રાજસ્થાને RCBની આશા રોળતા IPLની બહાર ફેંક્યું, રાજસ્થાન રોયલ્સે ૧૯ ઓવરમાં ૬ વિકેટે ૧૭૪ રન બનાવીને બેંગલોરને પરાજય આપ્યો

રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની આઇપીએલ ખિતાબ જીતવાની આશા પર પાણી ફેરવી દીધું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી એલિમિનેટર મેચમાં રાજસ્થાને બેંગલોરને ચાર વિકેટે પરાજય આપીને આગેકૂચ કરી છે. જીત માટેના ૧૭૩ રનના ટાર્ગેટ સામે મેદાનમાં ઉતરેલી રાજસ્થાન રોયલ્સની ટીમે ૧૯ ઓવરમાં છ વિકેટના ભોગે ૧૭૪ રન બનાવીને જીત મેળવી હતી. તે સાથે જ રોયલ ગેલેન્જર્સ બેંગલોરની આઇપીએલ ખિતાબ જીતવાની આશાને ફરીવાર ધક્કો લાગ્યો હતો. રાજસ્થાન વતી જયરવાલ અને કેડમોરે આક્રમક શરુઆત કરી હતી. અને તેમણે ટીમને મજબૂત શરુઆત અપાવી હતી. જોકે, વચ્ચેના સમયમાં આરસીબીએ રાજસ્થાનની ચાર વિકેટ ખેરવી દેતા ટીમ સંકટમાં મુકાઈ હતી જે બાદસ શિમરોન હેટમાયરે રાજસ્થાન માટે જીતની આશા સર્જી હતી પરંતુ મેચની ૧૮મી ઓવરમાં મોહમ્મદ સિરાજે સેટ બેટ્સમેન પરાગ અને હેટમાયરની વિકેટ ઝડપીને આરસીબી માટે ફરી તક સર્જી હતી પરંતુ રોવમન પોવેલે ૧૯મી ઓવરમાં જ રાજસ્થાનને જીત અપાવી હતી. આ સાથે જ રાજસ્થાને બીજી એલિમિનેટર મેચ માટે ક્વોલિફાય કર્યુ હતું.
When Shelve આક્રમક શરૂઆત કર્યા બાદ અચાનક ધબડકો થતાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ રાજસ્થાન રોવલ્સ સામેના આઈપીએલ એલિમિનેટર મુકાબલામાં આઠ વિકેટે ૧૭૨ રન નોંધાવી શક્યું હતું. રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. અમદાવાદમાં છેલ્લી આઇપીએલ મેચ હોવા ઉપરાંત કોહલીના કારણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હાઉસફુલ થયું હતું. આમ રાજસ્થાનને મુકાબલો.

આ પોસ્ટ પણ વાંચો:   Agriculture: ખુશખબર! 8 કરોડ ખેડૂતોના ખાતામાં આવશે 18000 કરોડ રૂપિયા, ફાઈનલ થઈ ગઈ તારીખ

જીતવા માટે ૧૭૩૨નનો ટાર્ગેટ મળ્યો હતો. ઓપનર વિરાટ કોહલી અને સુકાની લક કુ પ્લેસિસે (૧૭) પ્રથમ વિકેટ માટે ૩૦ રનની ભાગીદારી નોંધાવીને ઇનિંગનો આક્રમક પ્રારંભ કર્યો હતો. કોહલીએ ૨૪ બોલમાં ત્રણ બાઉન્ડી અને એક સિક્સર વડે ૩૩ રન બનાવ્યા હતા. કેમરુન ત્રીને ૨૧ બોલમાં ૨૭ તથા રજત પાટીદારે ૨૨ બોલમાં બે બાઉન્ડ્રી અને બે સિકસર વડે ૩૪ રન બનાવ્યા હતા. સિઝનમાં ફ્લોપ રહેલો ગ્લેન મેક્સવેલ પ્રથમ બોલે જ આઉટ થતાં તે ગોલ્ડન દંડકનો શિકાર બન્યો હતો. દિનેશ કાર્તિક પ્રથમ બોલે જએલબીડબ્લ્યૂ આઉટ થયો હતો પરંતુ થર્ડ અમ્પાયરે વિવાદાસ્પદ નિર્ણય આપીને તેને નોટઆઉટ જાહેર કર્યો હતો. ઇનિંગના અંત ભાગમાં લોમરોર ૩૨ રન બનાવીને આઉટ થયો હતો. અવેશ ખાને ૪૪ રનમાંત્રણ તથા અશ્વિને ૧૯ ૨નમાં બે વિકેટ ઝડપી હતી.

આ પોસ્ટ પણ વાંચો:   BOB Saving Account Opening 2024:ઘરે બેઠા ખાતું ખોલાવો ફક્ત 10 મિનિટમાં તમારા મોબાઇલથી

૨૪મીએ રાજસ્થાન હૈદરાબાદ સામે રમશે
આરસીબીને હરાવીને રાજસ્થાન ક્વોલિફાયર-૨ માં પહોંચી ગઇ છે અને ૨૪ મેના રોજ તેનો સામનો નોંકઆઉટ મેચમાં હૈદરાબાદ સામે થશે. આ મેચમાં જે ટીમ જીતશે તેનો સામનો ૨૬ મેના રોજ કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ફાઇનલમાં થશે. આજના પરાજયની સાથે જ આપીએલમાં સતત છ મેચ જીત્યા બાદ આરસીબીની ટીમ બહાર ફેંકાઇ ગઇ છે. આજની મેચમાં આરસીબીની ટીમ માટે કંઇ યોગ્ય નહોતું ગયું, મેયમાં ટોસ હારવાની સાથે જ તેની બેટિંગ પણ જોઇ તે પ્રમાણે સારો દેખાવ કરી શકી નહોતી.

આ પોસ્ટ પણ વાંચો:   હિમાચલ-ઉત્તરાખંડ પૂરતું, આ વખતે રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશનની મુલાકાત લો

દિનેશ કાર્તિકની અંતિમ મેચ હતી?
અમદાવાદમાં રમાયેલી મેચ આરસીબીના દિનેશ કાર્તિક માટે સંભવતઃ અંતિમ મેરા હતી. મેચ બાદ જે પ્રકારે આરસીબીના ખેલાડીઓ કાર્તિકને ગળે લાગી રહ્યા હતા જેને જોતા એમ મનાય છે કે કાર્તિકની આ સંભવતઃ અંતિમ આઇપીએલ મેચ હતી. કાર્તિકે આ પહેલા ચેન્નઇને પરાજિત કર્યા બાદ કહ્યુ
હતું કે તેને લાગતુ હતું કે સીએસકે સામેની તેની મેચ આઇપીએલ કેરિયરની
અંતિમ મેચ હશે.

Leave a Comment