Ration Card List 2024: ડાઉનલોડ કરો તમારા ગામનુ રેશન કાર્ડનુ લીસ્ટ,નવી BPL યાદિ

Ration Card List 2024: રેશનકાર્ડ લીસ્ટ ગુજરાત 2024: સામાન્ય રીતે રેશનકાર્ડ દરેક પાસે હોય છે. રેશનકાર્ડ નો આમ તો મુખ્ય હેતુ સસ્તા અનાજની દુકાને થી રાશન લેવા માટે થતો હોય છે. જો કે રેશન કાર્ડનો વિવિધ હેતુ માટે પ ઉપયોગ કરવામા આવે છે. કયારેક આપણે ઓચીંતા રેશનકાર્ડ નંબરની જરૂરીયાત પડતી હોય છે. પરંતુ રેશન કાર્ડ ફોન મા ન હોવાથી અને ઓનલાઇન માહિતીના અભાવે રેશનકાર્ડ નો ડેટા મળી શકતો નથી. આજે આપણે આ પોસ્ટમા ઓનલાઇન રેશનકાર્ડ નોડેટા અને લીસ્ટ કઇ રીતે જોવુ તેની માહિતી મેળવીએ.

Ration Card List 2024

જો તમે નવુ રેશનકાર્ડ કઢાવવા માટે અરજી કરી હોય અથવા અરજી કર્યા પછી તમારું રેશન કાર્ડની યાદીમાં આવ્યું છે કે કેમ તે ચેક કરવા માંગતા હોય તો તેના માટે નીચે સરળ પ્રોસેસ આપેલી છે. તેને અનુસરીને તમે રેશનકાર્ડના લીસ્ટમા તમારૂ નામ સર્ચ કરી શકો છો. આ ઉપરાંત અમે તમને ગુજરાત ના રેશન કાર્ડ 2024 ધારકોનુ લીસ્ટ અને ઓફીસીયલ વેબસાઇટનો ઉપયોગ કરીને એપ્લિકેશનની સ્થિતિ કેમ ચેક કરવી તેની માહિતી પણ આપેલી છે. તમે નીચે આપેલ સ્ટેપ-બાય-સ્ટેપ ગાઇડલાઇન અનુસરીને ગુજરાત રેશન કાર્ડ લાભાર્થીની યાદીમાં તમારુ નામ ચેક કરી શકો છો તેમજ ઓફીસીયલ વેબસાઇટ દ્વારા અરજીની સ્થિતિ પણ ચેક કરી શકો છો.

રેશનકાર્ડનો મળવાપાત્ર જથ્થો જાણો

તમારા રેશનકાર્ડ પર રાશન નો કેટલો જથ્થો મળવાપાત્ર છે તે પણ ઓનલાઇન જાણી શકો છો. તેના માટે નીચે મુજબના સ્ટેપ અનુસરો.

  • સૌ પ્રથમ ipd gujarat રેશન કાર્ડ વેબસાઇટ ઓપન કરવાની રહેશે. આ લીંક https://ipds.gujarat.gov.in/Register/frm_KnowYourEntitlement.aspx પર કલીક કરીને પણ સીધા ઓપન કરી શકો છો.
  • હવે તમારો રેશન કાર્ડ નંબર અને કેપ્ચા કોડ સબમીટ કરો.
  • જો તમને તમારો રેશનકાર્ડ નંબર ખબર ન હોય, તો અન્ય વિગતો નાખીને પણ આ વિગતો ચેક કરી શકો છો. જેવી કે પ્રથમ NFSA પ્રકારો પસંદ કરો, ગેસ કાર્ડ પસંદ કરો (જો તમારી પાસે ગેસ કનેક્શન હોય તો હા પસંદ કરો), તમારા કુટુંબના સભ્યને દાખલ કરો, કાર્ડની શ્રેણી પસંદ કરો, કેપ્ચા કોડ દાખલ કરો અને જોવા માટે બટન પર ક્લિક કરો.
  • હવે તમારી સ્ક્રીન પર તમને મળવાપાત્ર રેશન નો જથ્થો જોઇ શકો છો
આ પોસ્ટ પણ વાંચો:  Kuvarbai Nu Mameru Yojana : કૂવરબાઈનું મામેરું યોજના 2024 સરકાર આપશે ગરીબ દિકરીઓના કલ્યાણ માટે 12,000 ની સહાય

રેશનકાર્ડ લીસ્ટ ગુજરાત 2024

  • રેશન કાર્ડ નુ લીસ્ટ ચેક કરવા માટે સૌ પ્રથમ તમારે સતાવાર વેબસાઇટ https://ipds.gujarat.gov.in ઓપન કરવાની રહેશે. આ સિવાય તમે નીચે આપેલ લીંક પરથી કલીક કરીને સીધા આ વેબસાઇટ ઓપન કરી શકો છો.
  • ત્યારબાદ આ ઓપન થયેલ વેબસાઇટ મા વર્ષ અને મહિનો નાખી કેપ્ચા કોડ નાખી સબમીટ ઓપ્શન આપો.
  • ત્યારબાદ તમારી સામે જિલ્લાઓનુ લીસ્ટ ખુલશે. તેમા તમારે જે જિલ્લાનુ રેશન કાર્ડ નુ લીસ્ટ જોવુ હોય તેના પર કલીક કરો.
  • ત્યારબાદ તમે સીલેકટ કરેલા જિલ્લાના તમામ તાલુકાઓનુ લીસ્ટ આવશે.
  • આ પૈકી તમે જે તાલુકાનુ લીસ્ટ જોવા માંગતા હોય તેના પર કલીક કરો.
  • ત્યારબાદ તમારી સામે તે તાલુકાના તમામ ગામોનુ લીસ્ટ ઓપન થશે. જેમા તમને નીચે મુજબના વિવિધ વિભાગ જોવા મળશે.
  • જેમા તમને NFSA અને NON NFSA આવા બે વિભાગ જોવા મળશે.
  • જેમા AAY, APL-1, APL-2, BPL આવા ઓપ્શન પણ હશે. તેમા તમારુ જે પ્રકારનુ રેશન કાર્ડ હોય તેના પર કલીક કરવાનુ રહેશે.
  • કલીક કરતા તમારા ગામના તમામ રેશન કાર્ડ ધારકોનુ લીસ્ટ ખુલી જશે. જેમા તમારુ નામ સર્ચ કરો.
  • જેમા તમારા નામની સામે રેશનકાર્ડ નંબર લખેલ લશે તેના પર કલીક કરતા તમારા પરિવારના રેશનકાર્ડ ની વિગતો જોવા મળશે.
આ પોસ્ટ પણ વાંચો:  PM Fasal Bima Yojana 2024: પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતો ને પાક નુકસાન પર વિશેષ સહાય આપવામાં આવશે

ikhedut Portal 2024 : 60 લાખ ખેડૂતોને લાભ મળશે, અરજી કરવા માટે ખુલી ગયું પોર્ટલ, લાખો રૂપિયાનો લાભ મળશે

Free Silai Machine Yojana 2024: ફ્રી સિલાઈ મશીન યોજના 2024,પાત્રતા, જરૂરી દસ્તાવેજો, લાભો, ઉદ્દેશ્યો અને અરજી પ્રક્રિયા

મહત્વપૂર્ણ લીંક

Ration Card List Gujaratઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment