ભારત-પાકિસ્તાન યુદ્ધ વચ્ચે ગુજરાતના 18 જિલ્લાઓમાં હાઈ એલર્ટ

ભારતે પાકિસ્તાનના હુમલાનો યોગ્ય જવાબ આપ્યો છે.પાકિસ્તાને રાજસ્થાન,ગુજરાત અને જમ્મુ કાશ્મીરમાં ડ્રોન હુમલો કર્યો છે.મધરાતે કચ્છ સરહદે પાકિસ્તાને ડ્રોન દ્વારા હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે.તેવામાં ભારતીય સેનાએ 3 ડ્રોનને તોડી પાડીને હુમલો નાકામ કર્યો છે.સરહદી વિસ્તારના ગામનો બ્લેકઆઉટ કરવામાં આવ્યા છે.

માછીમારોની સુરક્ષાને લઈ રાજ્ય સરકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરહદી વિસ્તારોના માછીમારોને પરત બોલાવાયા છે. આગામી આદેશ સુધી માછીમારી પ્રવૃત્તિ પર પ્રતિબંધ છે. રાજ્યના ધાર્મિક સ્થળોની સુરક્ષામાં પણ વધારો કરાયો છે. સોમનાથ, અંબાજી, દ્વારકાના મંદિરોની સુરક્ષા વધારાઈ છે. રાજ્યની સુરક્ષાને લઈ ગૃહરાજ્યપ્રધાને બેઠક યોજી હતી. સ્ટેટ ઇમરજન્સી સેન્ટરમાં અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

આ પોસ્ટ પણ વાંચો:  Birth/Death Certificate Download Online: જન્મ અને મરણના દાખલા હવે ઘરે બેઠા ઓનલાઇન કાઢી શકાશે

સરકાર દ્વારા 18 જિલ્લાઓને હાઈએલર્ટ આપવામાં આવ્યું છે જેમાં કચ્છ,બનાસકાંઠા અને પાટણ જિલ્લાનો સમાવાશે થયા છે.

આ પોસ્ટ પણ વાંચો:  School Summer Vacation:શાળાઓમાં ઉનાળાની રજાઓ જાહેર, ઉનાળાની ઘરે બેઠા મજા કરવા કેટલા દિવસ મળ્યા જાણો
આવનારા સમાચાર જોવા માટેClick here

Leave a Comment