GWSSB Recruitment 2024:નમસ્કાર મિત્રો,ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડમાં દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે.તો નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોને આ લેખને અંત સુધી વાંચવા વિનતી.આ લેખમાં અમે તમને જણાવીશું કે,આ નોકરી મેળવવા માટે જરૂરી લાયકાત,પસંદગી પ્રક્રિયા,પગારધોરણ, જરૂરી ડોક્યુમેન્ટ અને અરજી કેવી રીતે કરવી તેની માહિતી આ લેખમાં અમે તમને આપીશું.તો આ લેખને અંત સુધી વાંચવા વિનતી અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો.
GWSSB Recruitment 2024
સંસ્થાનું નામ | ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ |
પોસ્ટનુ નામ | વિવિધ |
અરજી કરવાનું માધ્યમ | ઓફલાઇન |
સત્તાવાર વેબસાઈટ | https://gwssb.gujarat.gov.in/ |
પોસ્ટનુ નામ
ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ગ્રેજ્યુએટ એન્જીનીયર,ડિપ્લોમા એન્જીનીયર તથા કોપા આઈ.ટી.આઈના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.
પગારધોરણ
પોસ્ટનું નામ | સ્ટાઈપેન્ડ |
ગ્રેજ્યુએટ એન્જીનીયર | રૂપિયા 15,000 |
ડિપ્લોમા એન્જીનીયર | રૂપિયા 13,000 |
કોપા આઈ.ટી.આઈ | રૂપિયા 9,000 |
શેક્ષણિક લાયકાત
લાયકાત સંબધિત તમામ માહિતી તમે નીચે જાહેરાતમાં જોઈ શકો છો.
પસંદગી પ્રક્રિયા
ગુજરાત વોટર સપ્લાય એન્ડ સીવરેજ સિસ્ટમની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.
વયમર્યાદા
ગુજરાત સરકાર અંતર્ગતની આ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માટે તથા નોકરી મેળવવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોની કોઈ ઉંમર નક્કી કરવામાં આવી નથી.
અરજી ફી
ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની આ ભરતીમાં તમામ કેટેગરીના ઉમેદવારો નિઃશુલ્ક અરજી કરી શકે છે તેઓએ કોઈપણ પ્રકારની ફી ચુકવવાની રહેતી નથી.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- લિવિંગ સર્ટિફિકેટ
- માર્કશીટ
- તથા અન્ય જરૂરી પુરાવાઓ
ઇન્ટરવ્યૂની તારીખ તથા સ્થળ
GWSSBની આ ભરતીમાં ઇન્ટરવ્યૂની તારીખ 19 ફેબ્રુઆરી 2024 છે જયારે ઇન્ટરવ્યુનું સ્થળ કાર્યપાલક ઈજનેરશ્રી,જાહેરાત આરોગ્ય બાંધકામ વિભાગ,ગુ.પા.પુ અને ગ.વ્ય. બોર્ડ,લેન્ડ રેકર્ડ ટાવર બિલ્ડીંગ,પ્રથમ માળ કોઠી કચેરી,રાવપુરા-વડોદરા 390001 છે.
મહત્વની તારીખ
ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા આ ભરતીની નોટિફિકેશન 16 ફેબ્રુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. આ ભરતીમાં ઓનલાઇન કે ઓફલાઈન કોઈપણ રીતે ફોર્મ ભરવાના રહેતા નથી. નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ રૂબરૂ સ્વખર્ચે ઇન્ટરવ્યૂની તારીખે ઇન્ટરવ્યૂ સ્થળે હાજર રહેવાનું રહેશે.
મહત્વની લીંક
સત્તાવાર વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |