કાળઝાળ ગરમી વચ્ચે વેબ સિરીઝનીસિઝન-૩નુંશૂટિંગ થયું, પંચાયત-૩ના શૂટિંગ વખતે ગરમીને લીધે નીના ગુપ્તા ખુશ નહોતાં

એમેઝોન પ્રાઈમની વેબ સિરીઝ પંચાયતની ત્રીજી સિઝન ટૂંકસમયમાં રિલીઝ થવા જઈ રહી છે. સિરીઝની કાસ્ટ પ્રમોશનમાં વ્યસ્ત છે. પ્રમોશન વખતે કાસ્ટ શુટિંગની ઘણી બધી વાતો શેર કરી રહી છે. હવે નીના ગુપ્તાએ કહ્યું છે કે તે શૂટિંગ વખતે તે ખુશ નહોતી. એક મુલાકાતમાં નીના ગુપ્તાએ કહ્યું કે, હકીકતે જ્યારે હું કામ કરતી હોઉં ત્યારે સૌથી ખુશ હોઉં છું. કામ સારું હોય તો મને રેતી. ૪૭ ડિગ્રી તાપમાનની ચિંતા નથી હોતી. પંચાયત-૩નું શૂટિંગ ડેટ ઈશ્યૂના કારણે ગરમીમાં થયું. શૂટિંગ વખતે અમે અમારા ચહેરા અને ગરદન પર ભીનું કપડું મૂકતા હતા. નીનાએ કહ્યું કે શૂટિંગ વખતે ગમે તેટલી છત્રી હોય તો પણ

આ પોસ્ટ પણ વાંચો:   Bank Holiday in March 2024: આવનારા માર્ચ મહિનામાં આટલા દિવસ બેંકો રહેશે બંધ, RBI એ રજૂ કરી બેન્ક હોલીડે ની યાદી

તેનાથી કોઈ ફરક નથી પડતો. તમે શોટ માટે તૈયાર હોવ અને સાઉન્ડ- એક્શન વચ્ચે થોડો સમય લાગતો જ હોય છે.’ એક શોટમાં તડકામાં ઊભી હતી અને દિગ્દર્શકે સાઉન્ડ એક્શન બોલી નાખ્યું. તેથી માથેથી છત્રીઓ હટાવી દેવામાં આવી.

આ પોસ્ટ પણ વાંચો:   Gujarat secondary and higher secondary education board Result 2024: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળ પરિણામ 2024

પરંતુ શોટ રેડી થવામાં થોડો સમય હતો અને ધોમધખતો તડકો પડી રહ્યો હતો. હું ગરમીમાં શેકાઈ રહી હતી. હું પોતાને ફરિયાદ કરતી બોલી રહી હતી કે આ શું છે? પરંતુ મને અહેસાસ થયો કે જીવનમાં આ ખૂબ જરૂરી છે. તમે તેનાથી ભાગી નથી શકતા. તમારે તે શોટ આપવો જ પડે. મેં તે વાતનો સ્વીકાર કરી લીધો, સ્વીકાર કરતાં જ હું સામાન્ય અને સહજ થઈ ગઈ.”

Leave a Comment