GSSSB CCE Call Letter 2024: ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાની કુલ 5554 જગ્યાઓ માટે કૉલ લેટર જાહેર, આ રીતે કરો ડાઉનલોડ

GSSSB CCE Call Letter 2024: જુનિયર ક્લાર્ક સહિતની કેડરની પહેલી એપ્રિલથી શરૂ થનારી પરીક્ષા માટેના કોલ લેટર આજથી ડાઉનલોડ થઈ શકશે. 31મી માર્ચ રાત્રી ના 11 -55 સુધી ઉમેદવારો ડાઉનલોડ કરી શકાશે.

GSSSB CCE Call Letter 2024: ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાના કૉલ લેટર

તારીખ પહેલી એપ્રિલથી શરૂ થનાર પરીક્ષા 9મી મે સુધી ચાલશે. ચૂંટણીના કારણે તારીખ છ અને સાત મે ના રોજ લેવામાં આવનારી પરીક્ષા મુલતવી રહી અને બીજી તારીખો ઉપર લેવામાં આવશે.

ઉમેદવારો માટે ખાસ સૂચના

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર વર્ગ-3 ( ગ્રુપ-A અને ગ્રુપ-B)ની સંયુક્ત પરીક્ષા (Gujarat Subordinate Services Class-III Combined Competitive Examination) માટે MCQ CBRT (Computer Based Recruitment Test)ના કોલલેટર ડાઉનલોડ કરવા માટે નીચેની વિગતે ઉલ્લેખિત તારીખ અને સમય દરમિયાન https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી પ્રવેશપત્ર (કોલલેટર) તેમજ ઉમેદવારો માટેની સૂચનાઓ ડાઉનલોડ કરી શકાશે. આ સિવાય ખાસ સૂચના આપવામાં આવી છે કે કોલલેટરની પ્રિન્ટ નકલ વગર ઉમેદવારને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં.

આ પોસ્ટ પણ વાંચો:  Apple iPhone 16 vs iPhone 15, What will be new in the new iPhone?

કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવો?

  • https://ojas.gujarat.gov.in વેબ સાઈટ પર જવું
  • MCQ-CBRT પદ્ધતિની પરીક્ષા માટેના ઉમેદવારોએ Call Letter પર Click કરવું
  • ત્યારબાદ “Primary Exam Call Letter” પર “Click” કરીને Select Job ના બોક્ષમાંથી આપ જે જાહેરાતનો કોલલેટર ડાઉનલોડ કરવા માંગતા હોય તે જાહેરાત Select કરીને નિયત બોક્ષમાં “Confirmation Number” તથા “Birth Date” ટાઇપ કરીને Print Call Letter પર “Click” કરવાથી અલગ Window માં આપનો Call Letter (પ્રવેશપત્ર) સ્ક્રીન પર દેખાશે.
  • જે Call Letter તથા તે સાથેની સૂચનાઓની પ્રીન્ટ મેળવી લેવાની રહેશે. (કોલ લેટર નવી વિન્ડોમાં ખોલવા માટે Pop up Blocker Off કરવું જરૂરી છે).
  • ઉમેદવારોએ ડાઉનલોડ કરેલ Call Letter તથા સૂચનાઓની વિગતો કે જે CBRT પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી હોઇ તે અચૂક ધ્યાનપૂર્વક વાંચવા સલાહ આપવામાં આવે છે.
  • ઓનલાઇન કોલલેટર ડાઉનલોડ કરવા સંદર્ભે કોઇ માર્ગદર્શનની આવશ્યકતા જણાય તો તે માટે મંડળના હેલ્પલાઇન ફોન નં. ૦૭૯-૨૩૨૫૮૯૧૬ પર કચેરી સમય દરમ્યાન સંપર્ક કરી શકાશે.
આ પોસ્ટ પણ વાંચો:  Revenue Talati Exam Syllabus 2025 : મહેસૂલ તલાટી ભરતીનો પ્રિલિમિનરી પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ 2025
GSSSB CCE Call Letter 2024: ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાની કુલ 5554 જગ્યાઓ માટે કૉલ લેટર જાહેર, આ રીતે કરો ડાઉનલોડ
GSSSB CCE Call Letter 2024: ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાની કુલ 5554 જગ્યાઓ માટે કૉલ લેટર જાહેર, આ રીતે કરો ડાઉનલોડ

જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઇટgsssb.gujarat.gov.in
GSSSB CCE કૉલ લેટરડાઉનલોડ કરો
વધુ માહિતી માટેઅહી ક્લિક કરો

Leave a Comment