

આ પોસ્ટ પણ વાંચો:   Jio Airtel Mobile Recharge New Rate: આજથી મોંઘા થઈ ગયા Jio અને Airtelના પ્લાન,જાણો કેટલો થયો વધારો

Rakesh Tikait નહીં, આ વખતે આ વ્યક્તિના નેતૃત્વમાં થઈ રહ્યું છે ખેડૂતોનું આંદોલન

આ પોસ્ટ પણ વાંચો:   GSEB STD 10 And 12 Result Declared Date 2024 : ધોરણ 10 અને 12 ના પરિણામ ની તારીખ જાહેર, જાણો ક્યારે આવશે પરિણામ

વાંચવા જેવું: CM ભૂપેન્દ્ર સરકારનો નિર્ણય: NFSA ધારકોને પણ PMJAY હેઠળ કાર્ડ અપાશે, મંત્રીએ આપી આંકડાકીય માહિતી

ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ખેડૂતો “eKYC” કરાવી શકાશે

યાદીમાં જણાવાયું છે કે, ખેડૂતો અન્ય પધ્ધતિઓ દ્વારા પણ ઈ-કેવાયસી પૂર્ણ કરી શકશે. ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવક, તાલુકા કક્ષાએ તાલુકા વિસ્તરણ અધિકારી તેમજ જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીએ રૂબરૂ ઉપસ્થિત રહીને ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ખેડૂતો “eKYC” કરાવી શકાશે. આ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ કોઈપણ યુવાન “PM કિસાન” મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને પીએમ કિસાનના લાભાર્થીનો આધાર ઓટીપીની મદદથી લોગ ઈન કરી અન્ય 10 લાભાર્થીઓના ફેસ ઓથેન્ટીકેશન દ્વારા ઈ-કેવાયસી કરી શકે છે. જે લાભાર્થીઓનો આધાર સાથે મોબાઈલ લીંક હોય તેવા લાભાર્થીઓ આધાર ઓટીપી દ્વારા ઘરે બેઠા સરળતાથી જાતે જ ઈ-કેવાયસી કરી શકે છે, તેમ વધુમાં જણાવાયું હતું.

આ પોસ્ટ પણ વાંચો:   Board Result: ગુજરાત બોર્ડ ધો.10 અને 12નું રિઝલ્ટ whatsapp અને SMS દ્વારા આ રીતે કરો ચેક,જુઓ સ્ટેપ બાય સ્ટેપ

Leave a Comment