Ration Card 2024: રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર, લોકોના તમામ વર્ગોને ધ્યાનમાં રાખીને કોઈપણ યોજના શરૂ કરવાનો તેમનો હંમેશા પ્રયાસ હોય છે. આ શ્રેણીમાં હવે રાજ્ય સરકારે એક પગલું આગળ વધાર્યું છે અને રાશન કાર્ડ ધારકો માટે મોટી જાહેરાત કરી છે. સરકાર દ્વારા જારી કરાયેલા પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ વતી રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ લાભો આપવામાં આવશે.
રેશનકાર્ડ ધારકો માટે સારા સમાચાર,હવેથી ફ્રીમાં મળશે રાશન
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને સરકાર તરફથી કોવિડ 19 મહામારી દરમિયાન શરૂ કરવામાં આવી હતી. આ સરકારી ખાદ્ય સુરક્ષા યોજના છે. તેનો હેતું ગરીબ અને ઓછી આવકવાળા પરિવારોને સસ્તા દરે ભોજન ઉપલબ્ધ કરાવીને ખાદ્ય સુરક્ષા પુરી પાડવાનો છે.
આધાર અને Ration card ને લિંક કરાવવું જરૂરી
તમને જણાવી દઇએ કે જ્યારથી સરકાર તરફથી ‘વન નેશન-વન રાશન કાર્ડ’ ની જાહેરાત કરી છે. ત્યારથી રાશન કાર્ડને આધારથી લિંક કરવું અનિવાર્ય કરી દીધું છે. સરકારને સમાચાર મળ્યા છે કે લોકો એકથી વધુ Ration card રાખીને અલગ અલગ જગ્યાએથી તેના પર મફત રાશનનો ફાયદો લઇ રહ્યા છે. એવામાં તેના પર પ્રતિબંધ લગાવવાનો હેતુથી રાશના કાર્ડને આધાર કાર્ડથી લિંક કરાવવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે.
આ ઉપરાંત ઘણા મૃત લોકોને રાશન કાર્ડ પર પણ રાશનનો ફાયદો લેવામાં આવી રહ્યો છે. બધી વસ્તુઓ પર પ્રતિબંધ લગાવવા માટે સરકારે તેને આધારથી લિંક કરાવવું જરૂરી કરી દીધું છે. જોકે કેન્દ્રની મોદી સરકાર વતી તે બીપીએલ પરિવારોને રેશન કાર્ડ દ્વારા સસ્તા દરે અનાજ અને કેરોસીન તેલ પ્રદાન કરે છે. એક કરતા વધુ રેશનકાર્ડ ધરાવતા લાભાર્થીઓ વધુ રાશન લે છે અને જરૂરિયાતમંદો તેનાથી વંચિત રહી જાય છે.
આધાર અને રાશન કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખમાં ફેરફાર
જો તમારી પાસે પણ Ration card છે અને તમે સરકારમાંથી મળનાર મફત રાશન યોજના સસ્તા દરવાળા રાશનનો ફાયદો લો છો તો આ સમાચાર તમારા માટે છે. મોદી સરકારે પોતાના ત્રીજા કાર્યકાળ દરમિયાન રાશકાર્ડ ધારકોને મોટી રાહત આપી છે. સરકાર તરફથી આધાર અને રાશન કાર્ડ જોડવાની (Aadhaar-Ration Card Link) અંતિમ તારીખને ફરી એકવાર વધારી દીધી છે. આ વખતે સરકાર તરફથી તેમાં ત્રણ મહિનાનું એક્સટેંશન આપવામાં આવ્યું છે. પહેલાં આધાર અને રાશન કાર્ડને લિંક કરવાની અંતિમ તારીખ 30 જૂન હતી. જેને વધારીને 30 સપ્ટેમ્બર કરી દીધી છે. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ તરફથી તેને નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.
પૈસા લેવા સામે કાર્યવાહી કરવામાં આવશે
અધિકારીઓ દ્વારા સૂચના જારી કરવામાં આવી છે કે જો કોઈ કોટદાર પૈસાની માંગણી કરતો જોવા મળશે અથવા આવી કોઈ ફરિયાદ મળશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. લખનૌમાં 37841 અંત્યોદય કાર્ડ ધારકો છે. તે જ સમયે, ગૃહસ્થી કાર્ડ ધારકોની સંખ્યા 534159 છે
જૂન બાદ બંધ નહી થાય રાશન મળવાનું
સરકાર તરફથી પહેલાં આધાર અને રાશનકાર્ડને લિંક કરવાની અંતિમ તારીખ 30 જૂન 2024 નક્કી કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે નક્કી તારીખ સુધી આધાર અને રાશન કાર્ડ લિંક ન કરતાં 1 જુલાઇથી સસ્તું રાશન અને મફત રાશનનો ફાયદો લાભાર્થીઓને મળશે નહી. પરંતુ હવે સરકાર તરફથી અંતિમ તારીખને ત્રણ મહિના એટલે કે 30 સપ્ટેમ્બર સુધી વધારી દેવામાં આવી છે તો પાત્ર લાભાર્થીઓને ફાયદો મળતો રહેશે.
આધાર અને Ration card ને લિંક કેવી રીતે કરવુ?
- સૌ પ્રથમ તમારા રાજ્યના જાહેર વિતરણ પોર્ટલ અથવા ‘Food, Civil Supplies and Consumer Affairs’ વિભાગની વેબસાઇટ https://web.umang.gov.in પર જાઓ.
- વેબસાઇટ પર ‘Link Aadhaar with Ration Card’ ઓપ્સન દેખાશે તેના પર ક્લિક કરો.
- તમારા રાશનકાર્ડ નંબર, આધાર નંબર, અને અન્ય જરૂરી વિગતો દાખલ કરો.
- તમારું આધાર નંબર દાખલ કર્યા પછી, તમારી નોંધાયેલ મોબાઇલ નંબર પર OTP આવશે. તે OTP દાખલ કરો.
- વિગતો અને OTP સબમિટ કર્યા પછી, તમારા આધાર અને રાશનકાર્ડ લિંક થઈ જશે.
આધાર અને Ration card ને લિંક કરવા માટેની ઓફલાઇન પ્રોસેસ નિચે આપેલ છે.
- તમારા નજીકના જાહેર વિતરણ કચેરી (જ્યારે PDS ઓફિસ)માં જાઓ અને ‘આધાર-રાશનકાર્ડ લિંકિંગ ફોર્મ’ મેળવો.
- જરૂરી વિગતો સાથે ફોર્મ ભરો, જેમાં તમારો રાશનકાર્ડ નંબર, આધાર નંબર, અને ફેમિલી સભ્યોના આધાર નંબર સમાવેશ થાય છે.
- ફોર્મ સાથે તમારા આધાર કાર્ડ અને રાશનકાર્ડની નકલ જોડો.
- ભરીને અને જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મ સબમિટ કરો. કચેરીના અધિકારી તમારા દસ્તાવેજોની ચકાસણી કરશે.
મહત્વપૂર્ણ લીંક
રેશનકાર્ડને આધારકાર્ડ સાથે લીંક કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |