વૃદ્ધ પેન્શન યોજના: વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ: વૃદ્ધ સહાય યોજના: નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના: ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ વર્ગોના લોકો માટે અનેક સહાયકારી યોજનાઓ અમલીકરણ કરવામા આવી છે. મહિલાઓ, બાળકો અને ખાસ કરીને વૃદ્ધો માટે વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય આપવામા આવતી હોય છે. વૃદ્ધ પેન્શન સહાય યોજના પણ આવી જ એક સહાયકારી યોજના છે. વૃદ્ધો ને સહાય મળે તેવી ઘણી યોજનાઓ અંતર્ગત સહાય આપવામા આવતી હોય છે. આજે આ પોસ્ટમા આપણે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના અને નિરાધાર વૃધ્ધ પેન્શન સહાય યોજના મા કઇ રીતે સહાય આપવામા આવે છે તેની માહિતી મેળવીશુ.
વૃદ્ધ પેન્શન યોજના
યોજનાનુ નામ | ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના |
લાભાર્થી જૂથ | 60 વર્ષથી વધુ ઉંમર |
મળતી સહાય | દર મહિને રૂ.1000 થી રૂ.1250 સહાય |
અમલીકરણ | મામલતદાર કચેરી |
ફોર્મ ક્યાથી મળશે ? | કલેકટર કચેરી/મામલતદાર કચેરી |
ઓફીસીયલ સાઇટ | https://sje.gujarat.gov.in |
પાત્રતા ધોરણો
- આ યોજનાનો લાભ મેળવવા માટે 60 વર્ષ કે તેથી વધુ ઉમરના વૃદ્ધો ફોર્મ ભરી શકે છે.
- BPL યાદિમા 0 થી 20 નો સ્કોર ધરાવતા હોવા જોઇએ. જો કે હવે નવી જોગવાઇ અનુસાર BPL યાદિમા ન હોય તો પણ આ યોજના અંતર્ગત સહાય મેળવવા પાત્રતા ધરાવે છે.
મળતી સહાય
આ યોજના હેઠળ ૬૦ થી ૭૯ વર્ષનાં લાભાર્થીને દર મહિને રૂ. રૂ. 1000 /- ની સહાય તથા ૮૦ કે તેથી વધુ ઉમરના લાભાર્થીને દર મહિને રૂ. 1250/- સહાય ચુકવવામાં આવે છે.
વૃદ્ધ સહાય ડોકયુમેન્ટ લીસ્ટ
- ઉંમરની સાબિતી માટે ઉંમરનું પ્રમાણપત્ર /શાળા છોડ્યાનું પ્રમાણપત્ર / ડોક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ વય પ્રમાણપત્ર.(આ પૈકી કોઇ પણ એક)
- ગરીબી રેખાની BPL યાદી પર નામ હોય તો તે અંગેનું પ્રમાણપત્ર.
- લાભાર્થીના આધાર કાર્ડ ની નકલ
- બેન્ક/પોસ્ટ ઓફીસ ખાતાની પાસબુકની નકલ
અરજી ક્યા આપવી?
આ યોજના અંતગત સહાયનો લાભ મેળવવા માટે સબંધિત જિલ્લા/તાલુકાના જન સેવા કેન્દ્ર, મામલતદાર કચેરી એ રૂબરૂ ફોર્મ ભરી જરૂરી ડોકયુમેન્ટ જોડી અરજી આપી શકાય છે. ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતથી https://www.digitalgujarat.gov.in/ પરથી પણ ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે.
વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ
- તમારા જિલ્લાની જિલ્લા કલેકટર કચેરી પરથી
- તમારા તાલુકાની મામલતદાર કચેરીથી આ ફોર્મ વિનામૂલ્યે મેળવી શકાશે.
- ગ્રામ્ય કક્ષાએથી (V.C.E.) ગ્રામ પંચાયતથી ઓનલાઈન પણ ફોર્મ ભરી શકાય છે.
- નીચે દર્શાવેલ લીન્ક પરથી પણ ફોમ ડાઉનલોડ કરી શકાશે.
- https://digitalsevasetu.gujarat.gov.in/SchemPortal/ServiceGroup.aspx
- ઉપરાંત આ આર્ટીકલમા નીચે PDF ડાઉનલોડ કરવા લીંક પણ આપેલ છે.
નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના
યોજનાનુ નામ | નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના |
લાભાર્થી જૂથ | 60 વર્ષથી વધુ ઉંમર |
મળતી સહાય | દર મહિને રૂ.1000 થી રૂ.1250 સહાય |
અમલીકરણ | મામલતદાર કચેરી |
ફોર્મ ક્યાથી મળશે ? | કલેકટર કચેરી/મામલતદાર ક્ચેરી |
ઓફીસીયલ સાઇટ | https://sje.gujarat.gov.in |
પાત્રતા ધોરણ
- ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરનાં નિરાધાર વૃધ્ધ.
- તેમને ૨૧ કે તેથી વધુ વર્ષનો પુત્ર ન હોવો જોઇએ.
- અશક્ત- દિવ્યાંગ વ્યક્તિનાં કિસ્સામાં ૭૫ ટકા થી વધારે દિવ્યાંગતા હોય અને ૪૫ કે તેથી વધુ ઉંમરની વયમર્યાદા હોય તો પણ ફોર્મ ભરી શકે છે.
- આવક મર્યાદા જોઇએ તો અરજદારની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર રૂ. 120000/- અને શહેરી વિસ્તાર રૂ. 150000/- થી વધુ ન હોવી જોઈએ
- ઓછામાં ઓછા ૧૦ વર્ષથી ગુજરાતમાં કાયમી વસવાટ કરતા હોય તો આ યોજના અન્વયે પાત્રતા ધરાવે છે.
- ૬૦ થી વધુ ની ઉંમર ધરાવનાર દંપતી / બન્નેને મળવાપાત્ર છે.
વૃદ્ધ પેન્શન યોજના સહાયની રકમ
૬૦ થી 79 વર્ષની ઉમરના વૃદ્ધોને માસિક રૂ. 1000 સહાય આપવામા આવે છે. તથા ૮૦ વર્ષથી વધુ ઉમરના વૃદ્ધોને માસિક રૂ. 1250 સહાય આપવામા આવે છે. મઘડપણ મા આ સહાય મળવાથી વૃદ્ધો ને પોતાનુ ગુજરાન ચલાવવા માટે આ સહાયથી એક ટેકો મળી જાય છે.
આ યોજનાઓ અંતર્ગત સહાયની રકમ ડી.બી.ટી દ્વારા લાભાર્થીનાં પોસ્ટ અથવા બેંક એકાઉન્ટમાં સીધી જમા કરવામા આવે છે.
સરકાર દ્વારા મહિલાઓ, બાળકો અને વૃધ્ધો માટે ઘની કલ્યાણકારી યોજનાઓ ચલાવવામા આવે છે. ત્યારે જરૂરિયાતમંદ લોકોને આ યોજનાઓની માહિતી મળી રહે તે માટે આ યોજનાઓને વધુ મા વધુ શેર કરો.
વૃદ્ધ પેન્શન ડોકયુમેન્ટ લીસ્ટ
- ઉંમરની સાબીતી માટે ઉંમરનું પ્રમાણપત્ર / શાળા છોડ્યાનું પ્રમાણપત્ર / ડોક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ વય પ્રમાણપત્ર (કોઇ પણ એક)
- આવકનો સક્ષમ અધિકારીનો દાખલો.
- દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર.
- ૨૧ વર્ષ થી મોટી ઉમરનો પુત્ર ન હોવાનું સક્ષમ અધિકારીનુ પ્રમાણપત્ર.
- લાભાર્થીના આધાર કાર્ડ ની નકલ
- બેન્ક/પોસ્ટ ઓફીસ ખાતાની પાસબુકની નકલ
- રેશનકાર્ડ ની નકલ
પેન્શન યોજના ફોર્મ
- તમારા જિલ્લાની જિલ્લા કલેકટર કચેરી પરથી
- મામલતદાર કચેરીએથી આ ફોર્મ વિનામૂલ્યે મેળવી શકાય છે.
- ગ્રામ્ય કક્ષાએથી (V.C.E.) ગ્રામ પંચાયતથી ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે.
- નીચે દર્શાવેલ લીન્ક પરથી ફોર્મ ડાઉનલોડ કરી શકાશે.
- https://digitalsevasetu.gujarat.gov.in/SchemPortal/ServiceGroup.aspx
- ઉપરાંત આ પોસ્ટમા નીચે PDF ડાઉનલોડ કરવા લીંક પણ આપેલ છે.
આ યોજના અંતર્ગત નિરાધાર વૃદ્ધો કે જેમની ઉંમર મોટી હોય અને આવકનુ કોઇ સાધન ન હોય તથા નિરાધાર હોય તેમને દર મહિને સહાય મળવાથી તેમનુ ગુજરાત ચાલી શકે છે. વૃદ્ધ સહાય માટેના ફોર્મ આ પોસ્ટમા નીચે આપેલ છે.
મહત્વની લીંક
ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના ઓફીશ્યલ સાઇટ | અહિં ક્લીક કરો |
નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના ઓફીશ્યલ સાઇટ | અહિં ક્લીક કરો |
ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના ફોર્મ | અહીં ક્લિક કરો |
નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના ફોર્મ | અહીં ક્લિક કરો |
FaQ’s વારંવાર પૂછાતા પ્રશ્નો
વૃદ્ધ પેન્શન સહાય યોજના માટે ઓછા મા ઓછી કેટલી ઉંમર હોવી જોઇએ?
60 વર્ષ
વૃદ્ધ પેન્શન યોજનામા દર મહિને કેટલી સહાય આપવામા આવે છે ?
રૂ.1000 થી રૂ.1250
વૃદ્ધ પેન્શન સહાય યોજના મા આવક મર્યાદા શું છે?
ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.120000 અને શહેરી વિસ્તાર માટે રૂ.150000.