Tar Fencing Yojana 2024 | તાર ફેન્સીંગ યોજના હેઠળ 50 % સુધી સબસીડી મેળવો, તમામ માહિતી

Tar Fencing Yojana 2024 | તાર ફેન્સીંગ યોજના: કૃષિ વિભાગ દ્વારા અગત્યના સમાચાર બહાર પાડવામાં આવેલ છે. જેમાં Tar Fencing Yojana માટે ખેડૂતો Online Application કરી શકશે. જેના માટે કૃષિ વિભાગે ઝોન નક્કી કરેલા છે. ઝોન વાઇઝ દિવસો નક્કી કરવામાં આવ્યા છે. ખેડૂતો પોતાની અરજી ikhedut Portal પર 30 દિવસ સુધી કરી શકશે.

Tar Fencing Yojana 2024 | તાર ફેન્સીંગ યોજના

યોજનાનું નામTar Fencing Yojana 2024
આર્ટીકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશખેડૂતોને સબસીડી દ્વારા જમીનના ફરતે પાક રક્ષણ હેતુ ફેન્‍સીંગ તાર સહાય
લાભાર્થીગુજરાતના ખેડૂતો
સહાયની રકમ– આ અગાઉ 5 હેકટર જમીનમાં લાભ મળતો હતો, હવે માત્ર 2 હેકટર જમીન વિસ્તાર માટે પણ કંટાળા તાર ફેનસિંગ યોજનાનો લાભ લઈ શકાશે. – જમીનના કલસ્ટર અનુસાર લાભાર્થીઓના જૂથની અરજીઓ અંગેરનીંગ મીટર દીઠ રૂપિયા 200/- સહાય મળશે.- ખરેખર થનાર ખર્ચના 50% બેમાંથી જે ઓછું હોય તે સહાય મંજુર થશે.
માન્ય વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/

તાર ફેન્સીંગ યોજનાનો હેતુ

ખેડૂતો પોતાના ઉભા પાકને રોઝ, ભૂંડ તથા જંગલી પ્રાણીઓથી બચાવવા માટે આ યોજના બહાર પાડેલી છે. જેમાં ખેતરને ફરતે લોખંડની કાંટાવાળી વાડ બનાવવાની રહેશે. સરકાર દ્વારા ખેડૂતને કાંટાવાળી વાડ બનાવવા માટે 2 હેક્ટર જમીન હોય તેવા ખેડૂતને પણ ખેતર ફરતે રનિંગ મીટર દીઠ ₹ 200 અથવા કુલ ખર્ચના 50% બંનેમાંથી જે ઓછુ હોય તે સહાય આપવામાં આવે છે. જેથી ખેડૂત પોતાના ખેતર ફરતે કાંટાવાળી વાડ બનાવી પોતાના પાકનું રક્ષણ કરી શકે છે.

આ પોસ્ટ પણ વાંચો:   Gay Sahay Yojana Gujarat 2024 : Cattle farmer will get ₹10,800 per annum

આ યોજના હેઠળ કેટલી જમીન સુધી અરજી કરવાની રહેશે?

આ યોજનાનો લાભ મેળવવા માટે ઓછામાં ઓછા બે હેક્ટર વિસ્તારની જમીન હોવી જોઈએ. પોતાની જમીનમાં તારની વાડ બનાવવા રનિંગ મીટર પ્રમાણે 200 સુધી લાભ મળશે.

આ યોજના હેઠળ કેટલો લાભ મળશે?

આ યોજનામાં ખેડૂતોને 200 રનિંગ મીટર જમીન વિસ્તાર સુધી લાભ મળશે. અથવા ખર્ચના 50 ટકા બન્નેમાંથી જે ઓછું હોય તે પ્રમાણે સહાય અપાયછે.

પાત્રતા

આ યોજનાનો લાભ મેળવવા માટે યોજનાની કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

  • આ યોજનામાં સામાન્ય વર્ગના ખેડૂતો, સામાન્ય વર્ગના નાના/સિમાંત; મહિલા ખેડૂતો, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતોને મળવાપાત્ર છે.
  • આ યોજનાનો લાભ ખેડૂત એક જ વખત લઈ શકશે.
  • આ યોજનાનો પુનઃ લાભ મેળવવાની ઓછમાં ઓછી સમય મર્યાદા 10 વર્ષ છે.
  • ખેડૂતે ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.

તાર ફેન્સીંગ યોજનાના નવા નિયમોની વિગતવાર માહિતી.

આ યોજનામાં નવા નિયમો સબંધિત વિભાગ દ્વારા બનાવવામાં આવેલા છે. જે નીચે મુજબ છે.

  • આ યોજના હેઠળ સબંધિત જિલ્લાના લક્ષ્યાંક મુજબ વહેલા તે પહેલા ધોરણે આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે.
  • તાર ફેન્‍સીંગ યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂત / ખેડૂતોના જૂથ માટે એક કલસ્ટર બનાવી શકાશે.
  • એક કરતા વધુ ખેડૂત સાથે સામુહિક અરજી કરી શકશે. જેમાંથી એક ખેડૂતને જુથ લીડર બનાવવાનો રહેશે.
  • અરજદાર ખેડૂતો પાસે ઓછામાં ઓછી 2 હેક્ટર જમીન હોવી જોઈએ.
  • ઓનલાઈન અરજી કર્યા પછી 10 દિવસમાં જૂથના તમામ ખેડૂતોએ 7-12 તથા 8-અ ની નકલ, નિયત નમૂનાનું કબુલાતનામું તથા જૂથ લીડરને સહાય ચુકવાણું કરવા માટેનું સ્વધોષણાપત્ર જિલ્લાના ખેતીવાડી અધિકારીશ્રીને રજુ કરવાનું રહેશે.
  • અરજી કરનાર ખેડૂત/ખેડૂત જૂથ લીડરે તાર ફેન્સિંગની કામગીરી પૂર્ણ થયા બાદ, સમાનના ખરીદીના GST વાળા બીલ અને બીજા જરૂરી ડોક્યુમેન્ટ સહીત જિલ્લા ખેતીવાડી અધીકારીશ્રીની કચેરી ખાતે ક્લેમ જમા કરાવાનો રહેશે.
  • વાડ બનાવ્યા પછી તેની જાણવણીની જવાબદારી ખેડૂત દ્વારા સ્વ ખર્ચે કરવાનું રહેશે.
આ પોસ્ટ પણ વાંચો:   Namo Tablet Yojana 2024 | ગુજરાત નમો ઈ-ટેબ્લેટ યોજના વિદ્યાર્થીઓને ₹1000 ની ફી પર બ્રાન્ડેડ ટેબ્લેટ

Gujarat Tar Fencing Yojana 2024 માટે લાભાર્થીની પાત્રતા.

આ યોજનાનો લાભ લેવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

  • લાભાર્થી ખેડૂત ગુજરાતનો વતની હોવો જોઈએ.
  • ખેડૂત પાસે પોતાની જમીન હોવી જોઈએ.
  • અરજદાર પાસે ઓછામાં ઓછી 2 હેક્ટર વિસ્તારની જમીન ધરાવતા ખેડૂત આ યોજના હેઠળ અરજી કરી શકશે.
  • ખેડૂત દ્વારા અગાઉ તાર ફેન્સિંગ યોજનાનો લાભ લીધેલ ન હોવો જોઈએ.
  • આ યોજનાનો લાભ જે-તે સર્વે નંબરમાં માત્ર એક વખત મળવાપાત્ર રહેશે.
  • અરજદાર ખેડૂતે 7-12 તથા 8-અ ની નકલ રજુ કરવાની રહેશે.
  • સરકાર દ્વારા નક્કી કરાયેલ ડિઝાઈન તથા ધારા-ધોરણો (સ્પેશિફિકેશન ) મુજબની વાડ બનાવવાની રહેશે.
  • ઓનલાઈન અરજી કર્યેથી સહાયની પુર્વ મંજૂરી મળ્યા બાદ ખેડૂત દ્વારા ખેતર ફરતે કાંટાવાળી વાડ બનાવવાની કામગીરી 120 દિવસમાં પુરી કરવાની રહેશે.

તાર ફેન્‍સીંગ યોજના માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ?

khedut portal દ્વારા વિવિધ સરકારી યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થયેલ છે. આ યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબના Document જોઈશે.

1. ખેડૂતનું આધારકાર્ડની નકલ

2. ikhedut portal 7-12

3. રેશનકાર્ડની નકલ

4. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું સર્ટિફિકેટ

5. વિકલાંગ લાભાર્થી માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)

6. જમીનના 7/12 અને 8-અ માં જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક

આ પોસ્ટ પણ વાંચો:   Ayushman Card Download : Download Ayushman Card in just 2 minutes

7. આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો

8. સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો

9. દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો

10. બેંક ખાતાની પાસબુક

How to Online Apply Tar Fencing Yojana 2024 | તાર ફેન્‍સીંગ યોજના માટે કેવી રીતે ઓનલાઈન અરજી કરવી?

  આ યોજનાનો લાભ લેવા માટે ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજદાર ખેડૂતોએ પોતાની ગ્રામ પંચાયતમાંથી VCE પાસેથી ઓનલાઈન કરી શકે છે. વધુમાં નજીકની તાલુકા કચેરીમાંથી તથા અન્ય કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે Online Form ભરાવી શકે છે. ઘરે બેઠા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની માહિતી મેળવીશું.

  • અરજદારે સૌપ્રથમ ‘Google Search” માં ‘ikhedut Portal’ ટાઈપ કરવાનું રહેશે.
  • ikhedut Portal વેબસાઈટ ખોલ્યા પછી “યોજના” પર ક્લિક કરવું.
  • જેમાં યોજના પર Click કર્યા પછી ક્રમ-1 પર આવેલી “ખેતીવાડી ની યોજનાઓ” ખોલવું.
  • ખેતીવાડી ની યોજના” ની “કૃષિ યાંત્રીકરણ/પોસ્ટ હાર્વેસ્ટ ના ઘટકો” ની અલગ-અલગ યોજનાઓ બતાવશે.
  • જેમાં “તારની વાડ” નામની યોજના પર ક્લિક કરવાની રહેશે.
  • જેમાં આ યોજનાની તમામ માહિતી વાંચ્યા બાદ “અરજી કરો” તેના પર Click કરીને Website ખોલવાની રહેશે.
  • હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો અગાઉ રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે.
  • અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ  અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image સબમીટ કરવાની રહેશે.
  • જો લાભાર્થી ખેડૂતેએ આઈ ખેડૂત પોર્ટલ રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન ફોર્મ ભરવું.
  • ખેડૂત ઓનલાઈન ફોર્મમાં સંપૂર્ણ ચોક્કસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ Application Save કરવાની રહેશે.
  • લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો Check કરીને Application Confirm કરવાની રહેશે.
  • ઓનલાઈન અરજી કન્‍ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં.
  • ખેડૂત અરજી નંબરના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.
Tar Fencing Yojana 2024 | તાર ફેન્સીંગ યોજના હેઠળ 50 % સુધી સબસીડી મેળવો, તમામ માહિતી
Tar Fencing Yojana 2024 | તાર ફેન્સીંગ યોજના હેઠળ 50 % સુધી સબસીડી મેળવો, તમામ માહિતી

FAQ’s- વારંવાર પૂછાતા પ્રશ્નો

1. તાર ફેન્સીંગ સહાય યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની હોય છે?

જવાબ: આ યોજનાની અરજી આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન કરવાની રહેશે.

2. Tar Fencing Yojana 2024 માં કેટલો લાભ મળે છે?

જવાબ: આ યોજના હેઠળ ખેડૂતને 2 હેક્ટર જમીન વિસ્તારમાં રનિંગ મીટર દીઠ ₹ 200 અથવા કુલ ખર્ચના 50% બંનેમાંથી જે ઓછુ હોય તે સહાય મળવાપાત્ર થશે.

3. આ યોજનાની સહાય મંજૂરીના હુકમ પછી કેટલા દિવસમાં તાર ફેન્સિંગનું કામ પુરું કરવાનું હોય છે.?

જવાબ: અરજદાર ખેડૂતને સહાયની પૂર્વ મંજૂરી બાદ કુલ 120 દિવસમાં તાર ફેન્સિંગનું કામ પુરું કરવાનું હોય છે.

Leave a Comment