Self declaration form for Income Certificate Gujarat: આવકના દાખલા માટે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ડાઉનલોડ કરો અહિયાં થી

Income Certificate Gujarat: હવે digitalgujaratportal પરથી Income certificates apply online દ્વારા ઘરે બેઠા આવકનો દાખલો કઢાવી શકો છો. આવકનો દાખલો કઢાવવા માટે હવે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવું ફરજીયાત છે. Aavak no Dakhlo ફોર્મ pdf 2023 અને આવકનો દાખલો ઓનલાઇન ઘરેબેઠા કેવી રીતે કઢાવો આજ આ આર્ટિકલ માં જાણીશું.

Income Certificate Gujarat: આવકના દાખલો

તમારે સૌપ્રથમ બધા જ ડોક્યુમેન્ટ્સ ભેગા કરી લેવાના રહેશે અને ત્યારબાદ તમારે તાલુકા પંચાયત અથવા મામલતદાર કચેરી એ જવાનું રહેશે અને ત્યાંથી તમને એક ફોર્મ આપશે તે ફોર્મ ભરી ને તમારે ડોક્યુમેન્ટ્સ સાથે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ જોડવાના રહેશે.

આ પોસ્ટ પણ વાંચો:   NSG Commando Kaise Bane: જાણો NSGમાં નોકરી કેવી રીતે મેળવવી અને NSG કમાન્ડો બનવાની સંપૂર્ણ પ્રક્રિયા શું છે.

ત્યાર બાદ કર્મચારી તમારા દસ્તાવેજ ને ચકાશી અને તમારો ફોટો પાડશે અને પછી તેમાં સહી સિક્કા કરી ને થોડા જ સમય પછી તમને તમારો આવક નો દાખલો મળી જશે.

આવકનો દાખલો કઢાવવા માટે ડોક્યુમેન્ટ જાણો?

આવકનું પ્રમાણપત્ર મેળવવા માટે જરૂરી દસ્તાવેજો નીચે આપેલ છે. તમે ઓનલાઇન અરજી કરો છો તો તમારે જે પુરાવા છે તે પુરાવાની ઓરીજનલ નકલ સ્કેન કરી અપલોડ કરવાની રહેશે.

  • રેશનકાર્ડ
  • ૭/૧૨ અને ૮-અ ની નકલ
  • લાઇટબિલ
  • પાણી બિલ
  • ગેસ કનેક્શન
  • પોસ્ટ ઓફિસ બેંક પાસબૂક
  • ડ્રાઇવિંગ લાઈસેન્સ
  • સરકારી ફોટો આઈડી કાર્ડ / સેવા ફોટો ઓળખ કાર્ડ
આ પોસ્ટ પણ વાંચો:   TATA IPL 2024 Live Streaming | TATA IPL 2024 લાઇવ જોવો એ પણ બિલકુલ ફ્રી માં, જાણો સંપૂર્ણ માહિતી

આવકનો દાખલો મેળવવા માટેની પાત્રતા

  • આવકવેરાના પ્રમાણપત્ર માટે અરજી કરનાર વ્યક્તિ ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ.

આવકના દાખલામાં મળવાપાત્ર લાભ

  • જો આવકના દાખલામાં દર્શાવેલી આવક સરકારે નક્કી કરેલી આવક કરતા ઓછી હોય તો તે કુટુંબને અથવા પરિવારને સરકારે બહાર પાડેલી કોઈ યોજનાઓ નો લાભ મેળવી શકે છે.
  • આવકના દાખલામાં દર્શાવેલી આવક સરકારે નક્કી કરેલી આવક કરતા વધુ હોય તો સરકરા તરફથી અમુક યોજનાઓમાં તે કુટુંબ અથવા પરિવાર ને તે યોજનાઓ નો લાભ મળતો નથી.

ઓળખાણ પુરાવો (કોઈપણ એક ફરજિયાત છે)

  1. ચૂંટણીકાર્ડ
  2. પાનકાર્ડ
  3. પાસપોર્ટ

આવક માટેનો પુરાવો (કોઈપણ એકની નકલ)

  1. એમ્પ્લોયર સર્ટિફિકેટ
  2. આવકનો પુરાવો
  3. પગારદાર (ફોર્મ 16-A અને છેલ્લા ત્રણ વર્ષથી ITR)
  4. તલાટી સમક્ષ ઘોષણા
આ પોસ્ટ પણ વાંચો:   PM કિસાન યોજનાના 16મા હપ્તાની ટ્રાન્સફર તારીખ જાહેર,8 કરોડથી વધુ ખેડૂતોને મળશે લાભ

આવકનો દાખલો ગ્રામ પંચાયત કઢાવવા માટે ઓફલાઈન અરજી.

આવકનો દાખલો ફોર્મ pdf 2023 ની લિંક નીચે આપેલ છે, જેના વડે આવકનું ફોર્મ ડાઉનલોડ કરી ને આવકનો ફોર્મ ગ્રામ પંચાયતમાં  જઈ તલાટી પાસે જઈને ફોર્મ ભરી સહી સિક્કા કરી અને ત્યારબાદ જરુરી ડોક્યુમેન્ટ જોડી તાલુકા પંચાયત જઈ તમારુ ફોર્મ ત્યાં જમાં કરાવાનુ રહેશે.

તલાટી પાસેથી આવકનું ફોર્મમાં ભરાવતા સમયે ત્રણ પંચો (તમારા ગામના)  હાજર જોઈશે અને પછી સોગંદનામું કરવાની જજુર પડતી નથી તમારે તેના બદલે એકરાર નામું જાતે ભરી ફોર્મમાં ફોર્મનીચે તમારી સાઈન કરવાની રહેશે.

આવકના દાખલાનું ફોર્મ ભરી તમે તાલુકા પંચાયત જઈ ત્યાં જમાં કરાવો પડશે, ત્યારબાદ કલાર્ક એક ચોપડામાં નામે લખાવશે અને તેની ફી ૨૦ રુપિયા જેટલી રહેશે, પછી તમને તમારા આવકના દાખલા માં સક્ષમ અધિકારીની સહી કરી તમારુ આવકનો દાખલો આપવામાં આવશે.

સ્વ-ઘોષણા ફોર્મ PDF ડાઉનલોડ કરો

આવકના દાખલાનું અરજી ફોર્મ આવક પ્રમાણપત્રો ફોર્મ
સેલ્ફ ડીક્લેરેશન ફોર્મ સ્વ-ઘોષણા ફોર્મ PDF

Leave a Comment