GSSSB Bharti 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં 154+ જગ્યાઓ પર સરકારી નોકરીનો મોકો આવી ચુક્યો છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.
GSSSB Bharti 2024 | Gujarat Subordinate Service Selection Board Bharti 2024
સંસ્થા | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ |
પોસ્ટ | વિવિધ |
અરજી માધ્યમ | ઓનલાઇન |
અરજી છેલ્લી તારીખ | 30 એપ્રિલ 2024 |
સત્તાવાર વેબસાઈટ | https://gsssb.gujarat.gov.in/ |
પોસ્ટનું નામ:
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આસિસ્ટન્ટ બાઈન્ડર, આસિસ્ટન્ટ મશીનમેન, કોપી હોલ્ડર, પ્રોસેસ આસિસ્ટન્ટ તથા ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટરના વર્ગ-3 ના પદો માટે ભરતી કરવામાં આવી રહી છે.
ખાલી જગ્યા:
ગુજરાત સબોર્ડીનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા કુલ 154 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. જેમાં આસિસ્ટન્ટ બાઈન્ડરની 66, આસિસ્ટન્ટ મશીનમેનની 70, કોપી હોલ્ડરની 10, પ્રોસેસ આસિસ્ટન્ટની 03 તથા ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટરની 05 જગ્યા ખાલી છે.
શૈક્ષણિક લાયકાત:
મિત્રો, GSSSB ની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.
પગારધોરણ:
ગુજરાત સબોર્ડીનેટ સર્વિસ સિલેક્શન બોર્ડની આ ભરતીમાં સિલેક્શન પામ્યા બાદ ઉમેદવારને ગુજરાત સરકારના નિયમોઅનુસાર પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ માસિક પગારધોરણ રૂપિયા 26,000 ચુકવવામાં આવશે ત્યારબાદ પ્રતિ મહિને રૂપિયા 25,500 થી 81,100 પગાર ચુકવવામાં આવશે.
વયમર્યાદા:
ગુજરાત સરકારની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા 18 થી 33 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે.
પસંદગી પ્રક્રિયા:
GSSSB ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી MCQ પ્રકારની એક પરીક્ષા દ્વારા કરવામાં આવશે.
અરજી કઈ રીતે કરવી?
આ ભરતીમાં અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો www.ojas.gujarat.gov.in પર અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2024 છે.
જરૂરી તારીખો:
- ભરતીના ફોર્મ: 16 એપ્રિલ 2024
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 30 એપ્રિલ 2024
અરજી કરવા માટે જરૂરી લિંક:
સત્તાવાર વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |