Agriculture: દેશભરમાં ખેડૂતોનો હોબાળો ચાલી રહ્યો છે. એમએસપી સહિતના મામલે ખેડૂતો હાલમાં દિલ્હીના બોર્ડર પર અડિંગા જમાવીને બેઠા છે. ખેડૂત આંદોલન મોદી સરકારને કણાની માફક ખૂંચી રહ્યું છે. આજે મોદી ગુજરાતમાં પણ સહકાર સંમેલન થકી રાજ્યના 36 લાખ પશુપાલકોને સંબોધિત કરી રહ્યાં છે ત્યારે ખેડૂતો માટે મોટા સમાચાર એ આવ્યા છે કે PM કિસાન સન્માન નિધિનો 16મો હપ્તો 28મી ફેબ્રુઆરીએ લાભાર્થીઓના ખાતામાં આવશે. આ વખતે હપ્તાના નાણાં 8 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ હપ્તા હેઠળ, 18 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ બહાર પાડવામાં આવશે, જે DBT દ્વારા સીધા લાભાર્થીઓના ખાતામાં પહોંચશે.
PM કિસાન યોજનાના 16મા હપ્તાની ટ્રાન્સફર તારીખ જાહેર,8 કરોડથી વધુ ખેડૂતોને મળશે લાભ
દેશના ખેડૂતો માટે આ સૌથી મોટી ખુશખબર છે. PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા આપવામાં આવે છે. PM કિસાન સન્માન નિધિનો 16મો હપ્તો 28મી ફેબ્રુઆરીએ લાભાર્થીઓના ખાતામાં આવશે. આ વખતે હપ્તાના નાણાં 8 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.
દેશના ખેડૂતો માટે આ સૌથી મોટી ખુશખબર છે. તમને જણાવી દઈએ કે ખેડૂતોને તેમની કૃષિ આર્થિક જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર સરકાર PM કિસાન સન્માન નિધિ યોજના ચલાવી રહી છે. યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા આપવામાં આવે છે. PM કિસાન સન્માન નિધિનો 16મો હપ્તો 28મી ફેબ્રુઆરીએ લાભાર્થીઓના ખાતામાં આવશે. આ વખતે હપ્તાના નાણાં 8 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ હપ્તા હેઠળ, 18 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ બહાર પાડવામાં આવશે,
જમીન રેકોર્ડ જોવા માટે 7/12 અને 8/અ ના ઉતારા જાણો સંપૂર્ણ માહિતી
8 કરોડથી વધુ ખેડૂતોને ખાતામાં આવશે રૂપિયા
16મા હપ્તાના નાણાં 28 ફેબ્રુઆરી 2024ના રોજ રિલીઝ કરવામાં આવશે. તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ વખતે પણ આ રકમ 8 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં પહોંચશે. તમને જણાવી દઈએ કે ખેડૂતોની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે PM કિસાન યોજના 24 ફેબ્રુઆરી 2019ના રોજ શરૂ કરવામાં આવી હતી. અત્યાર સુધી પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓને 15 હપ્તામાં પૈસા આપવામાં આવ્યા છે. લાભાર્થી ખેડૂતો 16મા હપ્તાની રાહ જોઈ રહ્યા હતા, હવે આ રાહ પૂરી થઈ છે. કારણ કે, 16મો હપ્તો રિલીઝ થવાની તારીખ જાહેર થઈ ગઈ છે.
વાર્ષિક 3 હપ્તામાં મળે છે 6000 રૂપિયા
પીએમ કિસાન યોજના ખેડૂતોને નાણાકીય સ્થિરતા પ્રદાન કરે છે અને તેઓ તેમની ખેતી અને કૃષિ પ્રવૃત્તિઓમાં સુધારો કરવામાં સક્ષમ છે. પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ કેન્દ્ર સરકાર ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા આપે છે. પીએમ કિસાન યોજના હેઠળ, દરેક લાભાર્થી ખેડૂતના ખાતામાં 3 વખત 2,000 રૂપિયા મોકલવામાં આવે છે.
2.80 લાખ કરોડ ખેડૂતોના ખાતામાં આવ્યા
મોદી સરકારે 2019 થી અત્યાર સુધીમાં, પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, 11 કરોડથી વધુ ખેડૂત પરિવારોને 15 હપ્તામાં 2.80 લાખ કરોડ રૂપિયાની રકમ આપવામાં આવી છે. હવે ખેડૂતો 16મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે.ગયા વર્ષે 15 નવેમ્બરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડના ખુંટીથી દેશભરના 8.11 કરોડ ખેડૂતોને 15મા હપ્તા તરીકે કુલ રૂ. 18.61 હજાર કરોડ જાહેર કર્યા હતા. યોજના દ્વારા દરેક ખેડૂત પરિવારને ત્રણ સમાન હપ્તામાં દર વર્ષે 6,000 રૂપિયા મળે છે. પહેલો હપ્તો એપ્રિલ મહિનામાં, બીજો હપ્તો જુલાઈ મહિનામાં અને ત્રીજો હપ્તો નવેમ્બર મહિનામાં આપવામાં આવે છે.
ખાતામાં પૈસા કઈ રીતે ચેક કરશો
ઓફિશિયલ વેબસાઈટથી: પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઈટ pmkisan.gov.in પર જાઓ. આ પછી હૉમ પેજ પર “બેનિફિશિયરી સ્ટેટસ” પર ક્લિક કરો. પછી અહીં તમારે તમારો મોબાઈલ નંબર અથવા રજિસ્ટ્રેશન નંબર નાખવો પડશે. હવે ખેડૂત ભાઈઓ “Get Data” પર ક્લિક કરો. આ પછી ખેડૂતને તેના ખાતાની સ્થિતિ વિશે માહિતી મળશે.
SMS દ્વારા : જો તમે SMS દ્વારા PM કિસાન સન્માન નિધિના હપ્તાનું સ્ટેટસ ચેક કરવા માંગો છો, તો તમારે તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી “STATUS” લખીને 8923020202 પર મોકલવાનું રહેશે. જે બાદ તમને એક SMS મળશે. આમાં તમને હપ્તાની સ્થિતિ વિશે માહિતી આપવામાં આવશે.