સાપને જ રમકડું સમજીને બાળક તેની સાથે રમવા લાગ્યું,જૂઓ વીડિયો

Video: બાળકો સમજણ વગર રમવા આપેલ કંઈ પણ વસ્તું હોય તે વારંવાર મોંઢામાં નાખીને ચુસવાનો કે ચાવવાનો ટ્રાય કરતાં રહેતા હોય છે. જો તેમની સંભાળ ન લેવામાં આવે તો તેઓ કંઈને કંઈ નાના રમકડા કે લખોટી વગેરે ગટી પણ જતા હોય છે. તાજેતરમાં, આવા જ એક બાળકનો એક ડરામણો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં એક બાળક જીવતા સાપને જ રમકડું સમજીને તેની સાથે રમવા લાગે છે અને ધીરે ધીરે તેને મોંઢામાં રાખીને ચાવવાનો ટ્રાય કરે છે. આ વાયરલ વીડિયો જોઈને લોકોને ડરી રહ્યા છે.

IPL 2024ને લઈ મોટા સમાચાર: આ તારીખથી શરુ થશે 17મી સીઝન, ભારતમાં જ રમાશે તમામ મેચ

વીડિયોમાં જીવતા સાપને બાળક ચાવતું જોવા મળે છે

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક બાળક સાપને પોતાના મોંઢા પાસે લઈ જાય છે, આ દરમિયાન સાપ પરેશાન જોવા મળી રહ્યો છે. થોડી વાર પછી બાળક સાપને મોંઢામાં નાખે છે. પછી તે સાપને બહાર કાઢે છે, બાળક ક્યારેક સાપને પોતાના ખભા પર તો ક્યારેક પગ પર બેસાડે છે. જો આપણે ધ્યાનથી જોઈએ તો ખ્યાલ આવે છે કે આ સાપ કોઈ સામાન્ય સાપ નથી, પરંતુ એક નાનો કોબ્રા છે. બની શકે કે સાપનું ઝેર નીકળી ગયું હોય.

Leave a Comment