GPSC DYSO Mains Exam Date and Document Upload Notification 2024: GPSC DYSO મુખ્ય પરીક્ષાની તારીખ અને દસ્તાવેજ અપલોડ સૂચના જાહેર

GPSC DYSO Mains Exam Date and Document Upload Notification 2024: નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર, વર્ગ-૩ ની જગ્યાઓ પર ભરતી કરવા માટે આયોગ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક : ૪૨/૨૦૨૩-૨૪ માટે તા.૧૫/૧૦/૨૦૨૩ ના રોજ યોજાયેલ પ્રાથમિક કસોટીનું પરિણામ તા.૧૮/૦૩/૨૦૨૪ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જેમાં કુલ-૩૩૪૨ ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે કામચલાઉ સફળ જાહેર કરવામાં આવેલ છે.

GPSC DYSO Mains Exam Date and Document Upload Notification 2024

સદર જાહેરાત માટે મુખ્ય લેખિત પરીક્ષા નીચે દર્શાવેલ કાર્યક્રમ મુજબ સંભવત: ગાંધીનગર/અમદાવાદ ખાતે યોજાશે.
નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર, વર્ગ-૩ ની જગ્યાઓ પર ભરતી કરવા માટે આયોગ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક : ૪૨/૨૦૨૩-૨૪ માટે તા.૧૫/૧૦/૨૦૨૩ ના રોજ યોજાયેલ પ્રાથમિક કસોટીનું પરિણામ તા.૧૮/૦૩/૨૦૨૪ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. આ કસોટીમાં સફળ થયેલ તમામ ઉમેદવારોએ મુખ્ય લેખિત પરીક્ષા માટે “Online” અરજી કરવાની રહેશે. ઉમેદવારોએ મુખ્ય લેખિત પરીક્ષા માટે તા.૨૬/૦૩/૨૦૨૪ ના રોજ ૧૩:૦૦ કલાક થી તા.૦૯/૦૪/૨૦૨૪ ના રોજ રાત્રે ૨૩:૫૯ કલાક સુધી “Online” અરજીપત્રક ભરી તેમજ જરૂરી દસ્તાવેજો (તા.૦૯/૦૪/૨૦૨૪ ના રોજ રાત્રે ૨૩:૫૯ કલાક સુધીમાં) અપલોડ કરવાના રહેશે. ઉમેદવારો તરફથી મળેલ અરજીપત્રકો તથા પ્રમાણપત્રો ઉકત જગ્યાઓના ભરતી નિયમો, ભરતી (પરીક્ષા) નિયમો તથા જાહેરાતની જોગવાઈ મુજબના લાયકી ધોરણની ચકાસણી કર્યા સિવાય ઉમેદવારોને તદ્દન કામચલાઉ ધોરણે મુખ્ય પરીક્ષા(લેખિત)માં પ્રવેશ આપવામાં આવશે. મુખ્ય લેખિત પરીક્ષામાં પ્રવેશ અંગે આયોગનો નિર્ણય આખરી ગણાશે અને આયોગના નિર્ણય સામે કોઇ પણ પત્રવ્યવહાર ધ્યાનમાં લેવામાં આવશે નહિ.
નોંધ :- ઉમેદવારે સૌ પ્રથમ મુખ્ય પરીક્ષાનું ફોર્મ ભરવાનું રહેશે અને ત્યારબાદ જ પ્રમાણપત્રો અપલોડ કરવાના રહેશે. (ઉમેદવાર મુખ્ય પરીક્ષાનું ફોર્મ ભર્યા વગર પ્રમાણપત્રો અપલોડ કરવા પ્રયત્ન કરશે તો “Application Not Found” નો મેસેજ આવશે.)

જરૂરી લિંક:

દસ્તાવેજ અપલોડ સૂચના:અહીં ક્લિક કરો
દસ્તાવેજ અપલોડ લિંક:અહીં ક્લિક કરો
મુખ્ય પરીક્ષાની સૂચનાઃઅહીં ક્લિક કરો
આ પોસ્ટ પણ વાંચો:   E Olakh Birth and Death Certificate: હવે ઘરે બેઠા ડાઉનલોડ કરો જન્મ, મરણનું પ્રમાણપત્ર

Leave a Comment