હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી: ગુજરાતમાં મેઘરાજાએ પ્રથમ રાઉન્ડ ની સહૃવત કરી દીધી છે. ઘણા જિલ્લામાં ચોમાસું પાક ની વાવણી માટે નો વરસાદ વરસી ગયો છે.
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી
24 કલાકમાં ગુજરાતના 84 તાલુકામાં વરસાદ, સૌથી વધુ મોરબી જિલ્લાના ટંકારામાં પાંચ ઈંચ તો કોડિનાર, ગોંડલ અને જૂનાગઢમાં પણ ત્રણ-ત્રણ ઈંચ મેઘમહેર મોરબીના ટંકારામાં 6 કલાકમાં સૌથી વધુ પાંચ ઇંચ વરસાદ નોંધાયો.ગીર સોમનાથના કોડિનાર માં તારણ ઈંચ વરસાદપડ્યો હતો , અને ઉત્તર ગુજરાત ની વાત કરીયે જેમાં બનાસકાંઠા દાંતા અને સૌરાષ્ટ્ર ના રાજકોટના જેતપુરમાં 2 ઈંચ વરસાદ ખાબકી ગયો છે
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી પાંચ દિવસ માટે બનાસાકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી ના વિસ્તારો માં ગાજવીજ ભારે થી અતિ વરસાદની આગાહી છે. આ સાથે રાજ્યના તમામ જિલ્લાઓમા મુસળધાર વરસાદની આગાહી આપી છે. ઉત્તર ગુજરાતના આ જિલ્લામાં યલો એલર્ટ ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. અત્યાર સુધી માં સૌથી વધુ દાંતામાં સવા 2 ઇંચ અને ઇડરમાં સવા ઇંચ વરસાદ વરસી ગયો છે. આ વરસાદ બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા એમ ત્રણ જિલ્લામાં પણ વરસિયો હતો.
હવામાન એક્સપર્ટ પરેશ ગોસ્વામીની આગાહી
ગુજરાતના હવામાન એક્સપર્ટ અંબાલાલ પછી બીજા જેઓ પણ આગાહી આપે છે એ પરેશ ગોસ્વામીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલથી આગામી વરસાદ માટે આગાહી આપી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, તારીખ 27 જૂનના રોજ વરસાદ ઓછો પડશે. આગામી દિવસોમાં રાજ્યના હવામાનમાં ઘણાં ફેરફાર જોવા મળશે. અને સાથે 28 જૂનથી સમગ્ર રાજ્યમાં વરસાદનો પેહલો રાઉન્ડ શરુ થઈ જશે .
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |