મિત્રો કેરીની જાતો વિષે જાણવા જીઈએ તો તેમાં ઘણી બધી જાતો આવે છે જેમ કે કેસર, હાફુઝ, રત્નાગિરી, લંગડો, બદામી, બાટલી, રાજપુરી, નિલ્ફાંઝો, જમાદાર વગેરેનો સમાવેશ થાય છે પણ ગુજરાતમાં કેસર અને હાફૂસની માંગ હમેશા માટે વધુ રહે છે .
જેમાં કેસર કેરીનું ઉત્પાદન સૌરાષ્ટ્ર અને કચ્છમાં મોટા પ્રમાણમાં થાય છે જ્યારે હાફૂસ કેરીનું ઉત્પાદન મહારાષ્ટ્રના રત્નાગીરી વિસ્તારમાં મોટા પ્રમાણમાં થાય છે જેથી તેને રત્નાગીરી કેરી તરેક પણ ઓળખાય છે.
મિત્રો ઉનાળામાં કેરીનો ઉપયોગ માત્ર ભોજન તરીકે નહીં પણ સ્વાસ્થય માટે પણ ખૂબ જ ઉપયોગી છે. કેરીનાં સેવનથી તમને એસિડિટી, ગેસ અને અન્ય પેટને લગતી સમસ્યાઓ દૂર થઈ શકે છે. તો શું તમે આ સિઝનનો કેરીનો ટેસ્ટ કર્યો કે હજુ બાકી છે તે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.
Mango Price in Gujarat
Mango Price in Gujarat: મિત્રો ગુજરાતમાં કેરીનું મુખ્ય આવક અમરેલી, જૂનાગઠ અને કચ્છ જિલ્લામાં થાય છે જેમાં ગુજરાતની બજારોમાં વિવિધ પ્રકારની કેરીઓ જોવા મળે છે જેમ કે કેસર કેરી, આફૂસ કેરી, રત્નાગિરી કેરી વગેરેનો સમાવેશ થાય છે. અત્યારે તાજા સમાચાર મુજબ સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં કેસર કેરીનાં 300 જેટલા બોકસની આવક થઈ ચૂકી છે અને આમ જોઈએ તો ગયા વર્ષ કરતાં આ વખતે કેસર કેરીનાં ભાવ થોડા ઊંચા રહ્યા છે.
જો કેસર કેરીનાં બજાર ભાવ વિષે વાત કરી તો અત્યારે સૌરાષ્ટ્રના ગોંડલ માર્કેટમાં કેસર કેરીનાં 10 કિલાના બજાર ભાવ 1990 થી લઈને 3000 સુધી બોલાઈ રહ્યા છે. તેવી જ રીતે અમરેલી માર્કેટ યાર્ડમાં પણ કેસર કેરીનાં ભાવ 2400 થી 3000 રૂપિયા પ્રતિ મણ બોલાઈ રહ્યા છે.
મિત્રો કેસર કેરીનાં ભાવ તો જાણ્યા પણ જો કચ્છની પ્રખ્યાત કેરી હાફૂસ કેરી કે જેને રત્નાગિરી કેરી તરીકે પણ ઓળખીએ છીએ તેના ભુજ માર્કેટમાં બજાર ભાવ 300 રૂપિયા પ્રતિ કિલા બોલાઈ રહ્યા છે.
Mango Price in Gujarat: ઉનાળાની સિઝન આવતા લોકોના મૂઢા પર એક જ નામ આવે કે કેરીની સિઝન આવી ગઈ છે. મિત્રો એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ બજારમાં કેરીની માંગ વધવા માંગી છે ત્યારે ગુજરાતના માર્કેટયાર્ડોમાં કેરીની આવક અત્યારે ધીમી છે પણ જેમ જેમ ગરમી વધતી જશે તેમ કરીના રાશિયાઓ પણ કેરીનો રસ કે કાચી કેરીનાં શાકનો આણદ માણવા ઉત્સુક થતાં હશે. આ વર્ષે કેરીનાં ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો જોવા મળી શકે કેમ કે ગઈ સાલની જેમ આ વખતે ખેડૂતોને કમોસમી વરસાદી માવઠાઓનું નુકાસાન વધુ માત્રામાં થયું નથી. તો આજે આપણે આ લેખમાં કેરીનાં તાજા બજાર ભાવ વિષે જાણીશું.