Ganga svarupa arthik sahay yojana 2024: સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ અમલમાં મુકાય છે, અલગ અલગ યોજના દ્વારા સરકાર જરૂરિયાતમંદ લોકો ને અલગ અલગ પ્રકારની સહાય આપે છે, તેવી જ રીતે મહિલાઓ માટે પણ કેટલીક સરકારી યોજનાઓ અમલમાં છે, જેમાં ની એક યોજના છે ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના.
આ યોજના અમલમાં આવી ત્યારે આ યોજના નું નામ વિધવા સહાય યોજના હતું, જે નામ પાછળ થી બદલાવી ને ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના રાખવામાં આવ્યું. આ યોજના ના નામ પરથી જ ખ્યાલ આવે કે આ યોજના દ્વારા વિધવા બહેનો ને આર્થિક સહાય આપવામાં આવે છે.
Ganga svarupa arthik sahay yojana 2024
યોજનાનું નામ | ગુજરાત ગંગા સ્વરૂપ યોજના |
વિભાગ | ગુજરાત સામાજિક સુરક્ષા વિભાગ |
ઉદ્દેશ્ય | વિધવા મહિલાઓને આર્થિક સહાય |
લાભાર્થી | રાજ્ય વિધવાઓ |
સત્તાવાર વેબસાઇટ | https://sje.gujarat.gov.in/ |
મુખ્ય ઉદ્દેશ્ય
Ganga svarupa arthik sahay yojana 2024આ યોજનાનો મુખ્ય હેતુ મહિલા સશક્તિકરણ જ છે, સામાન્ય રીતે વિધવા બહેનો આર્થિક સંકટનો સામનો કરી રહી હોય છે, પરિણામે તેઓ ઘણી મુશ્કેલીઓને સામનો કરે છે આ સમસ્યાને નિવારણ માટે જ સરકારે આ યોજનાને શરૂઆત કરી જેથી વિધવા બહેનો પોતાની પરિસ્થિતિને કારણે આર્થિક સંકટમાં સામનો ન કરવો પડે, તેથી આ યોજના દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે.
લાભ કોને મળવાપાત્ર છે
- આ યોજનાનો લાભ ફક્ત અને ફક્ત વિધવા મહિલાઓને જ મળવાપાત્ર છે.
- જે તે લાભાર્થી વિધવા બહેનની ઉંમર 18 વર્ષ કે તેથી વધારે હોવી જોઈએ.
- જે તે વિધવા મહિલા ગુજરાતની નાગરિક હોવી જોઈએ
- જો ગ્રામ્ય વિસ્તારોમાં રહેવાસી હોય તો વાર્ષિક આવક ₹1,20,000 કરતા વધારે ન હોવી જોઈએ.
- શહેરી વિસ્તારના લાભાર્થી માટે વાર્ષિક આવક ₹1,50,000 થી વધારે ન હોવી જોઈએ.
આ યોજનાના લાભો
- આ યોજના દ્વારા વિધવા બહેનોને દર મહિને ₹1,250 ની આર્થિક સહાય આપવામાં આવે છે.
- આ યોજના દ્વારા ગંગા સ્વરૂપ બહેનો સરળતાથી બેંક ખાતામાં આર્થિક સહાય મેળવી શકે છે.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- પતિના મરણ નો દાખલો
- આધાર કાર્ડ
- વિધવા હવા અંગેનો પુરાવો
- રેશનકાર્ડ
- બેંક ખાતાની પાસબુક
- ફરી લગ્ન કર્યા નથી તે માટે તલાટી નું પ્રમાણપત્ર
- ઉમર અંગેનો પુરાવો
આ યોજના માટે કેટલીક શરતો
- લાભાર્થી મહિલા જો દર મહિને પોતાના બેંક એકાઉન્ટમાં ₹1,250 લાભ મેળવવા ઈચ્છતા હોય તો નીચે મુજબની શરતોનું પાલન કરવું જરૂરી છે.
- જે તે લાભાર્થી મહિલાએ દર વર્ષે જુલાઈ મહિનામાં તલાટી દ્વારા પ્રમાણિત કરેલું વિધવા અંગેનું પ્રમાણપત્ર મામલતદાર કચેરીમાં જમા કરાવવાનો રહેશે.
- આ જ રીતે લાભાર્થી મહિલાએ દર 3 વર્ષે જુલાઈ મહિનામાં આવક અંગેનું પ્રમાણપત્ર મામલતદાર કચેરીએ જમા કરાવવાનું રહેશે.
- જો તમે ઘરેથી જ ફોર્મ ભરી ગામના VCE કે તાલુકા કચેરીએ જમા કરાવી શકો છો.
અરજી કરવાની પ્રક્રિયા
- ગ્રામ્ય વિસ્તારની બહેનો એ સૌપ્રથમ ગામના VCE પાસે ઉપર મુજબ માં ડોક્યુમેન્ટ્સ લઈ જવાનું રહેશે.
- VCE દ્વારા તમને આ યોજના માટે નું ફોર્મ આપવામાં આવશે, આ ફોર્મમાં પૂછેલ દરેક વિગત ધ્યાન પૂર્વક ભરવાની રહેશે.
- ફોર્મ ભરાઈ ગયા બાદ VCE ને જમા કરાવવાનો રહેશે, ત્યારબાદ તલાટી સહી સિક્કા કરી ઓનલાઈન અરજી કરી દેશે.
- ઓનલાઇન અરજી થઈ ગયા બાદ, અરજદારને અરજી પત્રક આપવામાં આવશે, આ સાથે જ આ યોજના માટે ઓનલાઈન અરજી સફળતાપૂર્વક થઈ જશે.
- શહેરી વિસ્તારની બહેનો એ સૌપ્રથમ મામલતદાર કચેરી એ જવાનું રહેશે.
- મામલતદાર કચેરીએ કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી આ યોજના માટેનું ફોર્મ લઈ, ફોર્મમાં પૂછેલી દરેક વિગત ધ્યાનપૂર્વક ક ભરવી.
- ફોર્મ ભરાઈ ગયા બાદ, આ ફોર્મ કોમ્પ્યુટર ઓપરેટરને પરત આપવાનું રહેશે, કોમ્પ્યુટર ઓપરેટર આ ફોર્મ દ્વારા ઓનલાઈન અરજી કરી દેશે.
- ઓનલાઇન અરજી થઈ ગયા બાદ કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી અરજી પત્રક લેવાનું ભૂલશો નહીં.
મહત્વપૂર્ણ લીંક
સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |