અયોધ્યાથી 1600 કિમી દૂર ચમત્કાર ! રામલલા જેવી 1000 વર્ષ જુની મૂર્તિ મળી, શું છે રહસ્ય?

રામ નગરી અયોધ્યાથી લગભગ 1600 કિમી દૂર એક નદીમાંથી ભગવાન વિષ્ણુની પ્રાચીન મૂર્તિ મળી આવી છે. ખાસ વાત એ છે કે ભગવાન વિષ્ણુની આ પ્રતિમા રામલલાની પ્રતિમા જેવી છે. નિષ્ણાતો કહે છે કે આ પ્રતિમા લગભગ હજાર વર્ષ જૂની હોઈ શકે છે. ભગવાન વિષ્ણુની આ મૂર્તિની સાથે જ એક પ્રાચીન શિવલિંગ પણ મળી આવ્યું છે. કર્ણાટકના રાયચુરના એક ગામમાં નદી પર બ્રીજ બાંધતી વખતે આ ‘ચમત્કાર’ થયો છે. પુરાતત્વવિદોના મતે આ પ્રતિમા 11મી કે 12મી સદીની હોઇ શકે છે.

કર્ણાટકના રાયચૂરમાં કૃષ્ણા નદીમાં 1000 વર્ષ જુની બે મૂર્તિઓ મળી છે. નદી પર પૂલના બાંધકામ વખતે અચાનક બે મૂર્તિઓ પ્રગટી ઉઠી હતી.

પ્રતિમા કેવી દેખાય છે?
ભગવાન વિષ્ણુની આ પ્રતિમાના આભામંડળની આસપાસ ‘દશાવતાર’ કોતરવામાં આવ્યા છે. આ પ્રતિમામાં મત્સ્ય, કુર્મા, વરાહ, નરસિંહ, વામન, રામ, પરશુરામ, પરશુરામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કિને શણગારવામાં આવ્યા છે. વિષ્ણુની પ્રતિમાને ચાર હાથ છે, જેમાં બે ઊંચા હાથ શંખ અને ચક્રથી સજાવવામાં આવ્યા છે. નીચેની તરફ સીધા કરેલા બે હાથ આશીર્વાદની મુદ્રામાં છે. તેમાંથી એક છે ‘કટી હસ્ત’ અને બીજી ‘વરદ હસ્તા’ જાણકારોનું માનવું છે કે આ મૂર્તિ કોઇ મંદિરના ગર્ભગૃહનો ભાગ હોવી જોઇએ. મંદિર તોડફોડ વખતે બચાવવાના ભાગરુપે આ મૂર્તિઓને નદીમાં ફેંકી દેવામાં આવી હોવાનું અનુમાન છે. આ પ્રતિમાને થોડું નુકસાન થયું છે. વિગ્રહના નાકને થોડું નુકસાન થયું છે.

આ પોસ્ટ પણ વાંચો:  Ration Card E-Kyc Online Gujarat: રેશનકાર્ડની વિગતો ઈ-કેવાયસી કેવી રીતે કરવું?

બરાબર રામલલા જેવી
રાયચૂરમાં મળી આવેલી ભગવાન વિષ્ણુની મૂર્તિ અયોધ્યાના રામ મંદિરમાં બીરાજમાન રામલલા જેવી જ છે. તેથી લોકોમા કૂતુહલ ફેલાયું છે.

આ પોસ્ટ પણ વાંચો:  Himmatnagar Municipality Recruitment 2024

Leave a Comment