Vahali Dikri Yojana : વ્હાલી દીકરી યોજના 2024 રૂ. 110,000ની સહાય

Vahali Dikri Yojana 2024 વ્હાલી દિકરી યોજના 2024:  ક્યા ક્યા ડોક્યુમેન્ટ જોઇએ કોને યોજનાનો લાભ મળે , કઈ રીતના ઓનલાઈન અરજી કરવાની સંપૂર્ણ માહિતી માટે આ પોસ્ટ વાંચો.

ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી યોજના અમલમાં છે અને ચાલી રહી છે. તેમાં પણ Women and child development department of Gujarat તેમાં પણ ઘણી યોજના હાલમાં ચાલી રહી છે. જેમકે સિલાઈ મશીન યોજના મહિલા સ્વાવલંબન યોજના વિધવા પુનઃલગ્ન યોજના મહિલાઓને બાળકો પોતાની વિકાસ કરી શકે તે માટે સમાજમાં ઘણી બધી યોજનાઓ સારી અને ઉપયોગી છે. તેમજ એક વ્હાલી દિકરી યોજના છે જેમાં દીકરીને ત્રણ હપ્તામાં 110,000 ની સહાય આપવામાં આવે છે.

Vahali Dikri Yojana Gujarat 2024

યોજના નામવ્હાલી દીકરી યોજના
કુલ સહાય1,10,000
રાજ્યગુજરાત
ઉદ્દેશગુજરાતમાં દીકરીઓનું પ્રમાણ વધારવાનું અને  શિક્ષણ પ્રાપ્ત કરવાનું
લાભાર્થીગુજરાત રાજ્ય નાં તમામ દીકરીઓ
અરજી પ્રકાર  ઓનલાઈન અને ઑફલાઈન
સંપર્કનજીક ની બેંક અથવા પોસ્ટ ઓફિસ

વ્હાલી દીકરી યોજના સહાય | vahali dikri yojana sahay

વાલી દીકરી યોજના પ્રાથમિક શાળામાં ધોરણ 1માં પ્રવેશ કરે ત્યારે થી લઈને 18 વર્ષ સુધી તેને કુલ 1 લાખ 10 હજાર રૂપિયા ઉચ્ચ અભ્યાસ માટે અને લગ્નમાં ઉપયોગી થાય તે માટે ચૂકવવામાં આવે છે.

આ પોસ્ટ પણ વાંચો:   Namo Lakshmi Yojana Gujarat Registration: નમો લક્ષ્મી યોજના ગુજરાત નોંધણી

વાલી દિકરી યોજના ની પાત્રતા | vahali dikri yojana eligibility

Women And Child Development Department Gujarat દ્વારા નક્કી કરેલ પાત્રતા l જેમાં યોજના કોને મળે અને કોન લાભ લઇ શકે તેની માહિતી આપેલ છે.

  • માતા પિતાને પહેલા ત્રણ સંતાનોમાં આ યોજનાનું લાભ મળી શકે છે જેમાં પ્રથમ સંતાનમાં ત્રણ દીકરીઓ હોય તો પણ આ યોજના લાભ મેળવી શકે છે.
  • તારીખ 01/08/2019 બાદ જન્મેલ તમામ દીકરીઓ ને વહાલી દીકરી યોજના નો લાભ મળવાપાત્ર છે.
  • માતા-પિતાને પ્રથમ અને બીજી અને ડીલેવરીમાં દીકરીનો જન્મ તો આયોજન નો લાભ મળવા પાત્ર છે.
આ પોસ્ટ પણ વાંચો:   UP Vidyadhan Scholarship Yojana 2024 : Government will give scholarship of Rs 10,000 to all 10th pass students, apply soon

Vahali dikri yojana documents list 2024

  • દિકરીનું જન્મનો દાખલો
  • દીકરી નું આધારકાર્ડ – હોય તો
  • પિતાનો આવકનો દાખલો
  • માતા-પિતાના આધાર કાર્ડ
  • માતા-પિતાનું રેશનીંગ કાર્ડ
  • માતા-પિતાનું જન્મનું પ્રમાણપત્ર
  • માતા-પિતાના તમામ હયાત બાળકોના જન્મના પ્રમાણપત્ર
  • માતા-પિતાનું લગ્નની નોંધણીનું પ્રમાણપત્ર
  • અને નિયત નમૂનામાં વાલી દિકરી યોજના નું સક્ષમ અધિકારી પાસે કરાવેલ માતા-પિતાનું સોગંધનામુ

આવક મર્યાદા

ગુજરાત સરકાર તરફથી વાલી દિકરી યોજના નિયમ માટે માતા પિતાની વાર્ષિક આવા 2 લાખ કરતા ઓછી હોવી જોઈએ જેમાં શહેરી અને ગ્રામીણ માટે એક સમાન જ રહેશે.

Apply online | વહાલી દીકરી યોજના

તમારા ગામના અથવા શહેરના વોર્ડ વિસ્તારમાં નજીકમાં આંગણવાડી Icds પર વિભાગ પર આપ જઈને ફોર્મ મેળવી શકો છો અને ત્યાં જ ફોર્મ આખું ભરીને આધાર પુરાવા સાથે રજૂ કરીને જમા કરાવી શકો છો.

વહાલી દીકરી યોજના ફોર્મ

વહાલી દીકરી યોજના Women and child development department of Gujarat દ્વારા અમલ મા આવેલ છે. લાભાર્થી લાભ લેવા માટે નિયત નમૂના ફોર્મ અરજી કરવાની રહેશે જે અરજી ફોર્મ નીચે આપેલ છે.

આ પોસ્ટ પણ વાંચો:   Gujarat Kanya Vidhyalay Bharti 2024: ગુજરાતમાં કન્યા વિદ્યાલયમાં ક્લાર્ક, હેલ્પર, ગૃહમાતા, શિક્ષક તથા અન્ય પદો પર પરીક્ષા વગર ભરતી

Vahali dikri yojana | કુલ કેટલી સહાય મળે ?

  • આ યોજનાઓમાં દીકરીઓને કુલ ત્રણ હપ્તામાં સહાય મળે છે.
  • કુલ રકમ ₹1,10,000 3 હપ્તા નીચે મુજબ મળે છે.

પ્રથમ હપ્તો

પ્રથમ હપ્તા મા લાભાર્થી દીકરીને તેની પ્રાથમિક શાળામાં 1 ધોરણમાં પ્રવેશ કરે ત્યારે દીકરીને 4000 રૂપિયા મળે છે.

બીજો હપ્તો

બીજા હપ્તામાં માધ્યમિક શાળામાં ધોરણ 9માં પ્રવેશ કરે ત્યારે 6000 રૂપિયા મળે છે.

ત્રીજો હપ્તો

ત્રીજા હપ્તામાં દીકરી લાભાર્થીને 18 વર્ષની થાય ત્યારે ઉચ્ચ અભ્યાસ માટે અથવા લગ્ન માટે 1 લાખ રૂપિયા મળે છે.

વધુમાં બે હપ્તા લીધા પછી દીકરી નું મૃત્યુ થઈ જાય તો ત્રીજો હપ્તો દીકરીને મળવા પાત્ર રહેશે નહીં.

Vahali Dikri Yojana | વહાલી દીકરી યોજના ની માહિતી

વાલી દિકરી યોજના વિશે વધારે માહિતી મેળવવા માટે તમે છેલ્લા બાળ વિકાસ વિભાગ કચેરી ખાતે સંપર્ક કરીને વધુ માહિતી મેળવી શકો છો.

તેમજ તમે તાલુકા કક્ષાએ Icds વિભાગની કચેરીમાં જઈને પણ વધુ માહિતી મેળવી શકો છો.

અને ગ્રામકક્ષા આંગણવાડી વર્કર પાસેથી પણ તમે વધુ માહિતી મેળવી શકો છો

સરકારશ્રીની અધિકૃત વેબસાઈટ:- www.wcd.gujrat.gov.in પર જઇને આપ માહિતી મેળવી શકો છો.

Help Line Number– 079-232-57942

Leave a Comment